Back
नवसारी में मौसम के बदलाव से केरी की फसल संकट, किसान नया उपाय जुटाते
DPDhaval Parekh
Mar 21, 2026 08:15:46
Navsari, Gujarat
એંકર : બદલાતા વાતાવરણે છેલ્લા દોઢ દાયકાથી કેરીની મીઠાશ ખાટી કરી છે. બપોરે અસહ્ય ગરમી અને સાંજે પડતી ઠંડી અને તેમાં પણ ઝાંકળ કેરીની ગુણવત્તા ઉપર અસર પાડી રહી છે. જેના કારણે આ વર્ષ પણ આંબાવાડીઓમાં 50 ટકાથી ઓછી કેરી હતી, પરંતુ હાલ જ ફૂંકાયેલા તોફાની પવનોમાં આંબા ઉપર બેસેલ નાની નાની કેરીઓનું ખરણ થઈ જતા કેરી રસિયાઓને કેરીની મીઠાશ શોધવી મુશ્કેલ બનશે.
વી/ઓ : નવસારી જિલ્લો બાગાયતી જિલ્લો છે અને મુખ્ય બાગાયતી પાકોમાં કેરી અને ચીકુ મુખ્ય પાકો છે. જેમાં નવસારીની કેરીની ગુજરાત અને દેશમાં રાહ જોવાતી હોય છે. માર્ચ પૂર્ણ થવા પર છે અને ટૂંક સમયમાં બજારમાં કેરી વેચાણ માટે આવવાની શરૂઆત થશે. પરંતુ છેલ્લાં દોઢ દાયકા માટે બદલાતું વાતાવરણ કેરીના પાક ઉપર મોટી અસર કરી રહ્યું છે અને તેને છેલ્લા કેટલાક વર્ષોમાં કેરી ઉત્પાદન ઘટતું જઈ રહ્યું છે. ગત વર્ષે પણ નવેમ્બર મહિના સુધી વરસાદી માહોલ રહ્યો હતો. જેના કારણે આંબાવાડીમાં મોડી કૂંપળ ફૂટી અને કેરીનું બેસાણ મોડું થયું. હાલ આંબા ઉપર કેરીના ફળ વિકસી રહ્યા છે. હજુ ઘણી કેરી નાની વટાણાની જેમ હતી, પરંતુ ફેબ્રુઆરીથી વાતાવરણમાં વધેલી ગરમી 시작 થાયે છે ડેસા, રાત્રે વધુ પડતી ઠંડી અને બપોરે 40 ડિગ્રી ઉપર તાપમાન રહેવા સાથે ઝાંકળ અને ધુમ્મસને કારણે ફૂગજન્ય રોગો થતા ખેડૂતોએ દવાનો છંટકાવ કરવો પડ્યો, પરંતુ વાતાવરણની અસરથી ખરણ વધુ થયું. બે નવી બદલાયેલા હવામાનના કારણે આંબાવાડીઓમાં મોટાભાગની કેરીઓનું ખરણ ચાલી રહ્યા છે. ખેતીગતર્થ ખેડૂતોને દેવા અંગે ચિંતાઓ વધી રહી છે.
બીટ : પિનાકીન પટેલ, ખેડૂત, સાદલાવ, નવસારી
વી/ઓ : સતત વાતાવરણમાં બદલાવ અને ક્યારેક તોફાની પવનોના કારણે અને ખરી પડેલી કેરીઓને બચાવવા માટે ખેડૂતોએ ફળના બેસાણ વખતે જ નેફેલિક એસિડિક એસિડ અને કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરવો, જેથી એની ડાળી સાથેની મજબૂતી રાખી શકાય અને પવનો ટકી રહે. સાથે જો ઝાડવાની કેનોપી 14 ફૂટથી પણ નાની હોય, તો આવા તોફાની પવનોમાં ફળને બચાવી શકાય. આ સાથે વાડી તરફ પવન અવરોધક વાડ જેને લાઈવ ફેન્સિંગ કરાવી જોઈએ, જેનાથી કેરીનું ખરણ અટકાવવામાં મદદ મળશે. કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગના નિષ્ણાંતોની સલાહ પ્રમાણે ખેડૂતો કેરીના ઉત્પાદન સમયે ધ્યાન રાખે તો પાકને બચાવી શકે.
બીટ : ડૉ. બિ. એમ. ટંડેલ, કૃષિ નિષ્ણાંત, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી
વી/ઓ : છેલ્લા થોડા વર્ષોથી હવામાનમાં આવેલા મોટા બદલાવને કારણે બાગાયતી ખેતી પ્રભાવિત થઈ રહી છે. ત્યારે આગામી વાતાવરણને કારણે बदलાતા સમયમાં ખેડૂતોએ પણ પાક ઉત્પાદનની અવધિમાં થઈ રહેલા ફેરફારને સમજીને ખેતી કરવા પડશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 21, 2026 09:15:12389
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 09:06:171061
Report
NJNILESH JOSHI
FollowMar 21, 2026 08:31:271009
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 08:06:571073
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:08:051005
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:571089
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:471090
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 07:01:581095
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:50:00998
Report
NRNidhiresh Raval
FollowMar 21, 2026 06:34:191092
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:271047
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:141018
Report
TDTEJAS DAVE
FollowMar 21, 2026 06:31:591060
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 06:03:521096
Report