Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

દ્વારકામાં વરસાદની આગમનથી શીતળતા, ખેડૂતોમાં ખુશી!

Lakhani Jaydeep
Jun 28, 2025 11:00:50
Dwarka, Gujarat
વીઓ:- દ્વારકામાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.ભારે વરસાદ ને કારણે જગત મંદિર દ્વારકા ખાતે અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી હતી. શહેરના મુખ્ય બજારો માંથી પણ વરસાદી પાણી વહેતા થયા હતા.આ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. થોડા જ વરસાદમાં ખેડૂતો આનંદિત જોવા મળ્યા હતા, કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. દ્વારકા શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે. WKT VISUL
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement