Back
દ્વારકા: કલ્યાણપુર પોલીસએ તાત્કાલિક બચાવથી ત્રણ લોકોનો જીવ બચાવ્યો!
Dwarka, Gujarat
વીઓ :- દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામ નજીક કાનબેટડી ટાપુ પર પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા ત્રણ લોકોને, જેમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમને કલ્યાણપુર પોલીસે સફળતાપૂર્વક બચાવી લીધા છે. કાનબેટડી ટાપુ તરફ જતા માર્ગ પર અચાનક પાણીનું સ્તર અને પ્રવાહ વધી જતાં આ યુવકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ કલ્યાણપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સત્વરે બોટની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને ફસાયેલા ત્રણેય લોકોને સુરક્ષિત રીતે બચાવીને આશાપુરા લેન્ડિંગ પોઈન્ટ પર લાવવામાં આવ્યા હતા. કલ્યાણપુર પોલીસની આ સમયસર અને પ્રશંસનીય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને ત્રણેય લોકોનો જીવ બચી ગયો હતો.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Surat, Gujarat:
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન : સુરત (સુરત )
સ્લગ :-2806ZK_SRT_SUMUL_VIVAD_2
ફીડ :- સ્થળ વીડિયો, બાઈટ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત સુમુલ ડેરી ના ઉપ પ્રમુખ રાજુ પાઠક વિરુદ્ધ આખરે પ્રમુખ માનસિંગ પટેલે શરૂ કરી કાર્યવાહી. રાજુ પાઠક ની તાનાશાહી સામે સચિવ એ રિપોર્ટ કરતા ફરી સહકારી અને રાજકીય વાતાવરણ ગરમાયુ છે. તો બીજી તરફ સુમુલ ડેરી ના સનલગ્ન ડેરું નો ગેરવહીવતનો વીડિયો પણ સામે આવ્યો છે.
વિઓ...
સુરત અને તાપી જિલ્લા ના દૂધ ઉત્પાદકો ની જીવ દોરી ગણાતી સુમુલ ડેરી ફરી વિવાડે ચડી છે. જેમાં સુમુલ ના પ્રમુખ માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે વિવાદ ચરમસીમાએ પોહચ્યો છે. વિવાદ એ છે કે સુમુલ ડેરી માં 300 જેટલી જગ્યા એ ભરતી પ્રક્રિયા કરવામાં આવનાર હતી. જેનો ઉપ પ્રમુખ રાજુ પાઠકે વિરોધ કર્યો હતો. બોર્ડ ની મંજૂરી લીધા બાદ આ ભરતી પ્રક્રિયા માટે જાહેરાત પણ બહાર પાડવામાં આવી હતી. જેનો ઉપ પ્રમુખ રાજુ પાઠકે વિરોધ કર્યો હતો.
બાઈટ :- માનસિંગ ભાઈ પટેલ (ચેરમેન સુમુલ ડેરી સુરત)
વિઓ...
ભરતી પ્રક્રિયા ની પરીક્ષા બાદ નિમણૂક કરવામાં આવનાર હતી. જોકે આ પ્રક્રિયા રાજુ પાઠકે અટકાવી દેતા વિવાદ ઉભો થયો હતો. જે અંગે માનસિંગ પટેલ દ્વારા સચિવ ને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં રાજુ પાઠક ની તાનાસાહિ જણાવી છે.જવાબદાર વિભાગ ના સચિવ સંદીપ કુમારે સમગ્ર મામલે જિલ્લા રજીસ્તાર પાસે રિપોર્ટ મંગાવ્યો હતો. બીજી ઘટના એ બની કે સુરત તાપી જિલ્લા માં કેટલીક દૂધ મંડળીઓ દૂધ બહાર થી લાવી કોલ્ડ સ્ટોરેજ માં સંગ્રહ કરી એ દૂધ મંડળી માં ભરતા હતા. આવી મંડળીઓ ને સુમુલ ના એમ ડી દ્વારા 3 કરોડ નો દંડ ફટકાર્યો હતો. જે દંડ રાજુ પાઠકે માફ કરવા એમ ડી ઉપર દબાણ કરી મારવા હાથ ઉગામ્યો હતો. જ્યારે પણ સુમુલ ચૂંટણી આવે એટલે રાજુ પાઠક અને માનસિંગ પટેલ જૂથ વચ્ચે વિવાદ સર્જાય છે. ત્યારે આ વખતે ભાજપ મોવડી મંડળ પણ બંને આગેવાનો ને કડક પાઠ ભણાવી યોગ્ય દાખલો બેસાડે તે જરૂરી થઈ પડયું છે.
બાઈટ :- માનસિંગ ભાઈ પટેલ... ચેરમેન સુમુલ ડેરી સુરત..
વિઓ...
તો બીજી તરફ સમુલ ડેરી સાથે સીધી રીતે વહીવટી રીતે સંકળાયેલ ઓલપાડ તાલુકાના પિંજરત ગામનો વિડિઓ વાઇરલ થયો હતો. પિંજરત સેવા સહકારી મંડળી ના પ્રમુખ એ ઉતાર્યો હતો વિડિઓ. ખાનગી ડેરી ને ગામના સભાસદો દૂધ આપી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે જેને પગલે ખાનગી ડેરી ના માલિક દ્વારા આ દૂધ સુમુલ ડેરી ના સમલગ્ન બંધ થવાના આરે મંડળી ઓને પહોંચાડવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. ડેરી બંધ થવાના આરે મંડળી ઓ ને જીવંત રાખવાનું સમગ્ર કાવતરું હોવાનું જણાવી રહ્યા છે. મંડળી જીવંત રહેશે તો સુમુલના લાભો મળતા રહેશે તેમજ મંડળી જીવંત રહેશે તો વોટ આપવાનો અધિકાર જીવંત રાખવાનો પ્રયાશ કરાયો, સમગ્ર કાવતરા પાછળ મોટા માથા ની સંડોવણી હોવાનું પરંતુ નામ લેવાનો ઇન્કાર કાંતિ પટેલ કર્યો હતો. અગાઉ પણ મહારાષ્ટ્ર થી સુમુલ ડેરી માં દૂધ આવતું હોવાની રાવ ઉઠી હતી પરંતુ કોઈ પગલાં લેવાયસ ન હતા.
બાઈટ :- કાંતિ પટેલ (પ્રમુખ :- પિંજરત ડેરી)
0
Share
Report
Jammu, :
3 जूलाई को शुरू होने वाली श्री अमरनाथ यात्रा को लेकर जम्मू में सुरक्षा व्यवस्था को कड़ा कर दिया गया है !
जम्मू में भगवती नगर स्थित यात्री निवास में आम लोगों के जाने पर प्रतिबंध लगा दिया गया है !
वही यात्री निवास में सिर्फ उन्हीं लोगों को जाने दिया जा रहा है जिनकी अंदर ड्यूटी है !
वही सीसीटीवी से भी नजर रखी जा रही है और सीआरपीएफ और जम्मू-कश्मीर पुलिस के जवान पूरी तरह से मुस्तैद हैं
अटैच वाक थरू
अटैच विजुअल
0
Share
Report
Rajula, Gujarat:
યોગેશ કાનાબાર
રાજુલા
રાજુલા માં ટાટા મોટર્સ દ્વારા વધુ એક સુવિધા
રાજુલા શહેરમાં કોહિનૂર મોટર્સ ની શુભ શરૂવાત ...
રાજુલા શહેરમાં આવેલ હિંડોરણા ચોકડી પર ટાટા મોટર્સ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો જે કોહિનૂર મોટર્સના નામથી હિંડોરણા ચોકડી ઉપર અધતન વર્કશોપ પરમ પૂજ્ય મહંત બાબુભાઈ બાપુ ( રૂખડ ભગતની વાવડી )ના તેમજ સાધુ સંતો તેમજ આવેલ તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ વર્કશોપ ને ખુલ્લો મુકવામાં આવ્યો રાજુલા તાલુકામાં અલ્ટ્રાટેક તેમજ પીપાવાવ પોર્ટ. સિન્ટેક્સ જેવી વિવિધ મહાકાય કંપનીઓ આવેલી હોય ત્યારે રાજુલા શહેરમાં ટાટા મોટર દ્વારા લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને વધુ એક સુવિધા આ વિસ્તાર માં કોહિનૂર ગ્રુપ દિલુભાઈ વરુ દ્વારા આ કોહિનૂર મોટર્સ ખુલ્લું મુકવામાં આવ્યું
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ 01:- દ્વારકામાં લારી-ગલ્લાવાળાનો વિરોધ પ્રદર્શન સતત ત્રીજા દિવસે પણ યથાવત. સ્થાનિક વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કરવા માટે, પ્રદર્શનકારીઓ ઉપવાસ પર ઉતર્યા છે અને વિરોધની અનોખી રીતો અપનાવી રહ્યા છે. જેમાં આજે મુખ્ય રસ્તા પર શ્રદ્ધાળુઓ અને સામાન્ય જનતાને મફત નાસ્તો કરાવવાનો પણ સમાવેશ થાય છે.
વીઓ 02 :- પાલ આંબલિયા પણ આ પહેલમાં જોડાયા હતા, જે વેપારીઓમાં રોષની માત્રા દર્શાવે છે. ચાલુ ઉપવાસનો ઉદ્દેશ્ય સ્થાનિક નગરપાલિકા પ્રત્યે વેપારીઓની નારાજગીને ઉજાગર કરવાનો છે. જેમાં પ્રદર્શનકારીઓએ "દારૂ વેચવાની છૂટ, પરંતુ છાશ વેચવાની મનાઈ" જેવા ધારદાર સૂત્રોવાળા વિવિધ બેનરો પ્રદર્શિત કર્યા હતા.
બાઈટ :- પાલ આંબલિયા,પ્રમુખ જિલ્લા કોંગ્રેસ,દ્વારકા
વીઓ 03 :- વરસાદ છતાં લારી-ગલ્લાવાળા તેમના વિરોધમાં મક્કમ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સત્તાવાળાઓ દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. નગરપાલિકા તરફથી પ્રતિભાવની રાહ જોવાઈ રહી હોવાથી સ્થિતિ તંગ બની રહી છે.
બાઈટ :- રિધ્ધિ બેન જેઠવા, લારી સંચાલક
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે.દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાં દરિયાના મોજાં 15 થી 20 ફૂટ જેટલા ઊંચા ઉછળી રહ્યા છે. જે દરિયામાં પ્રચંડ કરંટ સૂચવે છે.સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગોમતીઘાટ વિસ્તારમાં દોરડાં બાંધીને લોકોને દરિયા કિનારેથી દૂર રાખવામાં આવી રહ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.આ પ્રકારના વાતાવરણને માણવા માટે પ્રવાસીઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉમટી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તકેદારીના ભાગરૂપે કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
WKT
VISUL
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ :- દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં હાલમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં રાવલ, પાનેલી, ટંકારિયા, કલ્યાણપુર સહિતના અનેક ગામોમાં સારો વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે સૂર્યાવદર સાની ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે. જોકે, હાલ સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી આ વર્ષે ડેમ સંપૂર્ણ ભરાશે નહીં. તેમ છતાં, ડેમના પાયા સુધીનું કામ પૂર્ણ થયેલું હોવાથી ત્યાં સુધી પાણીની નોંધપાત્ર આવક થઈ છે અને પાણીની આવક હજુ પણ ચાલુ જ છે. આસપાસના ગામોમાં થયેલા આ સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે.
VISUL
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે દ્વારકાધીશ જગત મંદિરમાં વૈકલ્પિક સ્થળે ધ્વજા ચડાવવામાં આવી છે. સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન રથયાત્રા ઉત્સવ ઉજવવામાં આવશે, જેની પૂજારી પરિવાર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. એવી માન્યતા છે કે રથયાત્રા ઉત્સવ દરમિયાન ઇન્દ્રદેવનું આગમન થતું હોય છે. અને આ વખતે દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન જોવા મળ્યું છે. સાંજે દ્વારકાધીશ જગત મંદિર ખાતે રથયાત્રા ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાશે.
VISUL
WKT
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ:- દ્વારકામાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.ભારે વરસાદ ને કારણે જગત મંદિર દ્વારકા ખાતે અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી હતી. શહેરના મુખ્ય બજારો માંથી પણ વરસાદી પાણી વહેતા થયા હતા.આ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. થોડા જ વરસાદમાં ખેડૂતો આનંદિત જોવા મળ્યા હતા, કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. દ્વારકા શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
WKT
VISUL
0
Share
Report
Surat, Gujarat:
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન : કીમ (ઓલપાડ )
સ્લગ :-2806ZK_SRT_RAILWAY_1
ફીડ :- સ્થળ વીડિયો FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર વિઓ...
સુરતના કીમ-કોસંબા રેલ્વે ટ્રેક વચ્ચે વધુ એકવાર ઓવરહેડ કેબલ તૂટી પડ્યો હતો. કીમ રેલવે સ્ટેશન પર રેલવેનો ઓવરહેડ કોન્ટેક્ટ કેબલ તૂટી પડત રેલ્વે અપ લાઈન ની ટ્રેન યાતાયત થઇ બ્રેક ડાઉન થયું હતું. ટ્રેન જેતે સ્થળે થોભી પડી હતી. વલસાડ દાનાપુર ટ્રેન કીમ સ્ટેશન પર થોભવા દેવાની ફરજ પડી હતી. જ્યારે ડાઉન લાઈન ની ટ્રેનો રાબેતા મુજબ ચાલી રહી હતી. રેલવે વિભાગ દ્વારા રીપેરીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેનો થંભી જતા મુસાફરો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડા પહોંચ્યા હતાં. મુસાફરોઓએ જેતે સ્થળે થી પોતાના મુકામે પહોંચવા બસ રીક્ષા મારફતે પહોંચવાની ફરજ પડી હતી.
0
Share
Report