વૈજનાથ દાદાને શિવ શક્તિ રૂપ નો શણગાર અર્પણ કરાયો
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ મંદિરથી પુ.સ્વપચ ૠષિ બાપાનો 68 મો વરધોડો નિકળ્યો હતો.નગરમાં વિવિધ વિસ્તારમાં ફરીને પરત મંદિરે પહોચ્યો હતો દરમિયાન ભક્તોના ઘરે ઘરે પધરામણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે સ્વપચ ૠષિ સમાજ દ્રારા સામા પાચમએ ઋષિચમીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.રવિવાર નારોજ પ્રાંતિજમાં ગલેચી ભાગોળ ખાતે આવેલ સ્વપચ ૠષિ મંદિરથી બપોર બાદ ૠષિબાપાનો પાલખી સ્વરૂપે વરધોડો નીકળ્યો હતો.
વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.
આણંદ શહેરમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે આણંદનાં વિદ્યાનગર રોડ પર આવેલ બીઓબી ગૃપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કર્યું છે,આયોજકો દ્વારા વડાપ્રધાનનાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહુબ જંગલની થીમ પર ગણેશજીની મૂર્તીનું સ્થાપન કરવામાં આવ્યું છે.તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે.
હિંમતનગરમાં જૂની જીલ્લા પંચાયત શક્તિનગર યુવક મંડળ દ્વારા સતત 35મા વર્ષ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 10 ફૂટની गणેશજીની પ્રતિમા દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન કરવામાં આવી છે, જેને શુભમુહુર્તે પૂજન અને આરતી કરી સ્થાપિત કરવામાં આવ્યું. છાપરીયા વિસ્તારમાં વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે સતત 28મા વર્ષ ગણેશ મહોત્સવ મનાવવામાં આવ્યો છે. 10 ફૂટની ગણેશજીની પ્રતિમાની શોભાયાત્રા બાદ પૂજન અને આરતી કરવામાં આવી. 7 થી 16 સપ્ટેમ્બર સુધી રાત્રે 9.30 કલાકે આરતી અને 10.30 કલાકે ગરબા યોજાશે.