Back
पावागढ़ के शक्तिपीठ महाकाली धाम में चैत्री नवरात्रि: भक्तों की भीड़ और सुरक्षा व्यवस्था
JBJayendra Bhoi
Mar 19, 2026 06:46:02
Godhra, Gujarat
પંચમહાલ जिल्लાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનું વિશાળ ભીડ ઉમટ્યું છે. અંદાજીત 70 હજાર થી એક લાખ ભક્તો મા મહાકાળી ના દર્શન प्रथम દિવસે કર્યા હોવા નો અંદાજ છે. રાજ્યભરના તેમજ બહારના રાજ્યોમાંથી લાખો ભક્તો માતાજીના દર્શન માટે પહોંચ્યા છે. ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શક્તિ ઉપાસના નું મહાપર્વ એટલે કે ચૈત્રી નવરાત્રી નો આજ થી પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રી માં શક્તિપીઠ દર્શન નો વિશેષ મહিমા રહેલો હોઈ 51 શક્તિપીઠો પૈકી એક શક્તિપીઠ પંચમહાલ ના પાવાગઢ ખાતે આવેલું મહાકાળી ધામ છે. જ્યાં ચૈત્રી નવરાત્રીની શરૂઆત સાથે જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રીથી જ ભક્તો લાંબી લાઇનોમાં ઉભા રહી માતાજીના દર્શન કરી રહ્યા છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા છે. ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા માટે વિવિધ સ્થળોએ પોલીસ પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. સાથે જ લાઇટ, પાણી અને મેડિકલ જેવી જરૂરી સુવિધાઓ પણ તંત્ર અને મંદિર પ્રસાસન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરની માર્ગદર્શન હેઠળ whole આયોજન સુચારૂ રીતે અમલમાં મુકાયું છે. સાથે જ પાવાગઢના વિવિધ વિસ્તારોમાં પારંકિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:48:031050
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:47:571068
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 19, 2026 06:47:47955
Report
DPDhaval Parekh
FollowMar 19, 2026 06:47:201047
Report
TDTEJAS DAVE
FollowMar 19, 2026 06:46:341000
Report
MDMustak Dal
FollowMar 19, 2026 06:46:101039
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 04:46:141030
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 04:46:061002
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 04:45:56980
Report
MMMitesh Mali
FollowMar 18, 2026 18:32:371083
Report
RTRAJENDRA THACKER
FollowMar 18, 2026 18:32:211012
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:32:07972
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:31:501095
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:31:401054
Report