Back
Amreli - રાજુલા નજીક ગમખ્વાર અકસ્માત એકનું મોત
Rajula, Gujarat
રાજુલામાં ગમખ્વાર અકસ્માત:
હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા
અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો
હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com