Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में भारी बारिश से सड़कें पानी-पानी, लोग परेशान
CPCHETAN PATEL
Sept 19, 2025 09:47:40
Surat, Gujarat
સુરત... સુરતમાં ભારે વરસાદ ધોધમાર વરસાદના પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ઉધના ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને હાલાકી સુરતમાં મેઘરાજા ની તોફાની ઈનિંગ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Sept 19, 2025 13:20:57
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા મળી. જેમાં શૂન્યકાળ દરમ્યાન વિપક્ષી નેતાએ સભા દરમ્યાન તંત્રના ડેપ્યુટી કમિશનરોની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો. 11 પૈકી પહેલા 4 જ અધિકારી હાજર હતા. બાદમાં એક પછી એક તમામ ડેપ્યુટી કમિશનર હાજર જણાયા. આ સાથે વર્લ્ડબેન્કની 600 કરોડની લોનથી પીરાણા ખાતે બનનારા સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીમાં વિશ્વબેન્કે બ્લેકલિસ્ટ કરેલી કંપનીને પેટા કોન્ટ્રાકટ આપ્યો હોવાની વાત કરી મ્યુનિસિપલ કમિશનરને આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી. વિપક્ષી નેતાએ amc ના લાઈટ વિભાગ પર પણ આકરા શાબ્દિક પ્રહારો કર્યા. જ્યાં અજવાળું આપવાનું કામ ધરાવતો વિભાગ પોતેજ અંધારું આપતો હોવાની વાત કરી. વિપક્ષે શહેરમાં દૈનિક બંધ રહેતી સ્ટ્રીટ લાઈટની સેંકડો ફરિયાદ મળતી હોવા છતાં રીપેરીંગ ન કરાતી હોવાની રજુઆત કરી. આ ઉપરાંત amc માં મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા ચાલી રહેલા આંદોલનને લઈને પણ ભાજપ પર પ્રહાર કર્યા. કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્સીંગના કારણે જુદા જુદા કર્મચારીઓને સહન કરવું પડતું હોવાની વાત કરી. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પાછલા સમયમાં 6000 લોકોને કાયમી કરાયા હોવાની અને હજી પણ આ પ્રક્રિયા સતત ચાલતી હોવાની સ્પષ્ટતા કરી. આ ઉપરાંત amc સંચાલિત vs ,lg સહિતની હોસ્પિટલમાં ખાડે ગયેલી સેવાઓ મામલે કોંગ્રેસી સભ્યએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. જ્યાં ભાજપી સભ્યોએ હોબાળો મચાવ્યો. સામે વિપક્ષી નેતાએ ભાજપના કોર્પોરેટરોને amc સંચાલિત હોસ્પિટલમાં દાખલ થવાની ચેલેન્જ કરી. તો સામે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને amc દ્વારા 12 chc ચાલતા હોવાની વાત કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. (કોંગ્રેસ ભાજપ સામસામી સ્પીચ) બાઈટ : શહેઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ , amc ------------------------ અમદાવાદ ફરી એકવાર હાટકેશ્વર બ્રિજનો મુદ્દો amc સામાન્ય સભામાં ઉછળ્યો અમરાઈવાડીના કોંગ્રેસ કોર્પોરેટરે આ અંગે પ્રશ્ન કરતા મ્યુનિસિપલ કમિશનરે કરી મહત્વની સ્પષ્ટતા ડાયસ પરથી મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ આપી સભાગૃહને માહિતી અત્યંત ટેક્નિકલ જટિલતા હોવાથી તમામ બાબતો ધ્યાને રાખીને ડિમોલિશન કરાઈ રહી છે- મ્યુનિ કમિશનર જુદા જુદા તબક્કામાં નિષ્ણાંતોની નજરમાં આ કામગીરી કરાઈ રહી છે - કમિશનર આ તમામ કામગીરી અજય ઇન્ફ્રાકોન ના ખર્ચે અને જોખમે જ કરાઈ રહી છે ભલે એજન્સીએ કોર્ટમાં કેસ કર્યો હોય છતાં અમે તેની પાસેથી વસૂલીશું - કમિશનર નાગરિકોની સમસ્યાને ધ્યાને રાખી તમામ કામગીરી કરાઈ રહી છે - કમિશનર (કમિશનર સ્પીચ જવાબ) બાઈટ : જગદીશ રાઠોડ, કોર્પોરેટર - અમરાઈવાડી
0
comment0
Report
DRDarshal Raval
Sept 19, 2025 12:53:04
Ahmedabad, Gujarat:અમદાવાદ નવલા નોરતાની રાતને બાકી રહ્યા ગણતરીના દિવસ નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ સોસાયટી અને શેરી ગરબા સાથે પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન નવરાત્રીને લઈને ખેલૈયાઓ અને આયોજક સાથે પોલીસે પણ કરી તૈયારીઓ વિવિધ શાળાઓ ઉપર પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ શહીદ શ્રી ટીમોને પણ ગરબા સ્થળે લગાવી કામે પોલીસ વ્યવસ્થાને લઈને ખેલૈયાઓની પ્રતિક્રિયા ખેલૈયાઓએ પોલીસ કામગીરીને આવકારી જોકે she ટીમ વધુ એક્ટિવ રહે તેવી કરી માંગ ગરબા સ્થળે હેલ્પ ડેક્સ, સીસીટીવી ચાલુ હોવા, યોગ્ય બાઉન્સર હોવા, ચોરી કે અન્ય ઘટના બને તો તરત એક્શન લેવા, પાર્કિંગના સ્થળે લાઇટ અને સીસીટીવી કેમેરા હોવા, આયોજન સ્થળે સફાઈ હોવી સહિતના મુદ્દા ઉપર રજૂ કરી કેટલીક માગ સલગ. ખેલૈયા બાઈટ બાઈટ. હની ભટ્ટ રિયા અંદાની અદિતિ કંડપાલ તૃપ્તિ પટેલ લીલી હિન્દી બાઈટ
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 19, 2025 12:51:29
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ તપન ભાઈ એન્કર- સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે વરસાદી માહોલ છવાઈ ગયો છે.સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં દિવસભર છૂટો છવાયો વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા.વાદળછાયા વાતાવરણ વચ્ચે હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.ત્યારે વરસાદને લઈને ખેલૈયાઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.આગામી નવરાત્રી ઉત્સવોને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો પણ ભારે ચિંતિત થયા છે. દાદરા નગર હવેલીના સેલવાસમાં નવરાત્રી દરમિયાન વરસાદથી બચવા માટે ખાસ જર્મન ડોમનું આયોજન કરવામાં આવ્યું છે.ભારે વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ મન ભરીને ગરબા નો આનંદ માણી શકે તે માટે વોટર પ્રુફ ડોમ અને મજબૂત પ્લાયવુડના પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ કારણે હવે વરસાદ ખેલૈયાઓના ઉત્સાહમાં ખલેલ નહીં પહોંચાડે. વન ટુ વન નિલેશ જોશી વિથ નવરાત્રિ આયોજકો FTP/VAPI/SEP25/19.9.25/1909ZK_DNH_RAIN_GARABA/1 VISUAL/1 NILESH 1TO 1.
0
comment0
Report
DMDURGESH MEHTA
Sept 19, 2025 12:20:11
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહિલા શક્તિ સેના ના નેજા હેઠળ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસેલીટર બહેનો ઉમટી ગાંધીનગર. આશા વર્કર અને આશા ફેસેલીટર બહેનો ને ઓન લાઇન ટેકો ની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી અધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરે છે. 2 હજાર ઇન્સેન્ટિવ લેવા વાળી બહેનો હાઈફાઈ મોબાઈલ કેવી રીતે લાવે? વડાપ્રધાને મહિલાઓ ને સાચા અર્થ માં શક્તિ કરણ ની ભેટ આપવી હોય તો..... વર્ગ 4 નું મહેકમ ઊભું કરી કાયમી કર્મચારી બનાવે બંધારણ મુજબ લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતન ના કાયદા નો અમલ કરો ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવામાં આવે 180 દિવસ ની પગાર સહિત ની મેટર નીટી લિવ આપવામાં આવે કામ ન કલાકો નક્કી કરવામાં આવે રાત્રે લાભાર્થીને થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગ થી ભથ્થું ચૂકવવામાં આવે 40 વર્ષ પછી ની બહેનો નેપેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે દર વર્ષે બજેટ માં પગાર વધારો જાહેર કરી દિવાળી બોનસ આપવામાં આવે લાભાર્થી સાથે ડિલિવરી સમયે બે ત્રણ દિવસ રાત્રિ રોકાણ કરતી આશા વર્કર બહેનો માટે સરકારી /ખાનગી હોસ્પિટલમાં રીફ્રેશ થવા માટે ની વ્યવસ્થા કરવામાં આવે દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સારા કપડાની સાડીઓ આપવાના આવે અમારી માંગણીઓ પર સરકાર ધ્યાન નહીં આપે તો આવનાર સમયમાં ગાંધીનગર ખાતે આખા રાજ્ય ની આશા વર્કર અને આશા ફેસેલીટર બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડશે બાઈટ... ચંદ્રિકાબેન સોલંકી પ્રમુખ... મહિલા શક્તિ સેના
2
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 19, 2025 12:18:57
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કરજણ ગામ (કામરેજ ) સ્લગ :-1909ZK_NARK_KHADI_1 સલગ :-1909ZK_JANTA_RED_3 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... નર્ક ની ગલી બાદ સુરત જિલ્લામાં જોવા મળી નર્ક ની ખાડી , કામરેજ ના કરજણ ગામે ખાડી માં છોડવામાં આવતા કેમિકલ યુક્ત દુષિત પાણી ને લઈ ગ્રામજનો માં ભારે રોષ , ગઈકાલે ગામના લોકો એ પાઇપલાઇન માંથી પાણી કાઢી વિડીયો સોસીયલ મીડિયા માં વાયરલ કર્યો હતો , વિડીયો વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં વીઓ... ગઈકાલે સાંજના સમયે કામરેજ તાલુકાના કરજણ ગામ ના લોકો એ ખાડી માં આવતા ભૂરા કેમિકલ યુક્ત દુષિત પાણી જોતા પાણી ક્યાંથી આવે છે તેની તપાસ હાથ ધરી હતી , અને તપાસ કરતા કરતા ગામના નજીકમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં પહોચ્યા હતા. અને પાઈપ લાઈન ચેક કરતા એસ્ટેટ ની કોઈ મિલ માંથી આ પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું દેખાયું હતું , ગ્રામજનોએ પાઈપ લાઈનમાંથી પાણી કાઢી વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો , ગ્રામજનો એ ઝી ૨૪ કલાક નો સંપર્ક કરતા આજે વહેલી સવારે ટીમ ગામ ખાતે પહોંચી હતી અને પાઈપ લાઈન માંથી પાણી ક્યાં જાય છે ત્યાં જવાનો પ્રયાસ કર્યો હતો, ૩૦ મિનીટ ની જેહમત બાદ ઝાડી ઝાંખરા અને કાદવ કીચડ ભરેલા માર્ગ પરથી પસાર થઇ ગટર ના આઉટલેટ પર પહોંચતા સૌની આંખો ફાટી ગઈ હતી, વરસાદ ની ઋતુ માં જે રીતે કોઈ પહાડ પર થી ઝરણું ધોધ ખળખળ વહેતું હોય એમ કેમિકલ યુક્ત દુષિત પાણી ઝરણા રૂપે નીચે પડતું હતું. અને ખાડી માં વહેતું હતું , આ ખાડી આગળ જઈ તાપી નદી માં ભલે છે અને નદી કિનારે આવેલા ૧૮ જેટલા ગામો ને ગાય પગલા પાણી પુરવઠા જૂથ યોજના થાકી આ પની પીવા માટે સપ્લાય કરવામાં આવે છે. અને આજ તાપી નદી નું પાણી આખા સુરત શહેર ને પણ સપ્લાય કરવામાં આવે છે. વોક થ્રુ :- સંદીપ વસાવા (કરજણ ગામ) બાઈટ :- સુરેશ ભાઈ પટેલ (સરપંચ - કરજણ ગામ) વીઓ... કરજણ ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં ૨૫ થી વધુ મિલો આવેલી છે , ગ્રામજનો માટે સૌથી મોટો પ્રશ્ન હતો કે કઈ મિલ માંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેને લઇ ગ્રામજનો એ તમામ મિલ માં જનતા રેડ રૂપે તપાસ શરૂ કરી હતી ત્યારે એક મિલ માંથી આ દૂષિત પાણી નીકળતું હોવાનું શોધી કાઢ્યું હતું, આ મિલ માં પ્લાસ્ટિક વેસ્ટનો કચરો લાવી તેની કેમિકલ પ્રોસેસ કરી ને તેમાંથી પ્લાસ્ટિક ના દાણા બનાવવામાં આવી રહ્યા હતા. અને કેમિકલ યુક્ત વેસ્ટ દુષિત પાણી અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન વડે સીધું ખડી માં છોડવામાં આવી રહ્યું હતું, જોકે જનતા રેડ દરમ્યાન મિલ માલિક કે કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં મળી આવ્યા ન હતા. માત્ર કામદારો કામ કરી રહ્યા હતા. જોકે ગ્રામજનો એ GPCB ને જાન કરતા GPCB ની ટીમ દોડતા પગે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં પહોચી હતી અને દુષિત પાણી છોડતી મિલ માંથી નમૂના એકત્રિત કરી કાર્યવાહી શરૂ કરી હતી, જોકે ગ્રામજનો ની માંગ હતી કે આ મિલ ને કોઈ પણ ભોગે સીલ કરી બંધ કરી દેવામાં આવે. બાઈટ :- સંકેત ભાઈ પટેલ (સ્થાનિક કરજણ ગામ) બાઈટ :- વિજય ભાઈ પટેલ (સ્થાનિક ઘલા ગામ) બાઈટ :- સુરેશ ભાઈ (સ્થાનિક ઘલા ગામ) વોક થ્રુ :- સંદીપ વસાવા (કરજણ ઇન્ડસ્ટ્રીઝ )
3
comment0
Report
TDTEJAS DAVE
Sept 19, 2025 12:18:47
Mehsana, Gujarat:એન્કર;-અંધશ્રદ્ધા હોય ત્યાં માણસનો પણ ભોગ લેવાઈ જાય. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં એક અનોખો કિસ્સો નોંધાયો છે. એક પરિણીત મહિલાને તેના નણંદ, નણદોઈ અને અન્ય સંબંધીઓએ માત્ર શંકાના આધારે ગરમ તેલમાં હાથ નાખવા મજબૂર કરી. આ અંધશ્રદ્ધાની ઘટનાએ સમાજમાં ચકચાર મચાવી છે. વિઓ;-1 મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામે એક પરિણીતાને અંધશ્રદ્ધામાં વહેમમાં ઉકળતા તેલમાં હાથ નખાવવા ની ઘટના સામે આવી છે. આ ઘટના ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મહેસાણાના ગેરીતા ગામમાં બની હતી. ભોગ બનનાર મહિલા, નિરૂબેન રમેશભાઈ ઠાકોર, જેનો વ્યવસાય ખેતીકામ છે, તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના નણંદ જમનાબેન મનુભાઈ ઠાકોરે તેમના પર ચારિત્ર્ય પર ખોટો વહેમ રાખી ગાળો આપી હતી. જમનાબેને નિરૂબેનને ખેતરમાં કોઈ અન્ય પુરુષ સાથે હોવાનો આરોપ મૂક્યો હતો.જ્યારે નિરૂબેને આ વાતનો ઈન્કાર કર્યો, ત્યારે જમનાબેન ઉશ્કેરાઈ ગયા અને તેમણે તેમના પતિ મનુભાઈ, તેમના ભાઈ દયાલભાઈ રામશીભાઈ ઠાકોર અને હીરાભાઈ સોમાભાઈ ઠાકોરને બોલાવ્યા. આ તમામ આરોપીઓએ નિરૂબેનને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું અને કહ્યું કે જો તે સાચી હોય તો તેલથી દાઝશે નહીં. જ્યારે નિરૂબેને હાથ નાખવાની ના પાડી, ત્યારે જમનાબેને તેમને માર માર્યો હતો અને બળજબરી પૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નાખ્યા હતા. બાઈટ;-નીરૂબેન ઠાકોર-----ફરિયાદી વિઓ;-2 નીરૂબેન ના પાડતા રહ્યા અને જમનાબેન, મનુભાઈ, દયાલભાઈ અને હીરાભાઈએ નિરૂબેન પર બળજબરી કરી અને તેમનો હાથ ઉકળતા તેલમાં નાખ્યો, જેના કારણે તે દાઝી ગયા. એટલું જ નહીં, જમનાબેને તપેલીમાં ગરમ તેલ લઈ નિરૂબેનના જમણા પગ પર પણ રેડ્યું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ. આ ઘટના બાદ, નિરૂબેનના પતિ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ વિજાપુર પોલીસ સ્ટેશનમાં જમનાબેન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
5
comment0
Report
SBShilu Bhagvanji
Sept 19, 2025 12:16:51
Porbandar, Gujarat:1909 ZK PBR GATE એન્કર- પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ શહેરીજનો માટે વિકાસના કામો માટેની ગ્રાન્ટમાં પણ વધારો થયો છે.પરંતુ મનપાએ આ ગ્રાન્ટ જાણે કે ભ્રષ્ટાચાર માટે જ વધારો કરાયો હોય તેમ એક પછી એક કામને લઈને વિવાદો સામે આવી રહ્યાં છે.પોરબંદર મનપા વધુ એક વિવાદિત નિર્ણયને ચર્ચામાં આવી છે,જી હા ચોપાટી ગેટના 1.30 કરોડના કામને લઈને શહેરભરમાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. વિઓ-1 પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ એક પછી એક વિવાદ સામે આવી રહ્યાં છે.ટેક્સ વધારાને લઈને વિવાદ હોય કે પછી આઈકોનીક રોડના નામે 1 કરોડ રૂપિયાનો ધુમાડો કરવાની વાત હોય તેમામ કામગીરીને લઈને મહાનગરપાલિકાની ટીકા થઈ રહી છે.ત્યારે વધુ એક વિવાદિત કામને લઈને પોરબંદર મનપા ચર્ચામાં આવી છે.રૂપિયા 1.30 કરોડના ખર્ચે શહેરના હ્રદય સમા ચોપાટીના બે ગેટના ટેન્ડર કરવામાં આવ્યા છે.સમગ્ર ચોપાટીની ફરતે ચાર ગેટ આવેલા છે,તેમાથી ફક્ત બે જ ગેટના ટેન્ડર મનપા દ્રારા કરવામાં આવ્યા છે,તે પણ અધધ 1.30 કરોડના ખર્ચે એટલે કે એક ગેટની પાછળ મનપા 65 લાખ જેટલો મસમોટો ખર્ચ કરશે.ત્યારે સવાલ એ થાય છે કે એક ગેટ પાછળ 65 લાખનો કર્ચ કરવો કેટલો યોગ્ય ગણાય કારણ કે બે ગેટની કામગીરી બાદ મનપા ચોપાટીના રીડેવલોપમેન્ટ માટે સર્વે કરીને ટેન્કર કરનાર છે,ત્યારે તેમની સાથે કામ કરવાને બદલે અલગથી ગેટની કામગીરી કરવાવા પાછળનું કારણ શું?આ અંગે મનપા કમિશનરને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે ગેટને રીપેરીંગ કરવા કે નવા બનાવવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી,પરંતુ ગેટ રીપેરીંગનો ખર્ચ મોટો થતો હતો જેની સરખામણી કરતા નવા ગેટ બનાવવાનું વ્યાજબી જણાઈ આવતા પોરબંદર ચોપાટી ગેટને નવા બનાવવા ટેન્ડર કરવામાં આવ્યા છે.ચોપાટી ખાતે ગેટ માટે ટેન્ડરમાં એફઆરસી મટિરીયલની જોગવાઈ કરવામાં આવી છે.વધુમાં આજુ-બાજુમાં આવેલા લોખંડના નાના મોટા ગેટ આવેલા છે, તેના રિપેરીંગનો પણ આ ટેન્ડરમાં શમાવેશ કરવામાં આવેલ છે.સાથે જ પોરબંદરની સંસ્કૃતિ ઉજાગર થાય તે રીતે ગેટમાં ડિઝાઈન બનાવવામાં આવશે અને સાથે સાથે લાઈટિંગ ડેકોરેશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. બાઈટ-1 એચ.જે.પ્રજાપતિ મનપા કમિશનર,પોરબંદર વિઓ-2 પોરબંદર શહેરની ચોપાટીના ચાર ગેટ પૈકી બે ગેટ માટે 1.30 કરોડ રુપિયાનો મસમોટો ખર્ચ કરતા મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવ્યું છે,ત્યારે મનપા દ્રારા એક-એક ગેટ પર 65-65 લાખ રુપિયાનો ખર્ચે કરવામાં આવશે.આ અંગે પોરબંદર જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે ચુંટણી આવતા જાણે કે સુનીયોજીત ભ્રષ્ટાચાર આદર્યો હોય તેમ વનાણા ટોલનાકાથી શરૂ કરીને ચોપાટી સુધીના કામમાં ભ્રષ્ટાચાર કરીને ભાજપના કોન્ટ્રાક્ટરોને મદદરુપ થઈ રહ્યાં છે.વધુમાં તેમણે જણાવ્યું હતુ કે અમારા પુર્વ સાથીદારો જે ભાજપમાં ગયા છે તે કટકી કરવા માટે જ ગયા છે તેવા આક્ષેપો કર્યા હતા. બાઈટ-2 રાજુ ઓડેદરા પુર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ,પોરબંદર વિઓ-3 પોરબંદર મહાનગરપાલિકા અને ભ્રષ્ટાચાર જાણે કે એક બીજાના પર્યાય બની ગયા હોય તેમ એક પછી એક વિવાદ પીછો છોડવાનું નામ નથી લેતા.ત્યારે 1.30 કરોડના ખર્ચે પોરબંદર મહાનગરપાલિકા ચાર પૈકી માત્ર બે જ ગેટ બનાવનાર છે,ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આટલી રકમ માત્ર બે જ ગેટ બનશે તો પછી બાકી રહેતા બીજા બે ગેટ પાછળ ફરીથી કેટલો ખર્ચ કરાશે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
comment0
Report
GDGaurav Dave
Sept 19, 2025 12:05:11
Rajkot, Gujarat:SLUG - 1909ZK_LIVE_RJT_BJP_VIVAD REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 & WHATSAPP એન્કર - રાજકોટ શહેર ભાજપમાં આંતરિક વિવાદ સમવાનું નામ જ લેતો નથી...રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની બાદબાકી બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના સાશક પક્ષના નેતાએ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું આરોપ લગાવ્યો છે. ભાજપમાં મહિલા હોદ્દેદારને કોના ઈશારે હેરાન કરવામાં આવે છે અને ક્યાં કારણોસર ટાર્ગેટ કરવામાં આવે છે જૂઓ આ રિપોર્ટ... વિઓ - 1 રાજકોટ ભાજપમાં આતો શું ચાલી રહ્યું છે ? રાજ્યસભાના સાંસદ બાદ હવે સાશક પક્ષના નેતાનો વારો...! ડ્રાઇવરને છુટા કરવાનો આદેશ આપનાર કોણ ? ડ્રાઇવરનો બચાવ કરવા જતાં સાશક પક્ષના નેતા ફસાયા... સ્વ. વિજય રૂપાણીના પરિવાર પર હજુ લેવાઈ રહ્યો છે દાવ ?... રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિવાદમાં આવ્યા છે. સાશક પક્ષના નેતા લીલુબેન જાદવના ડ્રાઇવરોને તાત્કાલિક અસર થી છૂટા કરી દેવા આદેશ છૂટ્યો અને વિવાદ શરૂ થયો...ડ્રાઇવરોને છુટા કરી દેવામાં આવતા સાશક પક્ષના નેતા લીલુબેન જાદવે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ઓફિસરને પૂછતા મેયર ચેમ્બરમાંથી આદેશ આવ્યો હોવાનું કહ્યું હતું. જોકે મેયરને રજુઆત કરતા મેં આવો કોઈ આદેશ આપ્યો નથી તેવું કહી વાત ઉડાવી દીધી હતી. જોકે વિવાદ વધુ વકરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખને લીલુબેન જાદવે રજુઆત કરતા ''''દો કોડીના ડ્રાઇવર માટે આટલી માથાકૂટ ન હોઈ'''' કહી વાત ઉડાવી દેવામાં આવી હતી. જોકે ડ્રાઇવરને તો છુટા કરવાનું તો માત્ર બહાનું હતું તેની પાછળ જૂથવાદ જવાબદાર હતો...સ્વ. વિજય રૂપાણીના પરિવાર દ્વારા સોમનાથ મંદિર ખાતે ધજા ચડાવી હતી જેમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક ને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જ્યારે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી લીલુબેન જાદવ મહિલા મોરચાના કાર્યકરોને લઈને સરકારી કારમાં સોમનાથ ગયા હતા જે બીજા જૂથને ધ્યાને આવતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કહી ડ્રાઇવરને છુટા કરવા આદેશ કર્યો હતો. જોકે આ મામલે લીલુબેન જાદવે અનેક વખત રજુઆત કરી જેની રજુઆત ધ્યાન પર લેવામાં ન આવી. અંતે જે લીલુબેન જાદવે કહ્યું, ચોક્કસ લોકો જ મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારા બે ડ્રાઇવરોને કિન્નખોરી રાખી છુટા કરી દેવામાં આવ્યા છે. મારી છબી ખરડાવવાનો પ્રયાસ અમારા જ નેતાઓ કરી રહ્યા છે. સમય આવ્યે હું ઘણા ખુલાસાઓ કરીશ. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 12 બહેનો દ્વારા 15 પેજનો પણ પત્ર લખવામાં આવ્યો છે. બાઈટ - લીલુબેન જાદવ, સાશક પક્ષ નેતા, RMC જોકે આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું હતું કે, લીલુબેન જાદવ મારી પાસે રજૂઆત કરવા પણ આવ્યા નથી. ડ્રાઇવરની ફાળવણી ફાયર વિભાગ કરે છે. મહિલા મેયર તરીકે મારી પાસે તેને રજૂઆત કરવી જોઈએ. મારા વિરુદ્ધ પણ ભૂતકાળમાં ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને સમાચાર પણ લખવામાં આવ્યું હતા. હું મંજૂરી લઈને ગઈ હતી છતાં મારા વિરુદ્ધ કાવતરું કર્યું હતું. લીલુબેન જાદવની જે પણ સંવેદના હોઈ તે મને અને પાર્ટીને જાણ કરવી જોઈએ. મેયર મીડિયા પર ગીન્નાયા અને કહ્યું, પ્રશ્ન પૂછી તમે મને પણ પાડી દેવા માંગતા લાગો છો... બાઈટ - નયનાબેન પેઢડિયા, મેયર, રાજકોટ જ્યારે રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ ડો. માધવ દવેએ આરોપો નકાર્યા હતા. લીલુબેન જાદવનો પ્રશ્ન અમારા દ્વારા અગાઉ જ ઉકેલી દીધો હતો. મ્યુ.કમિશ્નર વિભાગમાંથી ડ્રાઇવરોની બદલી નક્કી થતી હોય છે. લીલુબેન જાદવ સવારે મારી સાથે હતા જ ત્યારે પણ કોઈ વાત કરી નથી. કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો તે અંગે મને જાણ પણ કરી નથી. મેં તેને ફોન કર્યો, પણ ફોન રિસીવ કર્યો નથી. શહેર અધ્યક્ષ તરીકે મને જાણ કરી પત્ર લખ્યો હોત તો સારું રહેત. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી દ્વારા સોમનાથ મંદિરે ધજા ચઢાવતા વિવાદ વકર્યો હતો. માધવ દવેએ કહ્યું, સ્વ. વિજય રૂપાણી અમારા સન્માનિય હતા અને રહેવાના છે.તેના કાર્યક્રમમાં જવું અને તેથી કોઈ આવું કરે તે વાતમાં તથ્ય નથી... બાઈટ - ડો. માધવ દવે, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ વિઓ - 2 જોકે આ મામલે સાશક પક્ષના નેતા લીલુબેન જાદવના ડ્રાઇવર મીડિયા સમક્ષ આવ્યા હતા. પૂર્વ ડ્રાઇવર ગજરાજસિંહ રાઠોડે નિવેદન આપતા કહ્યું હતું કે, અમે બે ડ્રાઇવર લીલુબેન જાદવની કારમાં નોકરી પર હતા. અચાનક જ અમને છુટા કરી દેવામાં આવ્યા હતા. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના આદેશ થી છુટા કરવામાં આવ્યા હતા. રજૂઆત કરવા જતાં ફાયર ઓફિસરે પણ પદાધિકારીઓના કહેવાથી છુટા કર્યા હોવાની વાત કરી હતી. લીલુબેન જાદવે મેયરને ફોન કરી રજૂઆત કરી જ હતી. જોકે ત્યારે તેને આવ કોઈ આદેશ કર્યા નથી કહીને વાત ઉડાવી દીધી હતી. અમે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી છીએ. અમારો પગાર 12000 જ છે. છુટા કરી દેવામાં આવતા નોકરી ગોતિએ છીએ. મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને પદાધિકારીઓને લઈને આગામી દિવસોમાં અનેક ખુલાસા કરીશ... બાઈટ - ગજરાજસિંહ રાઠોડ, પૂર્વ ડ્રાઇવર, RMC તો બીજી તરફ રાજકોટ મનપા વિરોધપક્ષ ના નેતા વશરામ સાગઠીયાએ કહ્યું હતું કે, શહેર ભાજપમાં અલગ અલગ જૂથવાદ ના કારણે મહિલાઓને રડવું પડે છે. આ પહેલા મહિલા મેયરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા હવે લીલુબેન જાદવ સાથે અન્યાય થઈ રહ્યો છે. જૂથવાદ નો ભોગ મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે. મેયર સહિત નેતાઓ દબાયેલા છે કાંઈ ખુલીને બોલી શકતા નથી. મહિલાઓને મર્યાદા અને સન્માન જડવાતું નથી,વશરામ સાગઠિયા... બાઈટ-વશરામ સાગઠીયા, વિરોધપક્ષના નેતા, RMC વિઓ - 3 રાજકોટ શહેર ભાજપના આંતરિક જૂથવાદનો કારણે મહિલા કોર્પોરેટરો હોઈ કે પછી મહિલા પદાધિકારી હોઈ. તમામ લોકો રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા છે. સાશક પક્ષના નેતા લીલુબેન જાદવ પદાધિકારી હોવા છતાં તેનું અપમાન કરવામાં આવે છે. જાહેર ખાતમુહૂર્તનો કાર્યક્રમ હોઈ તો તેને સ્થાન ન આપવામાં આવે, મેયર ચેમ્બરમાં બોલાવી ધમકાવવામાં આવે, દંડક મનીષ રાડીયા અને લીલુબેન જાદવ મેયર ચેમ્બરમાં તું-તુંકારે આવી જાય અને હવે તો ગાંધીનગર બેઠકમાં ગયા બાદ બીજા દિવસે અંબાજી દર્શને કેમ ગયા કહીને વિવાદ કરવો. લીલુબેન જાદવ સાશક પક્ષના નેતા મહિલા હોવા છતાં તેનું અપમાન કરવામાં આવ્યું. એક તરફ મહિલાઓની અપમાન કરનારા સામે વિરોધ કરવા ભાજપના જ કાર્યકરો રસ્તા પર ઉતરી આવે છે જ્યારે પક્ષમાં રહેલા મહિલા પદાધિકારીઓનું તેના જ સાથી પદાધિકારીઓ ચીર હરણ કરતા હોવાના આરોપ લાગી રહ્યા છે. ભાજપને સિસ્ત વાળી પાર્ટી કહેવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમય થી રાજકોટ શહેર ભાજપમાં વડીલોનું અપમાન, મહિલાનું અપમાન કોમન બની ગયું છે. ત્યારે પ્રદેશ ભાજપ કઈ રીતે પગલાં ભરે છે તે જોવું રહ્યું. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
1
comment0
Report
AKArpan Kaydawala
Sept 19, 2025 11:55:11
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા જુના અચેર ગામના સુભાષ નગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનને લઈને વિવાદ સર્જાયો છે. Amc ના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરેલી કામગીરીમાં 5 કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પણ સ્થાનિકોનો આરોપ છે કે કોર્ટ મેટર ચાલતી હોવા છતાં અને આગામી 22સપ્ટેમ્બરે વધુ મુદત હોવા છતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બળજબરી પૂર્વક અમલ કરી દેવાયો છે.અસરગ્રસ્તનું કહેવું છે કે અનેક વિનંતી બાદ પણ તંત્રએ ચોમાસામાં તેમની છત છીનવી લીધી છે. બીજી તરફ આ કામગીરી સમયે હોબાળો કરનાર કેટલાક લોકોની અટકાયત પણ કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. બાઈટ : રામબહાદુર રાઠોડ, અસરગ્રસ્ત
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 19, 2025 11:53:44
Surat, Gujarat:સુરત બ્રેક સુરત ખોડલધામ સમિતિનો મોટો નિર્ણય – નવરાત્રી ગરબામાં અન્ય ધર્મના લોકોને ‘નો એન્ટ્રી’ લવ જેહાદ અટકાવવા માટે ગરબામાં પ્રવેશ પહેલાં ફરજિયાત આઈડી ચેક “સમાજની દીકરી, સમાજના આંગણે” – દીકરીઓની સુરક્ષાના હેતુથી કડક નિયમ કોસમાડા લાઈવ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માટે ભંડોળ એકત્ર થશે મહિલાઓ માટે નિઃશુલ્ક પ્રવેશ – સુરક્ષા માટે સ્વયંસેવકોની મોટી ટીમ તૈનાત પાટીદાર નેતા નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 28 સ્થળે પારિવારિક ગરબા ચેરીટી સાથે સુરક્ષા – ખોડલધામ સમિતિનો આગવો પ્રયાસ બાઈટ..ધાર્મિક માલવીયા..પાસ નેતા
0
comment0
Report
NDNavneet Dalwadi
Sept 19, 2025 11:34:28
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૧૯/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ. એન્કર/વિઓ: આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એરપોર્ટ ખાતે ઉતરાણ બાદ શહેરના મહિલા કોલેજ સર્કલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે, અને ત્યાર બાદ જવાહર મેદાન ખાતેના સભા સ્થળ સુધી દોઢ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાશે, રોડ શો દરમ્યાન અનેક જગ્યા પર વિવિધ પ્રકારના કાર્યક્રમો અને સ્વાગત થશે. રોડ શોના સમગ્ર રૂટને સુંદરરીતે શણગારવામાં આવ્યો છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધી વિવિધ સ્થળોની ઝાંખી કરાવતા ટેબલો ગોઠવવામાં આવ્યા છે. ઉપસ્થિત 25 હજારથી વધુ માનવ મેદનીનુ પ્રધાનમંત્રી અભિવાદન ઝીલશે. જેને લઈને તમામ પ્રકારની સુરક્ષા ને ધ્યાને રાખી સભાસ્થળ સુધી થ્રિ લેયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 11 એસપી, 23 ડીવાયએસપી, એસ.આર.પી ની બે કંપની સહિત 4000 જેટલાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીની ઝેડ પ્લસ અને એસપીજી સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા કવચ તૈયાર કરાયું છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની માટે 1200 એસ.ટી બસોની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સભા સિહાલ પર ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં 65 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ શો પૂર્ણ કરી સવારે 10: 30 કલાકે નરેન્દ્ર મોદી સભા સ્થળ પર ઉપસ્થિત થશે. પ્રધાનમંત્રીના રોકાણ દરમ્યાન અલંગ, બંદરો, શીપીંગ અને જીએમબી ને લગતા 1.50 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થશે. તેમજ સાગરમાલા 2.0 માટે 75,000 કરોડ, શિપ બિલ્ડીંગ ફાઇનાન્સ આસિસ્ટન્ટના 24,736 કરોડ, મેરીટાઈમ ડેવલોપમેન્ટ ફંડના 25,000 કરોડ, શિપ બિલ્ડીંગ ડેવલપમેન્ટ સ્કીમના 19,989 કરોડ, પટના વારાણસી અને કોલકત્તામાં વોટર મેટ્રોના વિકાસ માટે 2700 કરોડની પ્રધાનમંત્રી ઘોષણા કરશે. સાથે વારાણસી શિપ રીપેર ફેસીલીટી માટે 300 કરોડ, વારાણસીમાં ફ્લેટ વિલેજ બનાવવા 200 કરોડ, મુંબઈ પોર્ટ ઓથોરિટી માં ક્રુઝ ટર્મિનલ માટે 303 કરોડની પ્રધાનમંત્રી ઘોષણા કરશે. આ સાથે છારા પોર્ટ એચપી, એલએનજી ટર્મિનલ માટે 4700 કરોડ, ગુજરાત રિફાઇનરી ખાતે એક્રેલિક ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ માટે 5894 કરોડ, સુરેન્દ્રનગર 400 મેગા વોટ સોલાર પ્રોજેક્ટ 1500 કરોડ, પટણા ખાતે 200 મેગા વોટ પ્લાન્ટના 1050 કરોડ, તેમજ ભાવનગરમાં સિવિલ હોસ્પિટલના એકેડેમિક બ્લોક, શિક્ષણ ભવન, એમસીએચ બ્લોક માટે 584 કરોડ, ભાવનગરના કુંભારવાડાના 84 કરોડના 45 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 134 કરોડના ફ્લાય ઓવરબ્રિજ, કુંભારવાડા દસનાળા ફોરલેન 29 કરોડ, ભાવનગર બાડાના 46 કરોડ સહિતના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે, આ સહિત વડાપ્રધાનના હસ્તે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત પાંચ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. બાઈટ : જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય, ભાવનગર પશ્ચિમ. બાઈટ : નિતેશ પાંડે, જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર.
0
comment0
Report
MDMustak Dal
Sept 19, 2025 10:47:37
Jamnagar, Gujarat:તા.19-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : હત્યા Slug : 1909 ZK JMR MURDER ફોર્મેટ : SAVDHAN GUJARAT લોકેશન : જામનગર ટીકર... જામનગરમાં ગેરેજ સંચાલકની પરોઢીયે હત્યા લાલવાડી વિસ્તારમાં હત્યાની ઘટનાથી ભારે ચકચાર માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું પોલીસ દ્વારા હત્યારાને શોધવા માટેની કવાયત એન્કર : જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને લાલવાડી એરિયામાં ગેરેજ ચલાવતા અખ્તર રફિકભાઈ ખીરા નામના ૨૭ વર્ષના સુમરા યુવાનની આજે પરોઢિયે કોઈ શખ્સ દ્વારા હત્યા નિપજાવાઈ છે. સંચાલક યુવાન લાલવાડી વિસ્તારમાં લોહી લુહાણ થઈને ઢળી પડયો હતો. જેને સારવાર માટે વહેલી સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનો મૃતદેહજ પહોંચ્યો હતો. અને બનાવ હત્યામાં પલટાયો હતો. વિઓ : 01 આ ઘટનાની જાણ થતાં મૃતક અખ્તર ના પિતા રફિકભાઈ તથા અન્ય પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સમગ્ર પરિવારમાં માતમ છવાયો હતો. આ મામલે પોલીસને જાણ થવાથી સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા અને તેમનો સ્ટાફ પણ બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો. અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. વિઓ : 02 મૃતકના પિતા રફિકભાઈના જણાવ્યા અનુસાર તેના પુત્રને એક શખ્સ સાથે વાંધો ચાલતો હતો, અને તેના દ્વારા આ હત્યા નિપજાવાઈ હોવાની શંકા દર્શાવી છે. મૃતક યુવાને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી દીધા હોવાથી તેની ખોપડી ફાટી ગઈ છે અને બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે બનાવના આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા વગેરેની મદદ લઈને હત્યારા ને શોધવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. બાઈટ : ઇરફાન ખીરા ( મૃતકના ભાઈ ) બાઈટ : જ્યવીરસિંહ ઝાલા ( Dysp જામનગર)
0
comment0
Report
Advertisement
Back to top