Back
प्रधानमंत्री मोदी भावनगर आगमन: तैयारियाँ आख़िरी चरण में
NDNavneet Dalwadi
Sept 19, 2025 11:34:28
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૧૯/૦૯/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ.
એન્કર/વિઓ:
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એરપોર્ટ ખાતે ઉતરાણ બાદ શહેરના મહિલા કોલેજ સર્કલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે, અને ત્યાર બાદ જવાહર મેદાન ખાતેના સભા સ્થળ સુધી દોઢ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાશે, રોડ શો દરમ્યાન અનેક જગ્યા પર વિવિધ પ્રકારના કાર્યક્રમો અને સ્વાગત થશે. રોડ શોના સમગ્ર રૂટને સુંદરરીતે શણગારવામાં આવ્યો છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધી વિવિધ સ્થળોની ઝાંખી કરાવતા ટેબલો ગોઠવવામાં આવ્યા છે. ઉપસ્થિત 25 હજારથી વધુ માનવ મેદનીનુ પ્રધાનમંત્રી અભિવાદન ઝીલશે. જેને લઈને તમામ પ્રકારની સુરક્ષા ને ધ્યાને રાખી સભાસ્થળ સુધી થ્રિ લેયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 11 એસપી, 23 ડીવાયએસપી, એસ.આર.પી ની બે કંપની સહિત 4000 જેટલાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીની ઝેડ પ્લસ અને એસપીજી સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા કવચ તૈયાર કરાયું છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની માટે 1200 એસ.ટી બસોની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સભા સિહાલ પર ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં 65 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ શો પૂર્ણ કરી સવારે 10: 30 કલાકે નરેન્દ્ર મોદી સભા સ્થળ પર ઉપસ્થિત થશે. પ્રધાનમંત્રીના રોકાણ દરમ્યાન અલંગ, બંદરો, શીપીંગ અને જીએમબી ને લગતા 1.50 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થશે. તેમજ સાગરમાલા 2.0 માટે 75,000 કરોડ, શિપ બિલ્ડીંગ ફાઇનાન્સ આસિસ્ટન્ટના 24,736 કરોડ, મેરીટાઈમ ડેવલોપમેન્ટ ફંડના 25,000 કરોડ, શિપ બિલ્ડીંગ ડેવલપમેન્ટ સ્કીમના 19,989 કરોડ, પટના વારાણસી અને કોલકત્તામાં વોટર મેટ્રોના વિકાસ માટે 2700 કરોડની પ્રધાનમંત્રી ઘોષણા કરશે. સાથે વારાણસી શિપ રીપેર ફેસીલીટી માટે 300 કરોડ, વારાણસીમાં ફ્લેટ વિલેજ બનાવવા 200 કરોડ, મુંબઈ પોર્ટ ઓથોરિટી માં ક્રુઝ ટર્મિનલ માટે 303 કરોડની પ્રધાનમંત્રી ઘોષણા કરશે. આ સાથે છારા પોર્ટ એચપી, એલએનજી ટર્મિનલ માટે 4700 કરોડ, ગુજરાત રિફાઇનરી ખાતે એક્રેલિક ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ માટે 5894 કરોડ, સુરેન્દ્રનગર 400 મેગા વોટ સોલાર પ્રોજેક્ટ 1500 કરોડ, પટણા ખાતે 200 મેગા વોટ પ્લાન્ટના 1050 કરોડ, તેમજ ભાવનગરમાં સિવિલ હોસ્પિટલના એકેડેમિક બ્લોક, શિક્ષણ ભવન, એમસીએચ બ્લોક માટે 584 કરોડ, ભાવનગરના કુંભારવાડાના 84 કરોડના 45 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 134 કરોડના ફ્લાય ઓવરબ્રિજ, કુંભારવાડા દસનાળા ફોરલેન 29 કરોડ, ભાવનગર બાડાના 46 કરોડ સહિતના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે, આ સહિત વડાપ્રધાનના હસ્તે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત પાંચ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
બાઈટ : જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય, ભાવનગર પશ્ચિમ.
બાઈટ : નિતેશ પાંડે, જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 19, 2025 13:20:570
Report
DRDarshal Raval
FollowSept 19, 2025 12:53:040
Report
NJNILESH JOSHI
FollowSept 19, 2025 12:51:290
Report
DMDURGESH MEHTA
FollowSept 19, 2025 12:20:112
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 12:18:573
Report
TDTEJAS DAVE
FollowSept 19, 2025 12:18:475
Report
SBShilu Bhagvanji
FollowSept 19, 2025 12:16:510
Report
GDGaurav Dave
FollowSept 19, 2025 12:05:111
Report
TTTapan Thakar
FollowSept 19, 2025 12:05:023
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 11:55:110
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 19, 2025 11:55:020
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 11:53:440
Report
RARavi Agrawal
FollowSept 19, 2025 10:51:223
Report
MDMustak Dal
FollowSept 19, 2025 10:47:370
Report