Back
राजकोट BJP में गुटबाज़ी का उठा मंजर: महिला नेता निशाने पर
GDGaurav Dave
Sept 19, 2025 12:05:11
Rajkot, Gujarat
SLUG - 1909ZK_LIVE_RJT_BJP_VIVAD
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75 & WHATSAPP
એન્કર - રાજકોટ શહેર ભાજપમાં આંતરિક વિવાદ સમવાનું નામ જ લેતો નથી...રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની બાદબાકી બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના સાશક પક્ષના નેતાએ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું આરોપ લગાવ્યો છે. ભાજપમાં મહિલા હોદ્દેદારને કોના ઈશારે હેરાન કરવામાં આવે છે અને ક્યાં કારણોસર ટાર્ગેટ કરવામાં આવે છે જૂઓ આ રિપોર્ટ...
વિઓ - 1
રાજકોટ ભાજપમાં
આતો શું ચાલી રહ્યું છે ?
રાજ્યસભાના સાંસદ બાદ
હવે સાશક પક્ષના નેતાનો વારો...!
ડ્રાઇવરને છુટા કરવાનો
આદેશ આપનાર કોણ ?
ડ્રાઇવરનો બચાવ કરવા જતાં
સાશક પક્ષના નેતા ફસાયા...
સ્વ. વિજય રૂપાણીના પરિવાર
પર હજુ લેવાઈ રહ્યો છે દાવ ?...
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિવાદમાં આવ્યા છે. સાશક પક્ષના નેતા લીલુબેન જાદવના ડ્રાઇવરોને તાત્કાલિક અસર થી છૂટા કરી દેવા આદેશ છૂટ્યો અને વિવાદ શરૂ થયો...ડ્રાઇવરોને છુટા કરી દેવામાં આવતા સાશક પક્ષના નેતા લીલુબેન જાદવે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ઓફિસરને પૂછતા મેયર ચેમ્બરમાંથી આદેશ આવ્યો હોવાનું કહ્યું હતું. જોકે મેયરને રજુઆત કરતા મેં આવો કોઈ આદેશ આપ્યો નથી તેવું કહી વાત ઉડાવી દીધી હતી. જોકે વિવાદ વધુ વકરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખને લીલુબેન જાદવે રજુઆત કરતા ''''દો કોડીના ડ્રાઇવર માટે આટલી માથાકૂટ ન હોઈ'''' કહી વાત ઉડાવી દેવામાં આવી હતી. જોકે ડ્રાઇવરને તો છુટા કરવાનું તો માત્ર બહાનું હતું તેની પાછળ જૂથવાદ જવાબદાર હતો...સ્વ. વિજય રૂપાણીના પરિવાર દ્વારા સોમનાથ મંદિર ખાતે ધજા ચડાવી હતી જેમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક ને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જ્યારે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી લીલુબેન જાદવ મહિલા મોરચાના કાર્યકરોને લઈને સરકારી કારમાં સોમનાથ ગયા હતા જે બીજા જૂથને ધ્યાને આવતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કહી ડ્રાઇવરને છુટા કરવા આદેશ કર્યો હતો. જોકે આ મામલે લીલુબેન જાદવે અનેક વખત રજુઆત કરી જેની રજુઆત ધ્યાન પર લેવામાં ન આવી. અંતે જે લીલુબેન જાદવે કહ્યું, ચોક્કસ લોકો જ મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારા બે ડ્રાઇવરોને કિન્નખોરી રાખી છુટા કરી દેવામાં આવ્યા છે. મારી છબી ખરડાવવાનો પ્રયાસ અમારા જ નેતાઓ કરી રહ્યા છે. સમય આવ્યે હું ઘણા ખુલાસાઓ કરીશ. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 12 બહેનો દ્વારા 15 પેજનો પણ પત્ર લખવામાં આવ્યો છે.
બાઈટ - લીલુબેન જાદવ, સાશક પક્ષ નેતા, RMC
જોકે આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું હતું કે, લીલુબેન જાદવ મારી પાસે રજૂઆત કરવા પણ આવ્યા નથી. ડ્રાઇવરની ફાળવણી ફાયર વિભાગ કરે છે. મહિલા મેયર તરીકે મારી પાસે તેને રજૂઆત કરવી જોઈએ. મારા વિરુદ્ધ પણ ભૂતકાળમાં ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને સમાચાર પણ લખવામાં આવ્યું હતા. હું મંજૂરી લઈને ગઈ હતી છતાં મારા વિરુદ્ધ કાવતરું કર્યું હતું. લીલુબેન જાદવની જે પણ સંવેદના હોઈ તે મને અને પાર્ટીને જાણ કરવી જોઈએ. મેયર મીડિયા પર ગીન્નાયા અને કહ્યું, પ્રશ્ન પૂછી તમે મને પણ પાડી દેવા માંગતા લાગો છો...
બાઈટ - નયનાબેન પેઢડિયા, મેયર, રાજકોટ
જ્યારે રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ ડો. માધવ દવેએ આરોપો નકાર્યા હતા. લીલુબેન જાદવનો પ્રશ્ન અમારા દ્વારા અગાઉ જ ઉકેલી દીધો હતો. મ્યુ.કમિશ્નર વિભાગમાંથી ડ્રાઇવરોની બદલી નક્કી થતી હોય છે. લીલુબેન જાદવ સવારે મારી સાથે હતા જ ત્યારે પણ કોઈ વાત કરી નથી. કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો તે અંગે મને જાણ પણ કરી નથી. મેં તેને ફોન કર્યો, પણ ફોન રિસીવ કર્યો નથી. શહેર અધ્યક્ષ તરીકે મને જાણ કરી પત્ર લખ્યો હોત તો સારું રહેત. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી દ્વારા સોમનાથ મંદિરે ધજા ચઢાવતા વિવાદ વકર્યો હતો. માધવ દવેએ કહ્યું, સ્વ. વિજય રૂપાણી અમારા સન્માનિય હતા અને રહેવાના છે.તેના કાર્યક્રમમાં જવું અને તેથી કોઈ આવું કરે તે વાતમાં તથ્ય નથી...
બાઈટ - ડો. માધવ દવે, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ
વિઓ - 2
જોકે આ મામલે સાશક પક્ષના નેતા લીલુબેન જાદવના ડ્રાઇવર મીડિયા સમક્ષ આવ્યા હતા. પૂર્વ ડ્રાઇવર ગજરાજસિંહ રાઠોડે નિવેદન આપતા કહ્યું હતું કે, અમે બે ડ્રાઇવર લીલુબેન જાદવની કારમાં નોકરી પર હતા. અચાનક જ અમને છુટા કરી દેવામાં આવ્યા હતા. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના આદેશ થી છુટા કરવામાં આવ્યા હતા. રજૂઆત કરવા જતાં ફાયર ઓફિસરે પણ પદાધિકારીઓના કહેવાથી છુટા કર્યા હોવાની વાત કરી હતી. લીલુબેન જાદવે મેયરને ફોન કરી રજૂઆત કરી જ હતી. જોકે ત્યારે તેને આવ કોઈ આદેશ કર્યા નથી કહીને વાત ઉડાવી દીધી હતી. અમે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી છીએ. અમારો પગાર 12000 જ છે. છુટા કરી દેવામાં આવતા નોકરી ગોતિએ છીએ. મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને પદાધિકારીઓને લઈને આગામી દિવસોમાં અનેક ખુલાસા કરીશ...
બાઈટ - ગજરાજસિંહ રાઠોડ, પૂર્વ ડ્રાઇવર, RMC
તો બીજી તરફ રાજકોટ મનપા વિરોધપક્ષ ના નેતા વશરામ સાગઠીયાએ કહ્યું હતું કે, શહેર ભાજપમાં અલગ અલગ જૂથવાદ ના કારણે મહિલાઓને રડવું પડે છે. આ પહેલા મહિલા મેયરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા હવે લીલુબેન જાદવ સાથે અન્યાય થઈ રહ્યો છે. જૂથવાદ નો ભોગ મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે. મેયર સહિત નેતાઓ દબાયેલા છે કાંઈ ખુલીને બોલી શકતા નથી. મહિલાઓને મર્યાદા અને સન્માન જડવાતું નથી,વશરામ સાગઠિયા...
બાઈટ-વશરામ સાગઠીયા, વિરોધપક્ષના નેતા, RMC
વિઓ - 3
રાજકોટ શહેર ભાજપના આંતરિક જૂથવાદનો કારણે મહિલા કોર્પોરેટરો હોઈ કે પછી મહિલા પદાધિકારી હોઈ. તમામ લોકો રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા છે. સાશક પક્ષના નેતા લીલુબેન જાદવ પદાધિકારી હોવા છતાં તેનું અપમાન કરવામાં આવે છે. જાહેર ખાતમુહૂર્તનો કાર્યક્રમ હોઈ તો તેને સ્થાન ન આપવામાં આવે, મેયર ચેમ્બરમાં બોલાવી ધમકાવવામાં આવે, દંડક મનીષ રાડીયા અને લીલુબેન જાદવ મેયર ચેમ્બરમાં તું-તુંકારે આવી જાય અને હવે તો ગાંધીનગર બેઠકમાં ગયા બાદ બીજા દિવસે અંબાજી દર્શને કેમ ગયા કહીને વિવાદ કરવો. લીલુબેન જાદવ સાશક પક્ષના નેતા મહિલા હોવા છતાં તેનું અપમાન કરવામાં આવ્યું. એક તરફ મહિલાઓની અપમાન કરનારા સામે વિરોધ કરવા ભાજપના જ કાર્યકરો રસ્તા પર ઉતરી આવે છે જ્યારે પક્ષમાં રહેલા મહિલા પદાધિકારીઓનું તેના જ સાથી પદાધિકારીઓ ચીર હરણ કરતા હોવાના આરોપ લાગી રહ્યા છે. ભાજપને સિસ્ત વાળી પાર્ટી કહેવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમય થી રાજકોટ શહેર ભાજપમાં વડીલોનું અપમાન, મહિલાનું અપમાન કોમન બની ગયું છે. ત્યારે પ્રદેશ ભાજપ કઈ રીતે પગલાં ભરે છે તે જોવું રહ્યું.
ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 19, 2025 13:20:570
Report
DRDarshal Raval
FollowSept 19, 2025 12:53:040
Report
NJNILESH JOSHI
FollowSept 19, 2025 12:51:290
Report
DMDURGESH MEHTA
FollowSept 19, 2025 12:20:112
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 12:18:573
Report
TDTEJAS DAVE
FollowSept 19, 2025 12:18:475
Report
SBShilu Bhagvanji
FollowSept 19, 2025 12:16:510
Report
TTTapan Thakar
FollowSept 19, 2025 12:05:023
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 11:55:110
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 19, 2025 11:55:020
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 11:53:440
Report
NDNavneet Dalwadi
FollowSept 19, 2025 11:34:280
Report
RARavi Agrawal
FollowSept 19, 2025 10:51:223
Report
MDMustak Dal
FollowSept 19, 2025 10:47:370
Report