Back
पोरबंदर चोपाटी गेट: 1.30 करोड़ का टेन्डर, विवाद शुरू
SBShilu Bhagvanji
Sept 19, 2025 12:16:51
Porbandar, Gujarat
1909 ZK PBR GATE
એન્કર-
પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ શહેરીજનો માટે વિકાસના કામો માટેની ગ્રાન્ટમાં પણ વધારો થયો છે.પરંતુ મનપાએ આ ગ્રાન્ટ જાણે કે ભ્રષ્ટાચાર માટે જ વધારો કરાયો હોય તેમ એક પછી એક કામને લઈને વિવાદો સામે આવી રહ્યાં છે.પોરબંદર મનપા વધુ એક વિવાદિત નિર્ણયને ચર્ચામાં આવી છે,જી હા ચોપાટી ગેટના 1.30 કરોડના કામને લઈને શહેરભરમાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
વિઓ-1
પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ એક પછી એક વિવાદ સામે આવી રહ્યાં છે.ટેક્સ વધારાને લઈને વિવાદ હોય કે પછી આઈકોનીક રોડના નામે 1 કરોડ રૂપિયાનો ધુમાડો
કરવાની વાત હોય તેમામ કામગીરીને લઈને મહાનગરપાલિકાની ટીકા થઈ રહી છે.ત્યારે વધુ એક વિવાદિત કામને લઈને પોરબંદર મનપા ચર્ચામાં આવી છે.રૂપિયા 1.30 કરોડના
ખર્ચે શહેરના હ્રદય સમા ચોપાટીના બે ગેટના ટેન્ડર કરવામાં આવ્યા છે.સમગ્ર ચોપાટીની ફરતે ચાર ગેટ આવેલા છે,તેમાથી ફક્ત બે જ ગેટના ટેન્ડર મનપા દ્રારા કરવામાં આવ્યા છે,તે પણ અધધ 1.30 કરોડના ખર્ચે એટલે કે એક ગેટની પાછળ મનપા 65 લાખ જેટલો મસમોટો ખર્ચ કરશે.ત્યારે સવાલ એ થાય છે કે એક ગેટ પાછળ 65 લાખનો કર્ચ કરવો
કેટલો યોગ્ય ગણાય કારણ કે બે ગેટની કામગીરી બાદ મનપા ચોપાટીના રીડેવલોપમેન્ટ માટે સર્વે કરીને ટેન્કર કરનાર છે,ત્યારે તેમની સાથે કામ કરવાને બદલે અલગથી ગેટની કામગીરી કરવાવા પાછળનું કારણ શું?આ અંગે મનપા કમિશનરને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે ગેટને રીપેરીંગ કરવા કે નવા બનાવવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી,પરંતુ ગેટ રીપેરીંગનો ખર્ચ મોટો થતો હતો જેની સરખામણી કરતા નવા ગેટ બનાવવાનું વ્યાજબી જણાઈ આવતા પોરબંદર ચોપાટી ગેટને નવા બનાવવા ટેન્ડર કરવામાં
આવ્યા છે.ચોપાટી ખાતે ગેટ માટે ટેન્ડરમાં એફઆરસી મટિરીયલની જોગવાઈ કરવામાં આવી છે.વધુમાં આજુ-બાજુમાં આવેલા લોખંડના નાના મોટા ગેટ આવેલા છે, તેના રિપેરીંગનો પણ આ ટેન્ડરમાં શમાવેશ કરવામાં આવેલ છે.સાથે જ પોરબંદરની સંસ્કૃતિ ઉજાગર થાય તે રીતે ગેટમાં ડિઝાઈન બનાવવામાં આવશે અને સાથે સાથે લાઈટિંગ
ડેકોરેશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
બાઈટ-1
એચ.જે.પ્રજાપતિ
મનપા કમિશનર,પોરબંદર
વિઓ-2
પોરબંદર શહેરની ચોપાટીના ચાર ગેટ પૈકી બે ગેટ માટે 1.30 કરોડ રુપિયાનો મસમોટો ખર્ચ કરતા મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવ્યું છે,ત્યારે મનપા દ્રારા એક-એક ગેટ પર 65-65 લાખ રુપિયાનો ખર્ચે કરવામાં આવશે.આ અંગે પોરબંદર જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે ચુંટણી આવતા જાણે કે
સુનીયોજીત ભ્રષ્ટાચાર આદર્યો હોય તેમ વનાણા ટોલનાકાથી શરૂ કરીને ચોપાટી સુધીના કામમાં ભ્રષ્ટાચાર કરીને ભાજપના કોન્ટ્રાક્ટરોને મદદરુપ થઈ રહ્યાં છે.વધુમાં તેમણે
જણાવ્યું હતુ કે અમારા પુર્વ સાથીદારો જે ભાજપમાં ગયા છે તે કટકી કરવા માટે જ ગયા છે તેવા આક્ષેપો કર્યા હતા.
બાઈટ-2
રાજુ ઓડેદરા
પુર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ,પોરબંદર
વિઓ-3
પોરબંદર મહાનગરપાલિકા અને ભ્રષ્ટાચાર જાણે કે એક બીજાના પર્યાય બની ગયા હોય તેમ એક પછી એક વિવાદ પીછો છોડવાનું નામ નથી લેતા.ત્યારે 1.30 કરોડના ખર્ચે પોરબંદર મહાનગરપાલિકા ચાર પૈકી માત્ર બે જ ગેટ બનાવનાર છે,ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આટલી રકમ માત્ર બે જ ગેટ બનશે તો પછી બાકી રહેતા બીજા બે ગેટ પાછળ ફરીથી કેટલો ખર્ચ કરાશે.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSHAILESH CHAUHAN
FollowSept 19, 2025 15:01:390
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:453
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:363
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 14:49:210
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 13:20:570
Report
DRDarshal Raval
FollowSept 19, 2025 12:53:042
Report
NJNILESH JOSHI
FollowSept 19, 2025 12:51:290
Report
DMDURGESH MEHTA
FollowSept 19, 2025 12:20:112
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 12:18:573
Report
TDTEJAS DAVE
FollowSept 19, 2025 12:18:475
Report
GDGaurav Dave
FollowSept 19, 2025 12:05:111
Report
TTTapan Thakar
FollowSept 19, 2025 12:05:023
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 11:55:110
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 19, 2025 11:55:020
Report