Back
अंधविश्वास के नाम पर विवाहिता के हाथ उबलते तेल में डाले; गिरफ्तार
TDTEJAS DAVE
Sept 19, 2025 12:18:47
Mehsana, Gujarat
એન્કર; -અંધશ્રદ્ધા હોય ત્યાં માણસનો પણ ભોગ લેવાઈ જાય. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં એક અનોખો કિસ્સો નોંધાયો છે. એક પરિણીત મહિલાને તેના નણંદ, નણદોઈ અને અન્ય સંબંધીઓએ માત્ર શંકાના આધારે ગરમ તેલમાં હાથ નાખવા મજબૂર કરી. આ અંધશ્રદ્ધાની ઘટનાએ સમાજમાં ચકચાર મચાવી છે.
વિઓ; -1 મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામે એક પરિણીતાને અંધશ્રદ્ધામાં વહેમમાં ઉકળતા તેલમાં હાથ નખાવવા ની ઘટના સામે આવી છે.
આ ઘટના ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મહેસાણાના ગેરીતા ગામમાં બની હતી. ભોગ બનનાર મહિલા, નિરૂબેન રમેશભાઈ ઠાકોર, જેનો વ્યવસાય ખેતીકામ છે, તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના નણંદ જમનાબેન મનુભાઈ ઠાકોરે તેમના પર ચારિત્ર્ય પર ખોટો વહેમ રાખી ગાળો આપી હતી. જમનાબેને નિરૂબેનને ખેતરમાં કોઈ અન્ય પુરુષ સાથે હોવાનો આરોપ મૂક્યો હતો.જ્યારે નિરૂબેને આ વાતનો ઈન્કાર કર્યો, ત્યારે જમનાબેન ઉશ્કેરાઈ ગયા અને તેમણે તેમના પતિ મનુભાઈ, તેમના ભાઈ દયાલભાઈ રામશીભાઈ ઠાકોર અને હીરાભાઈ સોમાભાઈ ઠાકોરને બોલાવ્યા. આ તમામ આરોપીઓએ નિરૂબેનને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું અને કહ્યું કે જો તે સાચી હોય તો તેલથી દાઝશે નહીં. જ્યારે નિરૂબેને હાથ નાખવાની ના પાડી, ત્યારે જમનાબેને તેમને માર માર્યો હતો અને બળજબરી પૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નાખ્યા હતા.
બાઈટ; -નીરૂબેન ઠાકોર-- -- -ફરિયાદી
વિઓ; -2 નીરૂબેન ના પાડતા રહ્યા અને જમનાબેન, મનુભાઈ, દયાલભાઈ અને હીરાભાઈએ નિરૂબેન પર બળજબરી કરી અને તેમનો હાથ ઉકળતા તેલમાં નાખ્યો, જેના કારણે તે દાઝી ગયા. એટલું જ નહીં, જમનાબેને તપેલીમાં ગરમ તેલ લઈ નિરૂબેનના જમણા પગ પર પણ રેડ્યું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ. આ ઘટના બાદ, નિરૂબેનના પતિ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ વિજાપુર પોલીસ સ્ટેશનમાં જમનાબેન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSHAILESH CHAUHAN
FollowSept 19, 2025 15:01:390
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:453
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:363
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 14:49:210
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 13:20:570
Report
DRDarshal Raval
FollowSept 19, 2025 12:53:042
Report
NJNILESH JOSHI
FollowSept 19, 2025 12:51:290
Report
DMDURGESH MEHTA
FollowSept 19, 2025 12:20:112
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 12:18:573
Report
SBShilu Bhagvanji
FollowSept 19, 2025 12:16:510
Report
GDGaurav Dave
FollowSept 19, 2025 12:05:111
Report
TTTapan Thakar
FollowSept 19, 2025 12:05:023
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 11:55:110
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 19, 2025 11:55:020
Report