Back
राजकोट के वॉर्ड 7 वोंकळ में युवक की मौत, ठेकेदार पर लापरवाही आरोप
GDGaurav Dave
Sept 15, 2025 12:30:38
Rajkot, Gujarat
SLUG - 1509ZK_LIVE_RJT_VOKLO_MOT
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75 & WHATSAPP
એન્કર - રાજકોટ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા ગવલીવાળના વોંકળામાં ખાબકી જવાથી 28 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવકનું નામ સર્જીલ સોલંકી હોવાનું સામે આવ્યું છે. મૃતક રાત્રિના સમયે વોંકળામાં અજાણતા ખાબકી ગયો હતો અને પાણીમાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે. કારણ કે છેલ્લા 4 મહિનાથી આ વોંકળાનું કામ અધૂરું પડ્યું હતું. એક તરફથી વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કરવામાં આવી છે કે, તેમની પાસે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ પડી છે. સ્થાનિકોને પોતાના વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્યો સૂચવવા પોસ્ટ કરવામાં આવી છે. તો બીજી તરફ જૂના કામો 4 મહિના બાદ પણ હજુ અપૂર્ણ છે. ત્યારે આ દુઃખદ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું હતું કે, આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મેં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોયા છે, અને પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારવા અને અન્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, કાયદાકીય પ્રક્રિયાનો અભ્યાસ કરીને કડક પગલાં પણ લેવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ પેદા કર્યો છે, અને તેઓ વહેલી તકે આવા અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ અકસ્માતો ન બને.
ટિકટેક : સ્થાનિકો સાથે ગૌરવ દવે
બાઈટ : જયમીન ઠાકર, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, મનપા, રાજકોટ
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowSept 15, 2025 14:05:040
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:48:050
Report
AKArpan Kaydawala
FollowSept 15, 2025 13:47:400
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:47:320
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:45:090
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 12:31:034
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:30:222
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:074
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:001
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:19:524
Report
SBShilu Bhagvanji
FollowSept 15, 2025 12:19:442
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 11:32:270
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 11:19:563
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 10:48:255
Report