Back
राजकोट जिला पंचायत के 84 लाख स्थानांतरण घोटाले के खुलासे हुए सामने
GDGaurav Dave
Sept 15, 2025 10:48:25
Rajkot, Gujarat
SLUG - 1509ZK_LIVE_RJT_PANCHAYAT_PC
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - જ્યાં જૂઓ ત્યાં કૌભાંડ....જીહા, હવે સામે આવ્યો છે રાજકોટ જિલ્લા પંચાયતમાં સ્થળાંતર પાછળ 84 લાખ રૂપિયાનો ખર્ચ...રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાએ સામાન્ય સભામાં માહિતી માંગતા કૌભાંડનો પર્દાફાસ થયો છે. જોકે કૌભાંડ સામે આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેને દોષનો ટોપલો અધિકારીઓ પર ઠાલવી દીધો અને તપાસનું નાટક શરૂ કર્યું છે. જૂઓ કેમ આચર્યું કૌભાંડ અમારા આ રિપોર્ટમાં...
વિઓ - 1
રાજકોટ જિલ્લા પંચાયત સ્થળાંતરમાં
લાખોનો ખર્ચ દર્શાવી કૌભાંડ આચર્યું...
અધધ...કચરો સાફ કરવાના 12 લાખ ?
કોમન ટોઇલેટમાં રીપેરીંગ અને વોટર પ્રુફિંગ
પાછળ 16.35 લાખનો ખર્ચ...
પદાધિકારીઓ જાણતા જ
ન હોવાનો નનયો...
Z 24 કલાકના કેમેરા સામે
પદાધિકારીઓએ બેદરકારી સ્વીકારવી પડી !...
રાજકોટ જિલ્લા પંચાયતના જૂના બિલ્ડીંગનું નવીનીકરણ ચાલી રહ્યું છે. જેથી જિલ્લા પંચાયતની હોસ્પિટલ ચોકમાં આવેલા જુના કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જોકે સ્થળાંતર પાછળ 84 લાખ જેવો અધધ ખર્ચ કરવામાં આવ્યો હોવાના બિલ કારોબારી સમિતિમાં મુકવામાં આવ્યા હતા. જેમાંથી રાજકોટ જિલ્લા પંચાયતે 22 લાખ રૂપિયા અલગ અલગ હેડમાંથી ચૂકવી પણ દીધા હોવાનું સામે આવ્યું છે. ગત સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનસુખભાઇ સાકરીયાએ સ્થળાંતર પાછળ કેટલો ખર્ચ થયો તેની માહિતી માંગતા કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં લેખિતમાં જિલ્લા પંચાયતના અધિકારીએ આપ્યું હતું કે,...
- જિલ્લા પંચાયત દ્વારા કચરો સાફ કરવા માટે 12 લાખનો ખર્ચ કર્યો
- પ્રિન્ટર , શાખાના રેકોર્ડ , કોમ્પ્યુટર એક જગ્યાએ થી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં લાગ્યો 12.23 લાખનો ખર્ચ
- કોમન ટોયલેટમાં રિપેરિંગ અને વોટર પ્રૂફિંગ માટે 16.35 લાખનો ખર્ચ
- એલ્યુમિનિયમ સેક્શનના પડદા, ફર્નિચર રિપેરિંગ અને કલર કામ કે જે બે ઓફિસ સિવાય ક્યાંય થયું જ નથી તેના માટે 12 લાખનો ખર્ચ
- લોખંડની ગ્રિલ અને ગ્લાસ પાર્ટીશન માટે બીજા 12.13 લાખનો ખર્ચ
- GSWAN ના રાઉટરના પ્લેટફોર્મ બનાવવા 4.80 લાખનો ખર્ચ
જોકે Z 24 કલકનક ટીમે મનસુખ સાકરીયાને સાથે રાખીને રિયાલિટી ચેક કરતા કૌભાંડ થયું હોવાના પુરાવા પણ મળ્યા હતા. જે કોમન ટોઇલેટમાં રીપેરીંગ અને વોટર પ્રુફિંગ પાછળ 16.35 લાખનો ખર્ચ દર્શાવ્યો તેવું જોવા મળ્યું નહોતું...જ્યારે અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્બરમાં 12 લાખના ખર્ચે પડદા નાખ્યા જે બજારમાં 150 થી 200 રૂપિયામાં મળે તેવા હોવાનું સામે આવ્યું હતું.
ટિકટેક - મનસુખભાઇ સાકરીયા , સદસ્ય ,જિલ્લા પંચાયત રાજકોટ
વિઓ - 2
આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેન અધિકારીઓને સાથે લઈને ખુલાસો કરવા પત્રકાર પરિષદ બોલાવી હતી. જોકે પ્રમુખ પ્રવીણાબેન રંગાણી પાસે કોઈ જ માહિતી ન હોઈ તેવા જવાબો રજૂ કર્યા હતા. જ્યારે કારોબારી ચેરમેન પી.જી. ક્યાડાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, આઠ પદાધિકારીની ચેમ્બર માટે ૧૨ લાખનો ખર્ચ કર્યો છે. બિલ્ડીંગમાં ટોયલેટ રિપેરીંગનો ખર્ચ ૧૬ લાખ રૂપિયા ખર્ચ, ઇલેક્ટ્રીક કામગીરીનો ખર્ચ ૧૪ લાખ, અધિકારીઓની ચેમ્બરમાં ખર્ચ ૧૧ લાખ, ૨૨ એસી રિ ઇન્સટોલ કરવાનો ખર્ચ ૨૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કામ નીલદ્વિપ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેને તપાસનો આદેશ આપ્યો છે. જોકે પી.જી.ક્યાડાએ પદાધિકારીઓએ બેદરકારી દાખવી બિલ મંજુર કરી દીધા તેનો આડકતરી રીતે સ્વીકાર પણ કર્યો હતો. અધિકારીઓએ જે બિલ મુક્યા છે તેમાંથી 22 લાખ જેવો જંગી ખર્ચ મંજુર પણ કરી દીધો છે અને બાકીના 65 લાખનો ખર્ચ વિકાસ કમિશ્નર સમક્ષ મુકવામાં આવ્યો હતો જે ના મજૂર કરી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી વાપરવા આદેશ કર્યો છે. જોકે આ કૌભાંડ મામલે પી.જી.ક્યાડા જવાબદાર સામે તપાસ બેસાડવા સરકારમાં રજૂઆત કરશે.
બાઈટ - એસ.આર.પટેલ, એક્ઝિક્યુટિવ ઈજનેર, રાજકોટ જિલ્લા પંચાયત
ટિકટેક - પી.જી.ક્યાડા, ચેરમેન, કારોબારી સમિતિ, રાજકોટ જિલ્લા પંચાયત
વિઓ - 3
રાજકોટ જિલ્લા પંચાયતમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ વિરોધ પક્ષના નેતાએ લગાવ્યો છે. ભ્રષ્ટ સાશકો સામે આગામી દિવસોમાં હજુ મોટા ધડાકા ભડાકા થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ કરવાને બદલે નેતાઓ પોતાનો વિકાસ અલગ અલગ એજન્સીઓ ઉભી કરી કરતા હોવાનું સામે આવી રહ્યું છે. આગામી દિવસોમાં અનેક નેતાઓ કૌભાંડમાં સંડોવણી ખુલે તેવી પુરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જો ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો નવા ખુલાસાઓ થશે.
ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowSept 15, 2025 12:45:090
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 12:31:030
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 12:30:380
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:30:220
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:070
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:000
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:19:523
Report
SBShilu Bhagvanji
FollowSept 15, 2025 12:19:441
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 11:32:270
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 11:19:562
Report
KBKETAN BAGDA
FollowSept 15, 2025 10:48:184
Report
PTPremal Trivedi
FollowSept 15, 2025 10:37:575
Report
PDPRASHANT DHIVRE
FollowSept 15, 2025 10:37:505
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 15, 2025 10:33:400
Report