Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396001
वलसाड में भारी हवा-बारिश से घरों के छप्पर उड़ गए, क्या राहत मिलेगी?
UPUMESH PATEL
Sept 28, 2025 09:45:29
Valsad, Gujarat
Approved By Vishal વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે પડેલા વરસાદ ના કારણે અનેક જગ્યા એ ભારે નુકશાની થવા પામી છે અનેક ઘરોના પતરાઓ ઉડ્યા છે તો ઘરોમાં ભારે નુકશાની પણ સર્જાય છે ત્યારે વલસાડ ડાંગ ના સાંસદ અને લોકસભાના દંડક ધવલ ભાઈ પટેલ દ્રારા નુકશાની પામેલા ઘરો ના સભ્યો ની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું સાથે સાંસદ દ્રારા તમામ લોકોને વહેલી તકે સહાય મળી રહે તે માટે અધિકારીઓને વહેલી તકે સર્વે પૂર્ણ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા સાથે સાંસદ દ્રારા ખેડૂતો બને માછીમારોને થયેલા નુકશાન અંગે પણ સર્વે કરી વહેલામાં વહેલી તકે સહાય ની કામગીરી હાથ ધરવામાં આવશે બાઈટ : ધવલ પટેલ સાંસદ
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 28, 2025 17:19:05
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPROVED_HAMIM_SIR WKT_AND_VISUAL એંકર રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે .રાત્રે ૮ વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે રાજકોટના તમામ ડાંડીયા આયોજન રદ કરવામાં આવ્યા હતા.સવારથી બફારા રાત્રે વરસાદ શરૂ થતા બફારાથી લોકોને રાહત મળી હતી.ગોંડલ રોડ,ઢેબર રોડ,સહિતના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે યાજ્ઞિક રોડ,રેસકોર્સ રિંગરોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે,વરસાદના કારણે રાજકોટના તમામ ડાંડીયા આયોજનો રદ કરવામાં આવ્યા.. ડાંડીયા આયોજનો રદ થતા ખેલૈયાઓમાં નિરાશા.. ડાંડીયા આયોજનનો ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા .. કેમેરામેન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા ઝી મીડિયા રાજકોટ
6
comment0
Report
DPDhaval Parekh
Sept 28, 2025 17:00:10
Navsari, Gujarat:એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ/વિશાલભાઈ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ બાઈટ અને વોક થ્રૂ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એન્કર : નવસારી જિલ્લાના આદિવાસી પંથકમાં ગત મોડી રાત્રે 10:00 વાગ્યા આસપાસ આવેલા તોફાની વાવાઝોડા સાથે વરસાદ ને કારણે મોટી તારાજી સર્જાય છે ચીખલી તાલુકાના 15 થી વધુ ગામડાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી છે જેમાં છ ગામોમાં વધુ નુકસાન સર્જાય છે જેમાં ઘરોના પતરા ઉડવા સાથે રસ્તાઓ ઉપર વૃક્ષો તેમજ વીજળીના થાંભલાઓ ધરાશાયી થવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો ઘરોના પતરા ઉડતા રાત્રે ઘરમાં સૂતેલા ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા જેમને તાત્કાલિક બહાર કાઢી સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ રસ્તા ઉપર પડેલા ઝાડ અને વીજ થાંભલાઓને કારણે હોસ્પિટલ કે દવાખાના સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું જોકે રાજ્ય અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી રસ્તાઓ ખુલ્લા કરતા વાહન વ્યવહાર સુચારુ થયો હતો બીજી તરફ મોડી રાત્રે ધારાસભ્ય નરેશ પટેલે અધિકારીઓ સાથે પ્રભાવિત ગામડાઓનું મુલાકાત લઇ લોકોની સ્થિતિ જાણી હતી સાથે જ વહેલી સવારથી તંત્રની અલગ અલગ વિભાગની ટીમો સર્વેની કામગીરીમાં જોતરાઈ છે ઉલ્લેખનીય છે કે આજે નવસારી જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના આદિવાસી પંથકના વાંસદા ચીખલી તાલુકામાં સર્જાયેલી તારાજીમાં લોકો સુધી મદદ પહોંચાડવી તેમજ લોકોની મુશ્કેલીમાં ઘટાડો કરવા માં મુશ્કેલી સર્જાય એવી સંભાવના જોવાઈ રહી છે જોકે વહેલી સવારથી ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ફરી ગામડાઓની મુલાકાતો લેવાનું શરૂ કર્યું છે અને જરૂર જણાય ત્યાં અધિકારીઓને સૂચનો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને સરકારી અનાજના ગોડાઉનમાં પલળેલું અનાજ લોકો સુધી ન પહોંચે એની તકેદારી રાખવા જિલ્લા પુરવઠા અધિકારીને કડકાયથી સૂચના આપવામાં આવી છે બાઈટ : નરેશ પટેલ, ધારાસભ્ય, ગણદેવી
0
comment0
Report
DPDhaval Parekh
Sept 28, 2025 16:46:20
Navsari, Gujarat:એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ/વિશાલભાઈ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ બાઈટ અને વોક થ્રૂ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એન્કર નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે નવસારીના ચીખલી તેમજ વાંસદા તાલુકાના અનેક ગામડાઓમાં તારાજી સર્જાય છે જેમાં ચીખલી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી ગયા હતા સાથે જ આ ગોડાઉન ની દિવાલ પણ ધરાશાય થઈ ગઈ હતી જેના કારણે ગોડાઉનમાં મૂકેલું ઘઉં અને ચોખાનો 277 ટનથી વધુ નો જથ્થો વરસાદના પારણીમાં પલળી રહ્યો છે સમગ્ર ઘટના ને લઈને ચીખલી પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓએ વિઝીટ કરી હતી બીજી તરફ પુરવઠા અધિકારીએ ફક્ત ટેલિફોનિક માહિતી મેળવી હતી સમગ્ર ઘટનામાં હજી સુધી આ પલળતું અનાજ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ નથી પરંતુ ગોડાઉન મેનેજર દ્વારા આ અનાજના જથ્થાને ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાની માહિતી આપવામાં આવી હતી બાઈટ જીગ્નેશ ચૌધરી ગોડાઉન મેનેજર ચીખલી ગોડાઉન પાસેથી વોક થ્રુ કર્યુ હતું
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 16:15:49
Surat, Gujarat:અપ્રુવલ: તપન ભાઈ ​એંકર:સુરતના લિંબાયત વિસ્તારમાં એક પરિણીતા મોનિકા પામુલાના આપઘાતની ઘટના બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. મૃતક મોનિકાના પિયર પક્ષના આક્ષેપો બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ જાહેરમાં તેના પતિ સોબન બાબુ અને નણંદને ઢોર માર માર્યો હતો. આ ઘટના પરવટ ગામના બજરંગનગરમાં બની હતી. જ્યાં ભારે ભીડ એકઠી થઈ હતી અને તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. વીઓ:1 પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીઓને લઈ જવા પહોંચેલી પોલીસ વાનને પણ લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ વાનમાં બેસાડતાં લોકોનો ગુસ્સો વધુ વધ્યો હતો. આશરે 50 જેટલી મહિલાઓએ પોલીસની કાર્યવાહી રોકવા માટે રસ્તા પર બેસી ગઈ હતી. એટલું જ નહીં, એક મહિલા રોડ પર સૂઈને વાનને અટકાવી દીધી હતી. અને અન્ય લોકોએ પોલીસ વાનની આગળ બાઇક મૂકીને રસ્તો રોક્યો હતો. બાઈટ: વી એમ જાડેજા (સુરત શહેર પોલીસ એસીપી) ​વીઓ:2 ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ વાનના દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક લોકોએ વાનને ધક્કો મારીને આગળ વધતા અટકાવ્યું હતું. જોકે, લીંબાયત પોલીસે સઘન પ્રયાસો બાદ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને ગુસ્સે ભરાયેલા લોકોને હટાવ્યા હતા. બાઈટ: વી એમ જાડેજા (સુરત શહેર પોલીસ એસીપી) ​વીઓ:3 આ ઘટના બાદ, લીંબાયત પોલીસે મૃતકના પિયર પક્ષ સહિત 19 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે મહિલાઓ સહિત કુલ 10 લોકોની ધરપકડ પણ કરી છે. હાલ, લીંબાયત પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 28, 2025 16:15:41
Karantha, Gujarat:AARTI_AVBB_SCRIPT LOCATION-NARMADA FORMAT-AVBB AAPROAL BY-DAY PLAN NARMADA નોંધ આ સ્ટોરી ftp રિયાસાતી રાજવીનગરી રાજપીપલાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાતીમાં હરસિદ્ધિના મંદિરે આજે 7 માં નોરતે રાજપૂત સમાજના 201રાજપૂત યુવાનો દ્વારા 12મી તલવાર મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અનેભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા ભારે ઉત્સાહ પૂર્વક આ તલવાર, આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું રિયાસતી રાજવી નગરી રાજપીપલામાં રાજવી મહારાજાઓની હરસિદ્ધિ માતા કુળદેવી ગણાય છે.તેથી રાજપુત સમાજ સહીત નગરજનોને હરસિદ્ધિ માતા પ્રત્યેક અગાધ શ્રદ્ધા હોઈ રાજપૂત સમાજ તલવાર આરતી દ્વારા માતાજીની આરાધના કરાઈ હતી. આ પ્રસંગેરજપૂત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના પાંચ જિલ્લા નર્મદા,વડોદરા, સુરત, , ભરૂચ,, છોટાઉદેપુર,ના 201 રાજપૂત યુવાનોએ બે મહિનાની તાલીમ લીધા પછી પ્રેક્ટિસ બાદ તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી હતી. આ તલવાર મહા આરતીમાં 300 કિલોથી વધુ ફૂલોથી આ વર્ષની રામતિલક થીમ ને શણગારવામાં આવ્યું હતું.છેલ્લા 12 વર્ષ થી સ્વસ્તિક, માં, ત્રિશુલ, કળશ, સૂર્યોદય,યજ્ઞ, શંખ, મશાલ,ત્રિશુલ અને ડમરુ, પગલાં, ધનુષબાણ અને રામતિલક જેવા થીમ પર તલવાર મહા આરતી યોજાય છે.આ વર્ષે રામ તિલકની થીમ રખાઈ હતી. હરસિધ્ધિ માતાજીના મંદિરે સમસ્ત રાજપુત સમાજ ગુજરાતના ૫૦૦થી વધું રાજપુત યુવાનો સાંજે માતાજીની પાલખી સાથે શોભા યાત્રાકાઢી હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યાં હતાં.ત્યાર બાદ સાંજે 201જેટલાં રાજપૂત યુવાનોએ તલવાર મહાઆરતી કરી હતી.પારંપરીક રાજપૂત લીબાસમાં સજ્જ થઈને તલવાર આરતી કરી હતી જે લોકઆકર્ષણનું કેન્દ્ર બની હતી. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તલવાર મહાઆરતી જોવા હકડેઠઠ ભીડ ઉમટી હતી. બાઈટ :1) યશોરાજ સિંહ પાંજરોલી યા,રાજપૂત સમાજ આગેવાન બાઈટ :2: જયવીર સિંહ ગોહિલ તલવાર આરતીમાં ભાગ લેનાર યુવક
0
comment0
Report
AKAshok Kumar
Sept 28, 2025 15:37:20
1
comment0
Report
LJLakhani Jaydeep
Sept 28, 2025 15:02:06
Dwarka, Gujarat:વીઓ :- ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.ઓખા બંદર પર દરિયામાં સંભવિત ખતરાના સંકેત રૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ દરિયામાં તોફાની હવામાનની ચેતવણી આપે છે. જેના કારણે માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ દરિયો ન ખેડે. એટલું જ નહીં, સુરક્ષાના ભાગરૂપે તેમને પોતાની બોટ લાંગરવા અને માછીમારીનો સામાન સલામત સ્થળે ખસેડવા માટે પણ કહેવામાં આવ્યું છે.આ વરસાદની આગાહીથી નવરાત્રી મહોત્સવ પર અસર થવાની શક્યતા છે. જેના કારણે ગરબા રમવાની તૈયારી કરતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે. WKT
2
comment0
Report
DRDarshal Raval
Sept 28, 2025 14:45:38
Ahmedabad, Gujarat:અમદાવાદ મેઘરાજાએ બગાડી ખેલૈયાઓ ની મજા સાતમા નોરતે મેઘરાજાએ મૂકી માજા હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં વરસાદી માહોલ વરસાદી માહોલ જામતા ac ડોમ સિવાય યોજાયેલા પાર્ટી પ્લોટો ના ગરબા થયા રદ ગરબા રદ થતાં ખેલૈયાઓ પાર્ટી પ્લોટોમાં નહીં રમી શકે ગરબા તો પાર્ટી પ્લોટોમાં રહેલા ફૂડ સ્ટોલ ધારકોની પણ રોજગારી થઈ બંધ ગરબા બંધ રહેતા ખેલૈયાઓને રિફંડ મળશે કે નહીં તે પ્રશ્ન આયોજકો દ્વારા રીફન્ડ મામલે કોઈ યોગ્ય ખોળ પાડવામાં ન આવી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી ગરબા બંધ રાખવા આયોજકોનો નિર્ણય દર વર્ષે નવરાત્રીમાં વરસાદની આગાહી હોય છે જોકે વરસાદ પડતો નથી હોતો. આયોજક આ વર્ષે કુદરતે સાથના આપતા નવરાત્રી બગડી હોવાનું આયોજકોનું નિવેદન વિઝ્યુલ અને ટિકટેક સલગ. ગરબા રદ ફીડ. લાઇવ કીટ સોલા ભાગવત પાસે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતેથી કવરેજ
0
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 28, 2025 14:00:44
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- ગાયપગલા (કામરેજ) સ્લગ :-2809ZK_MAHASAMMELAN_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... દક્ષિણ ગુજરાત ખેડૂતો નું ચિંતન મહાસંમલેન સુરત જિલ્લામાં યોજાયું, ખેડૂતો ના વિવિધ પ્રશ્નન ને લઈ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં. ખેડૂત સળગતા પ્રશ્નન વીજ ટાવર લાઈન, ૯૦ દિવસ નહેર બંધ રાખવામાં નિર્ણય ને પગલે આગામી દિવસોમા નહેર પર પદયાત્રા કરશે ખેડૂતો, તેમજ ખેતરમાં એક વીજ પોલ ઉભા કરવાના ૨ કરોડ રૂપિયા વળતર ચૂકવવા એકસુર. વિઓ... દક્ષિણ ગુજરાત તેમજ સુરત માં ખેડુત આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ખેતરમાં વીજ કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવા યોગ્ય વળતર ચૂકવવા બાબત, તેમજ ૯૦ નહેર ના નવીનીકરણ માટે નહેર બંધ રાખવાના નિર્ણય તેમજ ખેતીપાક ના પોષણક્ષમ ભાવ સહિત ના મુદ્દે ખેડૂતોની ચિંતન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. છેલ્લા ઘણાં સમય થી ગુજરાત ખેડૂત સમાજ ના આગેવાનો સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત ના ખેડૂતો સાથે તબક્કા વાર બેઠકો કરી રહ્યાં છે. અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આજરોજ કામરેજ ના ગાય પગલાં ખાતે ખેડુત નેતા રાકેશ ટીકૈત પણ આ સંમેલન ઉપસ્થિત રેહવા ના હતા જોકે વરસાદી વિઘ્ન ના કારણે રાકેશ ટીકેત હાજર રહ્યા ન હતા. જોકે મહારાષ્ટ્ર તેમજ રાજ્ય માંથી ખેડૂતો આગેવાનો આ મહાસંમેલન ઉપસ્થિત રહયા હતા. અને ખેડુતો ને વિવિધ પરિસ્થિતિ સામે મુદ્દો સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાઈટ :- વિજય જાવનડિયા (ખેડુત નેતા - મહારાષ્ટ્ર ) બાઈટ :- નીતા મહાદેવ (ખેડુત આગેવાન - અમદાવાદ) વિઓ... મહત્વ નું છે કે એક તરફ સુરત જિલ્લા ના ખેડૂતો 750 કેવી હાઈ વોલ્ટેજ વીજ લાઈન ટાવર ઉભા કરવા જમીન સંપાદન ના વળતર મામલે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. તો ખેડૂતો ના પડ્યા પર પાટું મારવા સમાન સુરત જિલ્લા દક્ષિણ ગુજરાત ના જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠા કેનાલ ને ૯૦ દિવસ બંધ રાખી નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે ખેડૂતો લાલઘૂમ થયાં છે. ખેતર માં વીજ થાંભલા ઉભા કરવા બાબતે ખેડૂતો એક થાંભલા ના ૨ કરોડ રૂપિયા વળતર ચૂકવવામાં આવે તેવો સર્વાનુમસ્ટ ઠરાવ કર્યો છે. તો બીજી તરફ નહેર બંધ કરવા બાબતે ખેડતો ઉકાઈ ડાબા કાંઠા કેનાલ પર પદયાત્રા કરી સિંચાઈ વિભાગે નહેર બાંધકામ જર્જરિત એહવાલ અંગે નિરીક્ષણ કરશે. આવનારો દિવસો માં ફરીથી ખેડૂતો નેતા રાકેશ ટિકેત ને બોલાવી ખેડૂતો મહાસંમેલન યોજવામાં આવશે.. બાઈટ :- રમેશ પટેલ (ખેડુત સમાજ આગેવાન) બાઈટ :- જયેશ પટેલ (ખેડુત સમાજ પ્રમુખ - ગુજરાત)
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 28, 2025 13:15:14
0
comment0
Report
DRDarshal Raval
Sept 28, 2025 12:47:52
Ahmedabad, Gujarat:અમદાવાદમાં યોજાઈ 11 મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ 2025 રાજ્યના મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી ચેમ્પિયનશિપની કરાવી શરૂઆત ઇન્ડિયન સ્વિમિંગ ફેડરેશન દ્વારા કરાયું છે આયોજન અમદાવાદના નારણપુરા ખાતે આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો કાર્યક્રમ ચેમ્પિયનશિપ 28 સપ્ટેમ્બરથી 11 ઑક્ટોબર સુધી ચાલશે ચેમ્પિયનશીપમાં 29 દેશોના પ્રતિભાશાળી એથ્લેટ્સ ભાગ લેશે ખેલાડીઓ સ્વિમિંગ, ડાઇવિંગ, વોટર પોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગના 61 ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરશે. આ પ્રતિષ્ઠિત ખંડસ્તરીય ઇવેન્ટમાં 750થી વધુ ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લેશે. આ ઇવેન્ટ વિશ્વસ્તરીય રમતગમતની પ્રવૃત્તિઓ, વિવિધતામાં એકતા અને ગુજરાતની પ્રસિદ્ધ આતિથ્ય સંસ્કૃતિને ઉજાગર કરશે. કાર્યક્રમમાં શહેર પ્રમુખ સહિત સ્પોર્ટ્સ સાથે જોડાયેલા નામચીન વ્યક્તિ સહિત લોકો હાજર રહ્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ગુજરાતી ગીત અને ગરબા પણ ગુંજી ઊઠ્યાં cm સ્પીચ દેશમાં સ્પોર્ટ્સ સેક્ટરમાં વિકાસ થયો છે. થોડાક દિવસ પહેલા આ સ્ટેડિયમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વીર સાવરકર નામ સાથે જોડાયેલા આ આધુનિક સ્ટેડિયમાં આયોજન કરવામાં આવ્યું છે. 11માં એશિયન એકવાટિક ચેમ્પિયનશોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના અનેક ખેલાડીએ સ્વિમિંગ ઓલિમ્પિક સુધી પ્રીતિનિધિ કર્યું છે. દેશમાં પ્રથમ વખત એશિયન એકવાટિક આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં રમત ગમત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશના ખેલાડી આંતરાષ્ટ્રીય દેશનું નામ રોશન કરી રહ્યા છે. ખેલો ઈન્ડિયા થકી ખેલાડી વધુ આંતરાષ્ટ્રીય સ્તરે રમી રહ્યા છે. ભારતમાં કોમવેલ્થ ગેમ માટે પણ એપ્લિકેશન આપવામાં આવી છે. આગામી સમય 2036 ઓલમ્પિક આયોજન માટે પણ અમદાવાદ તૈયાર છે. ગુજરાતના ખેલાડી પણ ઓલિમ્પિક રમી રાજ્યનું નામ રોશન કર્યું છે. દિવ્યાંગ ખેલાડી માટે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષમાં 4 વર્ષ જેટલી આંતરરાષ્ટ્રીય રમતનું આયોજન છે. ગુજરાતમાં રમત ગમત સાથે ભવ્ય વારસો ધરાવે છે. ગુજરાતની સંસ્કૃતિનો આનંદ લેવા માટે આમંત્રણ આપું છું મંત્રી હર્ષ સંઘવી સ્પીચ.
4
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 12:31:04
Surat, Gujarat:આ પાથમાં છે અપ્રુવલ: તપન ભાઈ નોંધઃ વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે ​એંકર:સુરત: સોશિયલ મીડિયા પરની લોભામણી અને આકર્ષક જાહેરાતો જોઈને મોંઘાદાટ દાગીના ખરીદનારા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં રહેતા એક ગ્રાહકને કડોદરાના મોનિકા જ્વેલર્સમાંથી ખરીદેલા ચાંદીના દાગીનામાં ગંભીર ભેળસેળનો કડવો અનુભવ થયો છે. વીઓ:1 સુરતના હરેશ સાંકડાસરીયાએ ગત તારીખ 22 જુલાઈ, 2025ના રોજ કડોદરા ખાતે આવેલા મોનિકા જ્વેલર્સમાંથી ચાંદીનો એક જુડો ખરીદ્યો હતો.આ જુડાનું વજન 181 ગ્રામ હતું અને તેના માટે તેમને કુલ રૂ. 25,500 ચૂકવ્યા હતા.બિલમાં ચાંદીનો પ્રતિ ગ્રામ ભાવ રૂ. 118 અને પ્રતિ ગ્રામ મજૂરી રૂ. 18 દર્શાવવામાં આવી હતી.જોકે, જુડાની ગુણવત્તા પર શંકા જતાં હરેશભાઈએ ખાનગી લેબોરેટરીમાં તેનું ટેસ્ટિંગ કરાવ્યું. આ રિપોર્ટ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રથમ લેબોરેટરીના રિપોર્ટમાં સામે આવ્યું કે જુડામાં 100 ટકાની જગ્યાએ માત્ર 35 ટકા ચાંદી હતી અને બાકીની અન્ય ધાતુઓની ભેળસેળ હતી. આ વાતની ખરાઈ કરવા માટે જ્યારે બીજી લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરાવવામાં આવ્યો, ત્યારે તેમાં પણ માત્ર 35 ટકા જ ચાંદી હોવાનું નિષ્કર્ષ આવ્યું હતું. બાઈટ: હરેશ ભાઈ (ફરીયાદી) વીઓ:2 મોનિકા જ્વેલર્સ દ્વારા કરાયેલી આ છેતરપિંડીનો ભોગ બનેલા હરેશભાઈ સાંકડાસરીયાએ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. તેમણે આ બાબતે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સના માલિક અભિષેક સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદના આધારે પોલીસે જ્વેલર્સ માલિક અભિષેક સોની સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફરિયાદી હરેશભાઈએ માંગ કરી છે કે સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો આપીને લોકોને ભેળસેળ વાળા દાગીનાનું વેચાણ કરી છેતરપિંડી કરતા અભિષેક સોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી અન્ય લોકો છેતરાતા અટકે. ​ આ કિસ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી દાગીના ખરીદતા લોકોને ગુણવત્તા ચકાસીને જ ખરીદી કરવાની અને છેતરાતા બચવાની તાકીદ કરે છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top