Back
सुरत के ज्वेलर्स घोटाले में 35% चांदी, बाकी धातु!
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 12:31:04
Surat, Gujarat
આ પાથમાં છે
અપ્રુવલ: તપન ભાઈ
નોંધઃ વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે
એંકર:સુરત: સોશિયલ મીડિયા પરની લોભામણી અને આકર્ષક જાહેરાતો જોઈને મોંઘાદાટ દાગીના ખરીદનારા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં રહેતા એક ગ્રાહકને કડોદરાના મોનિકા જ્વેલર્સમાંથી ખરીદેલા ચાંદીના દાગીનામાં ગંભીર ભેળસેળનો કડવો અનુભવ થયો છે.
વીઓ:1 સુરતના હરેશ સાંકડાસરીયાએ ગત તારીખ 22 જુલાઈ, 2025ના રોજ કડોદરા ખાતે આવેલા મોનિકા જ્વેલર્સમાંથી ચાંદીનો એક જુડો ખરીદ્યો હતો.આ જુડાનું વજન 181 ગ્રામ હતું અને તેના માટે તેમને કુલ રૂ. 25,500 ચૂકવ્યા હતા.બિલમાં ચાંદીનો પ્રતિ ગ્રામ ભાવ રૂ. 118 અને પ્રતિ ગ્રામ મજૂરી રૂ. 18 દર્શાવવામાં આવી હતી.જોકે, જુડાની ગુણવત્તા પર શંકા જતાં હરેશભાઈએ ખાનગી લેબોરેટરીમાં તેનું ટેસ્ટિંગ કરાવ્યું. આ રિપોર્ટ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રથમ લેબોરેટરીના રિપોર્ટમાં સામે આવ્યું કે જુડામાં 100 ટકાની જગ્યાએ માત્ર 35 ટકા ચાંદી હતી અને બાકીની અન્ય ધાતુઓની ભેળસેળ હતી. આ વાતની ખરાઈ કરવા માટે જ્યારે બીજી લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરાવવામાં આવ્યો, ત્યારે તેમાં પણ માત્ર 35 ટકા જ ચાંદી હોવાનું નિષ્કર્ષ આવ્યું હતું.
બાઈટ: હરેશ ભાઈ (ફરીયાદી)
વીઓ:2 મોનિકા જ્વેલર્સ દ્વારા કરાયેલી આ છેતરપિંડીનો ભોગ બનેલા હરેશભાઈ સાંકડાસરીયાએ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. તેમણે આ બાબતે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સના માલિક અભિષેક સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદના આધારે પોલીસે જ્વેલર્સ માલિક અભિષેક સોની સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફરિયાદી હરેશભાઈએ માંગ કરી છે કે સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો આપીને લોકોને ભેળસેળ વાળા દાગીનાનું વેચાણ કરી છેતરપિંડી કરતા અભિષેક સોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી અન્ય લોકો છેતરાતા અટકે.
આ કિસ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી દાગીના ખરીદતા લોકોને ગુણવત્તા ચકાસીને જ ખરીદી કરવાની અને છેતરાતા બચવાની તાકીદ કરે છે.
પ્રશાંત ઢીવરે - સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowSept 28, 2025 14:00:440
Report
URUday Ranjan
FollowSept 28, 2025 13:15:480
Report
AKArpan Kaydawala
FollowSept 28, 2025 13:15:140
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 12:47:523
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 28, 2025 12:30:400
Report
URUday Ranjan
FollowSept 28, 2025 11:21:150
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 11:15:410
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 11:15:100
Report
URUday Ranjan
FollowSept 28, 2025 11:07:080
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 10:18:332
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 10:16:010
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 28, 2025 10:15:290
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 10:15:100
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 10:08:092
Report