Back
राजकोट बेडी यार्ड में मुगफली 30,000 क्विंटल आय, हड़कंप
GDGaurav Dave
Sept 23, 2025 08:15:31
Rajkot, Gujarat
SLUG - 2309ZK_LIVE_RJT_MAGFALI
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75 & 2C
એન્કર - રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક નોંધાઇ છે. આજે 30000 ગુણી મગફળીની આવક નોંધાઇ હતી. સૌરાષ્ટ્રમાં મગફળીનું ચાલુ વર્ષે મબલક ઉત્પાદન થવાની શકયતા રહેલી છે. જોકે ગઈકાલ થી નવી મગફળીની આવક શરૂ થતાં ખેડૂતો વેંચવા માટે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1452 રૂપિયા જાહેર કર્યા છે. પરંતુ મગફળીનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતો દ્વારા હાલ મગફળી માર્કેટિંગ યાર્ડમાં વેંચવામાં આવી રહી છે. ત્યારે આજ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ન્યૂનતમ 750 તેમજ મહત્તમ 1250 રૂપિયા સુધીના ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે. આમ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ન્યૂનતમ 200 રૂપિયા તેમજ મહત્તમ 500 રૂપિયા ઓછા મળી રહ્યા છે. શિયાળા પાકનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને હાલ પૈસાની જરૂરિયાત તેમજ દિવાળીનો તહેવાર માથે હોવાના કારણે યાર્ડમાં મગફળી ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેંચી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સામાન્ય રીતે લાભ પાચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થાય છે. તેની જગ્યાએ જો નવરાત્રી થી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે તો ખેડૂતોએ મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ સરકારને વેચી શકે છે. તો સાથે જ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યા બાદ પણ ખેડૂતોના ખાતામાં બે થી અઢી મહિને પૈસા આવતા હોવાના કારણે ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચવા માટે હાલ મજબૂર બન્યા છે. બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, લાભ પાંચમથી ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સરકાર દ્વારા ચાલુ વર્ષે 1452 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. હાલ ઓપન માર્કેટમાં ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે. તેથી હાલ ઓપન માર્કેટમાં મગફળી ન વેચવા અપીલ પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડમાં 30000 ગુણી મગફળીની આવક થવા પામી છે. તેમજ સોમવારના રોજ 22,000 થી પણ વધુ મગફળીની ગુણની આવક થવા પામી હતી.
બાઈટ - મેહુલસિંહ ભાટિયા, ખેડૂત
બાઈટ - જયેશ બોઘરા, ચેરમેન, બેડી માર્કેટિંગ યાર્ડ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:05:150
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:04:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:02:480
Report
VSVISHAL SINGH
FollowSept 23, 2025 09:52:040
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 09:07:290
Report
KBKETAN BAGDA
FollowSept 23, 2025 09:07:200
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:090
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:000
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:06:520
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 09:06:400
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 08:06:581
Report
RTRAJENDRA THACKER
FollowSept 23, 2025 08:06:473
Report
GPGaurav Patel
FollowSept 23, 2025 08:06:313
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 07:47:161
Report