Back
जुनागढ़ के गूजीटॉक आरोपी राजू सोलंकी ने महिला के चरित्र पर अभद्र टिप्पणी
AKAshok Kumar
Sept 26, 2025 18:47:59
Junagadh, Gujarat
જુનાગઢ... ગુજસિટોક કેસનો આરોપી રાજુ સોલંકી ફરી વિવાદમાં
જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ
ભેસાણમાં કાર્યક્રમમાં મહિલા વિરુદ્ધ કરી ટિપ્પણી
જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર પર કર્યા આક્ષેપ
મહિલાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
રાજુ સોલંકી અને વિડિયો પોસ્ટ કરનાર પિયુષ બોરીચા સામે ફરિયાદ નોંધાઈ
જુનાગઢના ''ગુજસીટોક'' આરોપી રાજુ સોલંકી વિરુદ્ધ ફરિયાદ, કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી,ફેસબુક પર લાઇવ કરીને બદનામ કરવાનો પ્રયાસ, રજૂ સોલંકી સહિત બે આરોપી સામે ગુનો દાખલ
એક મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ધોરાજી તાલુકાના એક ગામના મહિલા સરપંચે ભેસાણ પોલીસ સ્ટેશનમાં જુનાગઢના રાજુ સોલંકી અને પિયુષ બોરીચા નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ અને બદનક્ષી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજસી ટોકનો આરોપી રાજુ સોલંકી છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતો અને થોડો સમય પહેલા જ તે છૂટી બહાર આવ્યો છે.
જાહેર સંબોધનમાં અભદ્ર ભાષાનો ઉપયોગ અને ઘટનાક્રમ ફરિયાદી મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, 24 સપ્ટેમ્બર, 2025 ના રોજ તેમને સમાજના આગેવાન વસંતભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો, જેમણે માહિતી આપી કે 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ડો.આંબેડકરની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં રાત્રીની સભા દરમિયાન રાજુ બાવજીભાઈ સોલંકી (રહે. જુનાગઢ) એ તેમના વિરુદ્ધ અભદ્ર ભાષામાં અપશબ્દો બોલી તેમના ચારિત્ર્ય પર આળ મૂક્યું હતું. આ કાર્યક્રમનો ઉપયોગ ફરિયાદી મહિલાને જાહેર મંચ પરથી બદનામ કરવાના બદઈરાદાથી કરવામાં આવ્યો હતો. રાજુ સોલંકીએ માત્ર સરપંચના ચારિત્ર્ય પર જ નહીં, પણ તેમના પતિના મિત્રને પણ બદનામ કર્યા હતા.
સહ-આરોપી દ્વારા ફેસબુક લાઇવ કરીને ગુનામાં મદદગારી ફરિયાદી કિરણબેને જ્યારે આ વિડીયો ફેસબુક પર જોયો, ત્યારે જાણવા મળ્યું કે પીયૂષ બોરીચા (રહે. સરગવાડા, જુનાગઢ) નામની આઇ.ડી. પરથી પણ આ સંબોધનને લાઇવ કરવામાં આવ્યું હતું અથવા પોસ્ટ કરવામાં આવ્યું હતું. ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો છે કે આ બદનામીના ઈરાદાથી કરવામાં આવ્યું હતું. આમ, રાજુ સોલંકી અને પીયૂષ બોરીચાએ એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હતો.
ફરિયાદી મહિલાએ તેમના પતિ અન્ય સમાજના આગેવાનો સાથે પોલીસ સ્ટેશનમાં આવીને આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ અધિકારીનું નિવેદન અને ગુનાહિત ઇતિહાસ
આ સમગ્ર મામલે જુનાગઢના ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજાએ સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરના પ્રતિમા અનાવરણ કાર્યક્રમ દરમિયાન રાજુ સોલંકી નામના આરોપીએ એક મહિલાના ચારિત્ર્ય પર આળ મૂકતા તેમજ બદનામ કરવાના ઈરાદાથી જાહેર સભામાં સંબોધન કરી ગુનો કરેલો.
પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 79, 296, 351, 352, 356 અને 54 હેઠળ ગુનો દાખલ કરેલ છે.
બાઈટ રવિરાજ પરમાર ડીવાયએસપી જુનાગઢ
ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું કે આ ગુન્હાનો મુખ્ય આરોપી રાજુ સોલંકીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવે છે. તે ગુજસીટોક (GCTOC) નો આરોપી છે અને હાલમાં જ જેલમાંથી છૂટેલ છે. પોલીસે કાયદાને અનુસરીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
7
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RRRakesh Ranjan
FollowSept 26, 2025 18:48:183
Report
VSVISHAL SINGH
FollowSept 26, 2025 18:48:094
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 18:00:182
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:394
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:270
Report
SBShilu Bhagvanji
FollowSept 26, 2025 17:00:150
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:090
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:20:026
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:403
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:140
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:310
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:07:123
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:30:100
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:092
Report