Back
पिता-पुत्र की लाखों का वीजा फ्रॉड: SIT ने किया गिरफ्तार
SCSHAILESH CHAUHAN
Sept 19, 2025 15:01:39
Idar, Gujarat
19.09.25
એન્કર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રુપિયાની છેતરપિંડી આચરી છે. છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવા માટે સાબરકાંઠા પોલીસે DySP હિંમતનગરની અધ્યક્ષતામાં SITની રચના કરી હતી. જે ટીમ દ્વારા બંને આરોપીઓ પિતા-પુત્રને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લેવામાં આવ્યા છે.
વીઓ-૦૧
હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લાખોની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.ગત સપ્તાહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા સહિત ત્રણ લોકો સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડીને લઈ દાખલ કરી હતી. આ સાથે જ સાબરકાંઠા પોલીસ દ્વારા એક એસઆઈટીની રચવા કરવામા આવી હતી. દેશભરના અનેક રાજ્યોમાંથી લોકો હિંમતનગરમાં પોલીસ મથકે એકઠા થઈને ન્યાયની માંગ કરતા એસઆઈટીની રચના કરવામા આવી હતી. હિંમતનગર DySP અતુલ પટેલની આગેવાનીમાં રચવામાં આવેલી SIT દ્વારા તપાસ ધરવામાં આવતા કૌભાંડ આચરનારા પિતા-પુત્રની ધરપકડ કરવા માટે સતત શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન SIT ટીમે પિતા-પુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધા છે.
બાઈટ-અતુલ પટેલ,DYSP,હિંમતનગર.
વીઓ-૦૨
સિકંદર લોઢા અને સમન લોઢાએ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યના લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે. અનેક લોકો પાસેથી લાખો રુપિયા વિઝા પરમીટ માટેની રકમને બહાને એડવાન્સ લઈ લીધા હતા. વિઝા નહીં મળતા અને પાસપોર્ટ તેમની પાસે જમા રાખતા અનેક લોકોએ ઉઘરાણી કરી હતી. જેને લઈ ફોન બંધ કરીને સિંકદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા ઓફિસ બંધ કરીને ગૂમ થઈઇ ગયા હતા. જેને લઈ ભોગબનનારાઓના ટોળા હિંમતનગરના રુરલ પોલીસ મથકે એકઠા થયા હતા. દેશભરમાંથી આવેલા પીડિતોએ પોલીસને સતત રજૂઆતો કરતા પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.પોલોસ દ્વારા વિઝા કંસલન્ટિંગ કંપનીમાં સિકંદર લોઢાની પત્ની સીમા પણ ડિરેક્ટર હોવાને લઈ તેની પણ ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે.
શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GKGovindbhai Karmur
FollowSept 19, 2025 15:35:541
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:455
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:365
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 14:49:212
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 13:20:572
Report
DRDarshal Raval
FollowSept 19, 2025 12:53:044
Report
NJNILESH JOSHI
FollowSept 19, 2025 12:51:290
Report
DMDURGESH MEHTA
FollowSept 19, 2025 12:20:112
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 12:18:573
Report
TDTEJAS DAVE
FollowSept 19, 2025 12:18:475
Report
SBShilu Bhagvanji
FollowSept 19, 2025 12:16:512
Report
GDGaurav Dave
FollowSept 19, 2025 12:05:111
Report
TTTapan Thakar
FollowSept 19, 2025 12:05:023
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 11:55:110
Report