Back
NAKSHA से Navsari में डिजिटल सिटी सर्वे: जमीन का सच सामने!
DPDhaval Parekh
Sept 20, 2025 03:47:19
Navsari, Gujarat
એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા
સ્લગ : NVS NAKSHA PROJECT
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 19 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : શહેરોની તમામ મિલકતોની યોગ્ય નોંધણી થાય અને શહેરનો ચોક્કસ નક્શો અસ્તિત્વમાં આવે એવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા શહેરી વસાહતોનું રાષ્ટ્રીય ભૂ અવકાશી જ્ઞાન આધારિત જમીન સર્વેક્ષણ (NAKSHA) પાયલોટ પ્રોજેક્ટ જાહેર કર્યો છે, પરંતુ શહેરમાં પ્રોજેક્ટના અમલીકરણને લઈને અનેક વિસંગતતાઓ ઉભી થવાની સંભાવના છે, જોકે નક્શા પ્રોજેક્ટ નાગરિકો માટે લાભદાયી સાબિત થશે.
વી/ઓ : ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં ડિજીટલ સીટી સર્વે રેકર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તબક્કે દેશના 27 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં NAKSHA પ્રોજેક્ટ હેઠળ ડિજીટલ સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાતમાં 5 મહાનગર પાલિકાઓમાં નવસારી મહાનગર પાલિકાનો પણ સમાવેશ કરવામાં vyo છે. 13.38 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા નવસારીમાં જુના શહેર સહિત નવા જોડાયેલા 12 ગામડાઓમાં એરિયલ ડ્રોન સર્વે સાથે GIS આધારિત મેપિંગ કર્યા બાદ વિશેષ NAKSHA મોબાઈલ એપ્લિકેશન તેમજ DGPS/ETS જેવા આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ઉપકરણોના ઉપયોગ સાથે સીટી સર્વે કચેરી અને નવસારી મહાનગર પાલિકાની 10 સર્વે ટીમ દ્વારા ગ્રાઉન્ડ ટ્રુથ ચકાસવા તમામ વસાહતોમાં સર્વે કરવામાં આવશે. જેના થકી જમીની હકીકત ચકાસવામાં આવશે. કારણ સોસાયટીઓના પ્લોટ અને નક્શામાં વિસંગતતાઓ, ગામડાના એપાર્ટમેન્ટમાં 7/12 માં સોસાયટીનું જ નામ હોય છે. ફ્લેટ ધારકોના નામ નથી હોતા, FSI જેવા ઘણા મુદ્દાઓનું ડિજીટલ સીટી સર્વેથી સમાધાન આવશે. જોકે સર્વે શરૂ થયા બાદ આવનારી વિસંગતતાઓ ઉપર તંત્ર કેવી રીતે અને કેટલા સમયમાં પગલાં લે છે એ પણ મહત્વની બાબત છે.
બાઈટ : ભરત સુખડિયા, બિલ્ડર, નવસારી
બાઈટ : આશિષ પટેલ, રેવન્યુ વકીલ, નવસારી
વી/ઓ : ભારત સરકાર દ્વારા હાથ ધરનારા NAKSHA પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થનારા ડિજીટલ સીટી સર્વેમાં નવસારી સીટી સર્વે કચેરી, નવસારી મહાનગર પાલિકા અને લેન્ડ રેકર્ડ કચેરીની ટીમો જોડાશે. જેમાં નવસારી શહેર સહિત નવા જોડાયેલા વિજલપોર, જલાલપોર, એરૂ, દાંતેજ, હાંસાપોર, છાપરા, ઇટાળવા, ચોવીસી, ધારગિરિ અને વિરાવળ વિસ્તારમાં પણ ડિજીટલ સર્વે હાથ ધરાશે. સર્વે બાદ નમૂના 2 હેઠળ પુરાવા માટે નોટીસ પાઠવવામાં આવશે અને તેના આધારે હક્ક ચોક્સી નક્કી કર્યા બાદ અંતિમ પ્રમોલગેશનની જાહેર નોટીસ આપીને વાંધા હોય તો તેની.સુનાવણી બાદ ફાઈનલ પ્રોપર્ટી કાર્ડ બનાવાશે. જેના થકી નવસારી મહાનગર પાલિકાનો એક ડિજીટલ અને સુવ્યવસ્થિત નક્શો અસ્તિત્વમાં આવશે અને તેના થકી નાગરિકોને મિલકત લેવાં, વેચવા સાથે લોનની પ્રક્રિયામાં પણ સરળતા થશે. જ્યારે સરકારમાંથી ડિજીટલ નકશાને ધ્યાને લઈ ગ્રાન્ટ પણ ફાળવશે.
બાઈટ : ક્ષિપ્રા આગ્રે, કલેક્ટર, નવસારી
વી/ઓ : નવસારી શહેરમાં અનેક મિલ્કતો એવી છે, જેમાં પ્લાન નકશા મુજબ સ્થળ સ્થિતિ નથી. ઘણી મિલકતોમાં કાયદાકીય ગૂંચ છે, ત્યારે સરકાર દ્વારા થનારા NAKSHA પ્રોજેકટ શહેરનો ડિજીટલ નક્શો નસવારીના વિકાસમાં ઘણો ઉપયોગી થશે.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KCKULDEEP CHAUHAN
FollowSept 20, 2025 05:16:030
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 04:45:460
Report
AKArpan Kaydawala
FollowSept 20, 2025 04:31:580
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 04:01:210
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 04:01:070
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 04:01:010
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 03:47:253
Report
RARavi Agrawal
FollowSept 20, 2025 03:19:044
Report
PSPramod Sharma
FollowSept 20, 2025 02:04:411
Report
BSBhadrapalsinh solanki
FollowSept 19, 2025 18:31:0514
Report
GKGovindbhai Karmur
FollowSept 19, 2025 15:35:547
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 19, 2025 15:01:397
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:4511
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:3610
Report