Back
डिजिटल दौर में बच्चों का स्क्रीन टाइम खतरे की घंटी, डॉक्टरों की चेतावनी!
DRDarshal Raval
Sept 20, 2025 03:47:25
Ahmedabad, Gujarat
ફીડ. લાઈવ કીટ
બાળકોના ફાઇલ વિઝ્યુલ લેવા....
એન્કર.
જો તમે પેરેન્ટ્સ છો અને તેમાં પણ તમે વર્કિંગ પેરેન્ટ્સ છો અને તમારે નાના બાળક છે તો આ સમાચાર તમારે જોવા ખૂબ જરૂરી છે. કેમ કે આવા પરેન્ટ્સને લઈને કેટલાક ડોકટરો એ તેમના અને તેમના બાળકો મોટી ચિંતા વ્યક્ત કરી છે. શુ છે તે ચિંતા અને તે પેરેન્ટ્સ માટે કેટલી જરૂરી છે. જુઓ આ અહેવાલ....
વિઓ.
હાલનો સમય ડિજિટલ યુગનો સમય કહેવાય છે તેમજ સરકાર દ્વારા પણ ડિજિટલ યુગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેને લઈને નાનેરાથી લઈને મોટેરા તમામ લોકો ડિજિટલ હવે જોડાયેલા જોવા મળે છે. અને તેમાં પણ ખાસ કરીને ટીવી સ્ક્રીન અને મોબાઇલ સ્ક્રીન સાથે લોકોનો જોડાઓ વધ્યો છે. જે સારી બાબત પણ કહી શકાય પરંતુ ક્યાંક આ ડિજિટલ ક્ષેત્રનો જે રીતે ઉપયોગ થવો જોઈએ તેની સામે લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને બાળકોમાં તેનો દુરુપયોગ વધ્યો છે. આ અમે નહીં પરંતુ કેટલાક ડોક્ટરોએ આ ચિંતા વ્યક્ત કરી છે. એસ જી હાઇવે પર એક હોટેલમાં એડલશન સંસ્થા દ્વારા યોજાયેલ 3 દિવસીય સેમિનારમાં ડોકટરોએ આ ચિંતા વ્યક્ત કરી. જે ચિંતા સાથે આજથી 3 દિવસ યોજાયેલ સેમિનારમાં 500 થી વધુ ડોકટર જોડાયા. જ્યાં બાળકોની મેદસ્વીતા. વધતો જતો ટીવી અને મોબાઈલ નો સ્ક્રીન ટાઈમ. વધતા સ્ક્રીન ટાઇમના કારણે બાળકોમાં વધતો ગુસ્સો. માનસિક તણાવ. જંક ફૂડ નો વધતો ઉપયોગ સહિત ના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો. અને તેમાં પણ નવ યુવાઓમાં પણ વધતો સ્ક્રીન ટાઈમ અને ઈન્ટરનેટ અને ટેકનોલોજીના દુરુપયોગ અંગે પણ ડૉક્ટરર ચિંતા વ્યક્ત કરી હતી...
બાઈટ. ડો. સુષમા દેસાઈ. પીડિયાટ્રિક. સુરત
વિઓ.
આયોજક એવા બાળકોના ડોકટર નિશ્ચલ ભટ્ટ ની વાત માનીએ તો અમદાવાદમાં 600 અને ગુજરાતમા 3 હજાર અને ભારતમાં 50 હજાર ઉપર બાળકોના ડોકટર છે. જેમના ત્યાં કોરોના પહેલા ઇન્ફેકટેડ બાળકો ના કેસ વધુ આવતા પણ સમય સાથે અને બદલાતા ટ્રેન્ડ સાથે કેસ બદલાયા અને હવે ઇન્ફેકટેડ કેસ સાથે સ્ક્રીન ટાઇમિંગ કેસ આવવા લાગ્યા. જ્યાં ડોકટરના મતે પહેલા મહિનામાં જે 4 કેસ આવતા હાલમાં એક સપ્તાહમાં 4 કેસ સ્ક્રીન ટાઇમિંગ અસર ના આવી રહ્યા છે. જે એક મોટો ચિંતાનો વિષય બન્યો છે. જે કેસ ઘટાડવા ડોક્ટરે લક્ષણ સાથે કેટલીક સલાહ પણ આપી...
ગ્રાફિક્સ ઇન.....
કોરોના પહેલા પહેલા અડધો એક કલાક સ્ક્રીન ટાઈમ હતો
કોરોના બાદ ઓનલાઈન શિક્ષણ શરૂ થતાં સ્ક્રીન ટાઈમ વધ્યો
હવે 5 કલાક ઉપર સમય સ્ક્રીન ટાઈમ થઈ ગયો
કોઈને મારૂ અને પોઇન્ટ મળે એવી ગેમથી ગુસ્સો વધે
સુવા જાગવાનું મોડું થાય તેની શારીરિક અને માનસિક અસર વધી
સ્ક્રીન ટાઈમ વધતા આંખ ની સમસ્યા અને નંબર માં વધારો
ડોક્ટરે આવા કેસ ઘટાડવા આપેલી સલાહ. જોઈએ તો...
પરિવાર મોબાઈલ ટાઈમ ઘટાડે
સાથે જમે. રમે અને ટાઈમ પસાર કરે
ફિઝિકલ એક્ટિવિટી કરે
સંયુક્ત કુટુંબ દૂર થયું તે ભેગું કરવું જોઈએ
વર્કિંગ પેરેન્ટ્સ એ બાળકોને સમય આપવો
ગ્રાફિક્સ આઉટ....
બાઈટ. ડો. નિશ્ચલ ભટ્ટ. પીડિયાટ્રિક. અમદાવાદ
બાઈટ. હીમાં બિંદુ સિંગ. પીડિયાટ્રિક. હૈદરાબાદ. હિન્દી બાઈટ
બાઈટ. ડો. સમીર શાહ. પીડિયાટ્રિક. વડોદરા
વિઓ.
એસજી હાઇવે પર યોજાયેલ સેમિનારમાં અલગ અલગ ડીસીસના બાળકોના ડોક્ટરો જોડાયા અને વિવિધ વિષયો ઉપર ચિંતા વ્યક્ત કરીને તેમાંથી બાળકોને બહાર લાવવા માટેની પણ સલાહ આપવામાં આવી. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે એ માતા પિતા અને એ પરિવાર જાગ્રત બનશે. જેના માટે લોકોએ જ એટલે કે એ માતા પિતાએ આગળ આવવું પડશે. અને ત્યારે જ આવા બાળકો આ પ્રકારના ડિસિસ માંથી બહાર આવીને એક સુરક્ષિત જીવન જીવી શકશે...
દર્શલ રાવલ.
Z 24 કલાક. અમદાવાદ.....
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GKGovindbhai Karmur
FollowSept 20, 2025 05:48:410
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 05:47:040
Report
KCKULDEEP CHAUHAN
FollowSept 20, 2025 05:16:030
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 04:45:460
Report
AKArpan Kaydawala
FollowSept 20, 2025 04:31:580
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 04:01:210
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 04:01:070
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 04:01:010
Report
DPDhaval Parekh
FollowSept 20, 2025 03:47:191
Report
RARavi Agrawal
FollowSept 20, 2025 03:19:044
Report
PSPramod Sharma
FollowSept 20, 2025 02:04:411
Report
BSBhadrapalsinh solanki
FollowSept 19, 2025 18:31:0514
Report
GKGovindbhai Karmur
FollowSept 19, 2025 15:35:547
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 19, 2025 15:01:397
Report