Back
हरिज़ में दूध भाव नहीं मिलने पर पशुपालकों ने रोड शो किया
PTPremal Trivedi
Sept 15, 2025 10:37:57
Patan, Gujarat
એન્કર:-
દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ ન અપાતા તેમજ સાગરદાળની ગુણવત્તા સહિતના મુદ્દાઓને લઈને આજે હારીજ ખાતે સમી,શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા પશુપાલકોએ રેલી યોજી માર્ગો ઉપર દૂધ ઢોળી ચેરમેન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
વિઓ:- 1 ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી ગણાતી દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી તેમ જ પશુઓના ને આહાર માટે આપવામાં આવતું સાગરદાનની ગુણવત્તા ઘટાડી છે જેના કારણે થી પશુઓ આ દાણ ખાતા નથી જેથી પશુપાલકોને આર્થિક નુકસાન હેઠું પડે છે ત્યારે આ મુદ્દાઓને લઈને આજે હારીજ ખાતે સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું જેમાં ત્રણેય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા સંમેલનમાં દૂધ સાગર ડેરીના ચેરમેન સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાગર ડેરીની વિવિધ લોનો નું ભારણ કોના માથે ડેરીના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહેસાણા દૂધ સાગર ડેરીના સમર્થકો મોટી સંખ્યામાં આવી પહોંચતા પશુપાલકો અને સમર્થકો વચ્ચે ઘર્ષણ થવા પામી હતું પોલીસે સમયસર ઘટના સાથે પહોંચે મામલો થાળી પાડયો હતો.
સંમેલન બાદ મોટી સંખ્યામાં પશુપાલકોએ રેલી યોજી હતી જેમાં ચેરમેન અશોક ચૌધરી સામે સુત્રોચાર પોકારી દેખાવ કર્યા હતા અને રોડ ઉપર દૂધ ઢોળી પશુપાલકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો
પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે દેવું ઓછું કરવામાં આવે નોકરીએ રાખવામાં આવેલા મળતીયાઓને ઘર ભેગા કરી ઓછા પગારમાં વધુ કર્મચારીઓ રાખવામાં આવે તેવી માંગ પશુ પાલકો એ કરી હતી
હારીજ ખાતે સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવો નહીં અપાતા તેમજ સાગરદાનની ગુણવત્તા સહિતના અનેક મુદ્દાઓને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ આક્ષેપોનું સમી હારીજ વિભાગના ડિરેક્ટર સકત્તાભાઈ ભરવાડે ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે ચેરમેન સામે કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા અને બે બુનિયાદ છે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે. આ ખોટા વિરોધો કરવામાં આવી રહ્યા છે. લેબોટરીમાં ચેક થયેલું સાગરદાણ પશુપાલકોને આપવામાં આવે છે એ ગુણવત્તા વગરનું હોત તો બનાસ ડેરી આપણી પાસેથી ખરીદ્યું ન હોત. સંમેલનમાં
સંખ્યા દેખાડવા માટે બહારથી માણસોને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો તો કાનજી ભાઈ દેસાઈ સોઢવ દૂધ મંડળી ના પ્રમુખ એ જણાવ્યું હતું કે જે લોકોને ડેરી પસંદ નથી તેવા લોકોના હાથા બનીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે શિવાભાઈ ના ઘેર એક પણ ઢોર નથી તેઓએ કદી દૂધ ભરાવ્યુ નથી તેઓ બીજાના પૈસે આ પ્રકારના કામો કરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
બાઈટ 1 શિવરાજભાઈ દેસાઈ પશુપાલક સમિતિના ચેરમેન
બાઈટ 2 સકતાભાઇ ભરવાડ ડિરેક્ટર સમી,હારીજ વિભાગ
બાઈટ 3 કાનજીભાઈ દેસાઈ પ્રમુખ સોઢવ દૂધ મંડળી
બાઈટ. 1 to 1. પશુ પાલકો સાથે
બાઈટ. 1 to 1 મહિલા પશુ પાલકો સાથે
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:070
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:000
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:19:523
Report
SBShilu Bhagvanji
FollowSept 15, 2025 12:19:440
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 11:32:270
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 11:19:562
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 10:48:253
Report
KBKETAN BAGDA
FollowSept 15, 2025 10:48:184
Report
PDPRASHANT DHIVRE
FollowSept 15, 2025 10:37:503
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 15, 2025 10:33:400
Report
ARAlkesh Rao
FollowSept 15, 2025 10:33:290
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 10:16:250
Report
RMRaghuvir Makwana
FollowSept 15, 2025 10:15:540
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 10:15:360
Report