Back
राजकोट में PGVCL की बेइंतहा बेदरकारी से लोग भड़के, वीडियो वायरल
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 20, 2026 10:19:14
Rajkot, Gujarat
રાજકોટમાં PGVCLની ઘોર બેદરકારી સામે આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના સોરઠિયાવાડી સબ-ડિવિઝન ઓફિસમાં ગ્રાહકો સાથે અન્યાય થતો હોવાના गंभीर આક્ષેપો ઉઠ્યા છે. ચાર કલાકથી વધુ સમયથી લાઇટ ગુલ હોવા છતાં તંત્ર ઊંઘમાં હોવાનું ચિત્ર સામે આવ્યું છે. વારંવાર ફોન કરવા છતાં જવાબ ન મળતા ત્રસ્ત ગ્રાહકો જ્યારે ઓફિસ સુધી પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે ફરિયાદો સાંભળવી ન પડે તે માટે ફોનનું રિસીવર જ નીચે ઉતારી દેવામાં આવ્યું હતું, જે સરકારી કચેરીની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પ્રજાના પ્રશ્નો પ્રત્યે આવી અસંવેદનશીલતા સામે સ્થાનિકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. ગ્રાહકો દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ પાસે કડક પગલાં લેવા માંગ ઉઠી છે. જો કે સમગ્ર મામલે પી.જે. મેહતાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સુરક્ષાના ભાગરૂપે ઘણી વખત લાઇનો બંધ રાખવામાં ાતી હોય છે અને એક જ સમયે અનેક લોકો કોલ કરતા હોવાથી કોલ કનેક્ટ ન થઈ શકતા હોય છે. વધુમાં તેમણે કહ્યું કે કર્મચારીઓને ક્યારેય રિસીવર નીચે મુકવાની તાલીમ આપવામાં આવી નથી. વાયરલ વીડિયોમાં કર્મચારી ફરિયાદ નોંધતો હતો અને તે દરમિયાન રિસીવર મુકવામાં આવ્યો હોવાનું દાવો પણ તેમણે કર્યો છે. આ મામલે સીસીટીવી તપાસની પણ વાત સામે આવી રહી છે. ત્યારે હવે સવાલ એ છે કે વાસ્તવમાં બેદરકારી થઈ છે કે પછી માત્ર ગેરસમજ છે – તેનો ખુલાસો તપાસ બાદ જ થશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSHAILESH CHAUHAN
FollowMar 20, 2026 11:35:220
Report
RTRAJENDRA THACKER
FollowMar 20, 2026 11:34:140
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:36:321040
Report
BPBurhan pathan
FollowMar 20, 2026 10:22:011046
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:001016
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:17:141089
Report
NJNILESH JOSHI
FollowMar 20, 2026 10:16:331017
Report
DPDhaval Parekh
FollowMar 20, 2026 09:49:08959
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 09:48:431089
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 09:00:411075
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 20, 2026 09:00:111071
Report
MDMustak Dal
FollowMar 20, 2026 08:50:441072
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 08:41:291015
Report
URUday Ranjan
FollowMar 20, 2026 08:24:151093
Report