Back
ભદ્રકાળી ચોકમાં ભારે વરસાદ: વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો!
Dwarka, Gujarat
વીઓ 01 :- ભદ્રકાળી ચોક વિસ્તારમાં ફરી એકવાર ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. દર વર્ષની જેમ આ વખતે પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ભારે વરસાદના કારણે ભદ્રકાળી ચોક અને ગામને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના લીધે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.
WKT
વીઓ 02 :- દ્વારકામાં વરસેલા ૧૧૩ MM જેટલા ભારે વરસાદને કારણે ભદ્રકાલી ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર દ્વારા ભદ્રકાલી ચોકની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને ચીફ ઓફિસરને વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા તાકીદ કરી હતી. ગત વર્ષે પણ આ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને નગરપાલિકા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ જોતાં, આ વર્ષે પાણીનો યોગ્ય નિકાલ થશે કે કેમ, તે જોવું રહ્યું.વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મામલતદારની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે અને ઇમર્જન્સી રેસ્ક્યુ ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક તંત્ર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે લોકોની મદદ માટે ૨૪ કલાક કાર્યરત રહેશે.
બાઈટ :- અમોલ આવતે, પ્રાંત અધિકારી, દ્વારકા
વીઓ 03 :- તંત્ર દ્વારા ઝડપથી અને અસરકારક રીતે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ભદ્રકાલી ચોકના રહેવાસીઓને વધુ હાલાકીનો સામનો ન કરવો પડે.
અલગ અલગ મોકલાવેલ છે પેકેજ ગણવું
સ્ટોરી whatsapp કરેલ છે માત્ર એન્ટ્રી માટે છે
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement