Back
ભુજ-હાજીપીર બસ સેવા બંધ કરવાની ચીમકી: રસ્તા સુધારવા માટે અલ્ટીમેટમ!
Sadhara, Gujarat
下Rajendra载 下Thacker载 下Kutch载
下Approved:Tapanbhai载
下PKG载 story
Location:deshlapar 150 km
એન્કર
જો રસ્તાઓ સુધરે નહીં, તો ભુજ-હાજીપીર બસ સેવા બંધ કરવાનો તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ હાઇવેની જવાબદારી રાજ્ય સરકારની હોવા છતાં, ભુજ એસટી ડેપો મેનેજરે ગામડાના સરપંચને લેટર લખીને રોષ ઊભો કર્યો છે. ગામડાના સરપંચ સ્ટેટ હાઇવે કેવી રીતે સુધારી અને બનાવે? એટલે એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. લોકોની સુખાકારી માટે બસ ચાલુ રાખવામાં આવશે, પરંતુ સહકાર મળે અને રસ્તા સુધરે એ માટે ડેપો મેનેજરે અલ્ટીમેટમ આપ્યું છે ખરાબ રસ્તાને કારણે બસોના પાટા તૂટી જાય છે અને ડ્રાઇવરો તેમજ કંડક્ટરોની પીઠની ગાદી ખસી જાય છે. આ હવાલો આપી બસ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. "લોકોની સુખાકારી માટે બસ ચાલુ રાખવામાં આવશે, પરંતુ સહકાર મળે અને રસ્તા સુધરે એ માટે અલ્ટીમેટમ આપેલું છે. બધાના સાથ-સહકારથી રસ્તા સુધરે તો લોકોની સુખાકારી જળવાઈ રહેશે અને એસટીને નુકસાન પણ નહીં થાય."વિઝ્યુઅલ્સ: બસોના તૂટેલા પાટા અને ડ્રાઇવરો-કંડક્ટરોની મુશ્કેલીઓના દૃશ્યો.
વીઓ
ગુજરાત સરકાર રસ્તાઓ સુધારવાની કામગીરી કરી રહી છે, પરંતુ કેટલાક રસ્તાઓ વર્ષોથી એ જ ખરાબ પરિસ્થિતિમાં રહેલા છે. આના કારણે લોકોને હાલાકી પડે છે અને વાહનચાલકોને આર્થિક તેમજ શારીરિક તકલીફો થાય છે. એવી જ એક ઘટના ભુજ-હાજીપીર બસ સાથે જોવા મળી છે. ભુજ ડેપોના મેનેજરે રસ્તો સુધરે નહીં તો બસ બંધ કરવાનો નિર્ણય કર્યો, જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે
બાઈટ 1: જબાર જત, સરપંચ, લુડબાય ગ્રામ પંચાયત
94 કરોડના ખર્ચે રસ્તો મંજૂર થયેલો છે, પરંતુ હજુ કામ શરૂ થયું નથી. દેશલપર ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ છે. ઓવરલોડ ટ્રકોના કારણે રસ્તો વધુ બગડ્યો છે. અમે પહેલાં આંદોલન કર્યું હતું, સરકારે રસ્તો મંજૂર કર્યો, પરંતુ હજુ કાગળ પર જ રહેવો છે. આનાથી લોકોની પરેશાની દૂર થઈ નથી. રસ્તો સુધરે નહીં તો ભુજ-હાજીપીર બસ બંધ થવાની વાત પણ થઈ છે.
બાઈટ 2: પ્રવિણસિંહ કુંપાવત, મેનેજર, ભુજ બસ ડેપો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement