Back
માંડવીમાં નશામાં ધૂત પોલીસ યુવકોનો કાર અકસ્માત, જાણો વિગત!
Surat, Gujarat
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન : માંડવી (સુરત )
સ્લગ :-0207ZK_SRT_DRINK_DRIVE_1
ફીડ :- સ્થળ વીડિયો, બાઈટ, વોક થ્રુ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા ના માંડવી-ઝંખવાવ રોડ પર માલધા ફાંટા પાસે અકસ્માત મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. કાર માંથી પોલીસ સાઈન બોર્ડ તેમજ દારૂની બોટલો મળી આવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા નશામાં ધૂત યુવકો પોલીસ કર્મીઓ હોવાનું સામે આવ્યું હતું. SRP જવાનોએ નશાની હાલત માં કાર હંકારી ૪ વાહનો તેમજ પાથરણા વારા ને અડફેટે લીધા હતાં. માંડવી પોલીસે બંને ની ધરપકડ કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.
વિઓ...
ગતરોજ માંડવી તાલુકા ના માલધા ગામ ફાંટા નજીક માંડવી-ઝંખવાવ રોડ પર એક કારે અકસ્માત સર્જ્યો હતો. બેકાબુ કાર ચાલકે એક બાદ એક ત્રણ બાઇક એક કાર અને એક શાકબાજી પાથરણા વારા ને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ સ્થળ પર લોકટોળાઓ એકત્ર થઈ ગયા હતા. અને બંને યુવકોને ઝડપી લીધા હતા. કાર ની તપાસ હાથ ધરતા કારમાં લાગેલ પોલીસ લખેલ સાઈન બોર્ડ તેમજ કાર માંથી બિયર ની ટીન અને બોટલો મળી આવી હતી. ત્યારબાદ સ્થાનિકોએ માંડવી પોલીસ ને અકસ્માત ની જાણ કરતા માંડવી પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને યુવકને પકડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
બાઈટ :- જાલમ સિંગ (પ્રત્યદર્શી)
વિઓ...
સદનસીબે અકસ્માત માં કોઈ મોટી જાનહાની ન થવા પામી હતી. જોકે અકસ્માત અંગે તપાસ હાથ ધરતા બંને યુવકો ભરૂચ વાલિયા SRP ગ્રુપ ના પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું. જેઓ હાલ વ્યારા ખાતે SDRF માં ફરજ બજાવી રહ્યાં છે. જેઓ ઇર્ટીગા કાર જી.જે.૧૫.સીપી.૯૧૭૪ લઈ ને વાલિયા જઇ રહ્યા હતા. અકસ્માત કરનાર હિતેશ ગાયકવાડ મૂળ વિરક્ષેત્ર ગામ. કપરાડા વલસાડ નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેમજ અન્ય યુવક વિરલ વળવી રાયગઢ, નિઝર તાપી જિલ્લાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને યુવકો સામે અકસ્માત પ્રોહીબીસન એક્ટ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.
બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી : સુરત રૂરલ)
વોક થ્રુ :- સંદીપ વસાવા (માલધા - માંડવી)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement