Back
સુરત: પતિએ પત્નીની હત્યા, ઝઘડા બાદ ભેદ ઉકેલાયો!
Surat, Gujarat
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કડોદરા (સુરત )
સ્લગ :-0707ZK_SRT_HATYARO_PATI_1
ફીડ :- સ્થળ વીડિયો, બાઈટ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ગુજરાત એસટીના ડ્રાઇવર એજ પત્નીની હત્યા તપાસમાં ઘટસ્ફોટ થયો, અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડથી હત્યારો પતિ ઝડપાયો, માંડવીના નગરમાં બંધ ઘરમાંથી કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
વિઓ...
સુરત જિલ્લાના માંડવી તાલુકાના માછીવાડ વિસ્તારમાં એક બંધ મકાન માંથી દુર્ગંધ મારતી હતી. જેને કારણે સ્થાનિક લોકોએ પોલીસ ને જાણ કરી હતી. છેલ્લા ચાર દિવસથી આ મકાનના દરવાજા પર તાળું મારેલું હતું. શુક્રવારે મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરતાં અંદર મહિલાની લાશ પડી હતી. મહિલા ની લાશ જોતા પોલીસ અને પાડોશીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ ઘટનાને પગલે આસપાસ વિસ્તારમાં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં માંડવીના અંબાજી રોડ પર આવેલા માછીવાડમાં પુષ્પા ચૌહાણના મકાનમાં મહિસાગરના સંતરામપુરનો રહેવાસી અને માંડવી એસ.ટી. બસ ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો દિનેશ ડામોર પોતાની પત્ની સુમિત્રા સાથે ભાડે રહેતો હતો. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતો હોવાનું વિગતો મળતા મૃતક મહિલાના પતિ ની શોધખોર શરૂ કરી હતી.
બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી : સુરત ગ્રામ્ય)
વિઓ...
મહિલા નો પતિ દિનેશ ડામોર એસ.ટી બસ માં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. માંડવી એસ.ટી. બસ ડેપોમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તે 29 જૂનથી નોકરી પર પણ ગયો ન હતો. જેથી પોલીસને શંકા હતી કે એસ.ટી બસ મારફતે અવર જવર કરી ફરાર થશે. જેને લઈને પોલીસે એસ.ટી ડેપો અને અલગ અલગ જિલ્લાની પોલીસને મેસેજ આપી દીધા હતા. જેને લઈને અન્ય જિલ્લાની પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. અમદાવાદના ગીતા મંદિર એસ.ટી ડેપો ખાતેથી કાગડાપીઠ પોલીસે હત્યારા દિનેશને ઝડપી લીધો હતો અને આરોપીનો કબજો માંડવી પોલીસને સોંપ્યો હતો.
બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી : સુરત ગ્રામ્ય)
પોલીસ તપાસ માં સામે આવ્યું હતું કે બંને પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતાં હતાં. એક-બે મહિના અગાઉ પણ આવા જ એક ઝઘડા બાદ સુમિત્રા પોતાના પિયર ચાલી ગઈ હતી. જેને સમજાવીને દિનેશ પાછો લાવ્યો હતો. ત્યારબાદ ફરી ઝઘડો થતા મારી નાખવાની ધમકી આપતો હતો. અંતે ઝગડા થી કંટાળી જઈ દીનેશે ગળું દબાવીને સુમિત્રાની હત્યા કરી નાખી પોલીસે લાશને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલતાં પતિ દિનેશે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે દિનેશ ડામોર પત્ની સાથેના સતત ઝઘડાઓથી કંટાળી ગયો હતો અને અગાઉ આપેલી ધમકી મુજબ તેણે ગળું દબાવીને સુમિત્રાની હત્યા કરી નાખી હતી.
બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી : સુરત ગ્રામ્ય)
વિઓ...
હાલ તો પોલીસ તપાસ માં પારિવારિક કંકાસના કારણે પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા પતિ ને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement