Back
સુરતના બ્રિજની સ્થિતિ પર લોકોમાં ભય, શું બનશે આગળ?
SVSANDEEP VASAVA
FollowJul 09, 2025 11:35:29
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કામરેજ ( સુરત )
સ્લગ :-0907ZK_SRT_BRIDGE_REALITY_1
ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર....
વડોદરા માં પુલ તૂટી જવાની ઘટના માં અનેક લોકોના મોત થવાની ચકચારીત ઘટના બની છે. ત્યારે આવી જ ઘટના રાહ સુરત જિલ્લા માં બને તેની રાહ જોવાય રહી છે. છેલ્લા ૨ વર્ષ થી ક્ષતિગ્રસ્ત બ્રિજ ને લોખન્ડ ની પ્લેટ ના સહારે ચલાવાય રહ્યો છે. જુઓ ઝી ૨૪ કલાક વિશેષ અહેવાલ જોખમી બ્રિજ...
વિઓ...
વડોદરા પુલ તૂટી પડવાની ઘટના બની છે. જેમાં હાલ સુધી ૧૨ લોકો ના મૃત્યુ થવાનો આંકડો સામે આવ્યો છે. ત્યારે સુરત જિલ્લા માં પણ આજ પ્રકારની ઘટના બને તેવી ભીતિ સેવાઇ રહી છે. કામરેજ ના તાપી નદી પર નો પુલ આશરે ૨ વર્ષથી ક્ષતિગ્રસ્ત હાલત માં જોવા મળી રહયો છે. આ બ્રિજ ના મધ્યમ માં બે સ્પાન વચ્ચે વચ્ચે ક્ષતિ સર્જાય છે. અનેક વખત લોકોએ રજુઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી. વખતો વખત ફક્ત લોખંડ ની પ્લેટ મૂકી ને કામચલાઉ કામગીરી કરાય રહી છે. અનેક વખત બ્રિજ પરથી આ પ્લેટ ખસી જાય છે જેના કારણે વાહનો પટકાય છે. ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ ને બેઠા હોય એવું લોકો રોષ સાથે જણાવી રહ્યા છે.
બાઈટ :- ભગવાન ભોકળવા (રજુઆત કરનાર : કામરેજ)
બાઈટ :- જે.ડી.કથરીયા (સ્થાનિક : કામરેજ)
વિઓ...
થોડા દિવસ પેહલા પ્લેટ ખસી જતા ઝી ૨૪ કલાક દ્વારા એહવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ કામરેજના ધારાસભ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્થળ મુલાકાત કરી હતી. બ્રિજ પર હાઇવે ઓથોરીટી ના કર્મચારીઓને સાથે રાખી ને નેતા ફોટો સેસન કર્યું હતું. મહત્વ નું છે કે દોઢ વર્ષ થી બ્રિજ ક્ષતિગ્રસ્ત મંત્રી ને બ્રિજ પર પહોંચતા દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. કારણે 3 કિમિ ના અંતરેજ મંત્રી નું કાર્યાલય આવ્યું છે. હાઇવે ઓથોરિટી અધિકારી નેતાઓને, અનેક ફરિયાદ રજુઆત છતાં કામગીર હજી નથી કરવામાં આવી. હાલ પણ બ્રિજ ની પ્લેટ ઊંચી નીચી થઈ રહી છે. બ્રિજ પર પ્લેટ ના કારણે ટ્રાફિક જામ પણ સર્જાય છે. ત્યારે રોજિંદા અવજ વજર કરતા મુસાફરો બ્રિજ પરથી પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે.
બાઈટ :- કિશન ગુજ્જર (મુસાફર : કામરેજ)
બાઈટ :- જીવલ જડવાણી (મુસાફર : કામરેજ)
વિઓ....
હાલ તો સ્થાનિક લોકો જાગૃત નાગરિકો દ્વારા રજુઆતો કરવામાં આવી રહી છે બ્રિજ ની કામગીરી યોગ્ય પ્રકારની કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે હવે લોકો રોષ સાથે જણાવી રહ્યા છે કે જેમ અગાઉ ભૂતકાળમાં ઘટના બની છે નિર્દોષ લોકો ભોગ બને છે અને ત્યારબાદ તંત્ર જાગે છે. ત્યારે વડોદરા બાદ સુરત જિલ્લા માં ઘટના બને તો નવાય નહિ.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement