Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

બ્રિજના નિર્માણમાં બેદરકારીથી 12 વર્ષના બાળકનું દુઃખદ મૃત્યુ!

LJLakhani Jaydeep
Jul 09, 2025 18:30:23
Dwarka, Gujarat
વીઓ :- દેવભૂમિ દ્વારકા ના ઓખા રેલવે સ્ટેશન નજીક નવા બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન થયેલી ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ ૧૨ વર્ષના બાળક અઝહરુદ્દીન અકબરભાઈ સુરાણીનું કરુણ મૃત્યુ થયું છે. રેલવે કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહીના કારણે અઝહરુદ્દીન ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં પડી ગયો અને ડૂબી જવાથી તેનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બ્રિજની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાની આસપાસ કોઈપણ પ્રકારની સુરક્ષા બેરિકેડિંગ કે ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા નહોતા. આવી ગંભીર બેદરકારીના પરિણામે અઝહરુદ્દીન ખાડામાં પડી ગયો હતો. ઘટના બન્યા બાદ તરત જ તેને મીઠાપુરની ટાટા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકના પરિવારમાં ઊંડો શોક વ્યાપ્યો છે, અને સ્થાનિક લોકો દ્વારા રેલવે તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર સામે તેમની ઘોર બેદરકારી બદલ ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બાઈટ :- પાલ આંબલિયા પ્રમુખ જિલ્લા કોંગ્રેસ દ્વારકા
16
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HNHEMKANT NAUTIYAL
Aug 31, 2025 03:34:26
Uttarkashi, Uttarakhand:
उत्तरकाशी।। जनपद में रात्रि को हुई भारी बारिश।। यमुनोत्री राष्ट्रीय राजमार्ग स्यानाचट्टी, जर्जर गाड़, बनास, नारदचट्टी आदि स्थान पर बंद।। गंगोत्री हाईवे स्थान धरासू बैंड, नेताला के पास बंद।। गंगोत्री, यमुनोत्री राष्ट्रीय राजमार्ग मार्ग को सुचारु करने के लिए जुटी मशीनें।। जनपद में दो दर्जन से भी ज्यादा लिंक मोटर मार्ग बंद।।
2
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 31, 2025 03:30:28
Surat, Gujarat:
અપ્રુવલ: વિશાલ ભાઈ PCAKAGE FEED_LIVE_U FOLDER_SRT_VARSAD એંકર:સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં પણ આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના અઠવા, વેસુ, પીપલોદ, અલથાણ, ખટોદરા, ડીંડોલી, ઉધના સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.હળવા પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે. વીઓ:1 ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું, તાપી નદીમાં જળસ્તર વધ્યું ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમમાંથી 95,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે.આ કારણે તાપી નદીનું જળસ્તર વધ્યું છે. અને નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. WKT: પ્રશાંત ઢીવરે વીઓ:2 હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ છે. કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ ઉપરાંત, માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
3
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 31, 2025 03:15:42
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_CR_PATIL એંકર:સુરત: ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરમાં ''''સન્ડેઝ ઓન સાયકલ'''' સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અઠવાલાઈન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ સાયક્લોથોન વાઈટ જંકશન સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સુરતના નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વીઓ:1 આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરીને પ્રારંભ કરાવ્યો હતો અને સૌને ખેલ ભાવનાનું મહત્વ સમજાવ્યું હતું.આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવા સાથે લોકોને સ્વસ્થ રહેવા માટે સાયકલિંગ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) WKT: પ્રશાંત ઢીવરે આ સાયક્લોથોનમાં યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વય જૂથના લોકોએ ભાગ લીધો હતો, જે સુરતના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગૃતિ દર્શાવે છે. આ કાર્યક્રમ ખરેખર સફળ રહ્યો અને મેજર ધ્યાનચંદની જન્મ જયંતિને યોગ્ય રીતે ઉજવવામાં આવી. પ્રશાંત ઢીવરે - સુરત PAVKAGE
1
comment0
Report
DRDarshal Raval
Aug 31, 2025 03:15:20
Ahmedabad, Gujarat:
અમદાવાદ ચાણક્યપુરી ડમરુ સર્કલ પાસેનો બનાવ વહેલી સવારે એક કારે સર્જ્યો અકસ્માત ફૂલ સ્પીડમાં બ્રિજ પરથી આવતી કાર ડમરુ સર્કલ પાસે એક કાર સાથે અથડાઈ સ્પીડમાં કાર અથડાતા સર્જાયો મોટો અકસ્માત ઘટનામાં 2 લોકો ઘાયલ થયાના સમાચાર વેગનઆર કાર ટર્ન લેતી હતી ત્યારે બ્રિજ પરથી આવતી કારે ટક્કર મારી પહેલા કાર સર્કલ સાથે અથડાઈ અને બાદમાં કાર ને મારી ટક્કર સમગ્ર ઘટનાના cctv ફૂટેજ પણ આવ્યા સામે cctv માં અકસ્માત સર્જનાર કાર સ્પીડમાં હોવાનું થયું કેદ ઘાયલને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખસેડાયો
6
comment0
Report
VSVISHAL SINGH
Aug 31, 2025 02:30:55
Noida, Uttar Pradesh:
फर्रुखाबाद अरुण सिंह गणपति पंडाल में घुसा स्थान मची अफरा तफरी वीडियो वायरल गणपति आयोजन के दौरान कार्यक्रम के बीच में घुस गया सांड लोग इधर-उधर भागे फर्रुखाबाद नवाबगंज थाना क्षेत्र के चिकन वाली गली में गणपति बप्पा का देर रात आयोजन चल रहा था इसी दौरान लोग आयोजन में चल रहे कार्यक्रम को देख रहे थे लेकिन अचानक मंच की ओर से एक सेंड घुसा जिससे पूरे कार्यक्रम में अफरा तफरी मच गई हालांकि दो लोगों को सामान्य हल्की चोटें आई हैं लेकिन कोई भी बड़ी और अपनी घटना नहीं हुई नवाबगंज थाना क्षेत्र का है मामला
6
comment0
Report
SKSantosh Kumar
Aug 31, 2025 02:30:41
Noida, Uttar Pradesh:
_anjali हमेशा विवादो में रहने वाले भोजपुरी एक्टर पवन सिंह एक बार फिर विवादों में हैं। हरियाणवी सिंगर और डांसर अंजलि राघव की कमर छूने का उनका एक वीडियो वायरल है। लखनऊ में हुई इस घटना के बाद सोशल मीडिया पर कई लोगों ने पवन सिंह की इस हड़कत की जमकर आलोचना कर रहे हैं वहीं पर हरियाणवीं डांसर अंजलि राघवानी को भी इस घटना पर कोई प्रतिक्रिया नहीं देने के लिए आलोचना कर रहे हैं । इसके बाद अंजलि ने खुद एक वीडियो जारी किया और पूरी घटना को लेकर अपनी स्थिति स्पष्ट की घटना से आहत भोजपुरी इंडस्ट्री छोड़ने की बात तक कह डाली।
7
comment0
Report
NJNILESH JOSHI
Aug 30, 2025 18:15:06
Vapi, Gujarat:
એન્કર- સંઘ પ્રદેશ દમણના પ્રવાસનને વેગ આપવા માટે દમણ ના દેવકા બીજ પર મોનસુન ફેસ્ટિવલ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે.. પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે 1 સપ્તાહ સુધી ચાલનારા આ મોનસુન ફેસ્ટિવલ નો રંગારંગ આરંભ કરાવ્યો હતો. દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર મોનસુન ફેસ્ટિવલના આરંભમાં પ્રદેશના ઉચ અધિકારીઓ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મોનસુન ફેસ્ટિવલ નિમિતે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઇ હતી.મહત્વપૂર્ણ છે કે દમણનો દરિયો દેશભરમાં જાણીતો છે. દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણ ની મુલાકાત લે છે...આથી છેલ્લા કેટલાક વર્ષો થી ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે દમણ ની જાણીતી નાઈટ માર્કેટમાં ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું..આ રંગારંગ માર્કેટમાં આરંભ વખતે જ મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે ઉમટ્યા હતા. આ પ્રસંગે ભવ્ય આતસબાજી યોજાઇ હતી. આથી દમણનું આકાશ રંગબેરંગી લાઈટો થી ઝગમગ્યુ હતું..સાથે જ દરિયા કિનારે સાંસ્કૃતિક પરેડ પણ યોજાઇ હતી .જેમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્ય ની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર થી વિશેષ શો કરવામાં આવ્યો હતો.. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોનસુન ફેસ્ટિવલ ને નિહાળીને મન મોહિત થઈ ગયા હતા .. બાઈટ:1 શિવમ તેવટીયા, ડાયરેકટર ઓફ ટુરિઝમ દમણ બાઈટ: 2, ત્રીતિ સિંગ પ્રવાસી, બાઈટ: 4 ઊજાલા ચૌહાણ , પ્રવાસી લોકેશન:દમણ
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 30, 2025 17:02:34
Surat, Gujarat:
સુરત.... ગણેશ વિસર્જનને લઈ સુરત પોલીસ સજ્જ સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ પોલીસ કમિશનર ની અધ્યક્ષતામાં યોજાઈ મહત્ત્વની બેઠક બેઠકમાં jcp ,સેક્ટર વન અને ટુ, ડીસીપી,એસીપી કક્ષાના અધિકારીઓ રહ્યા હાજર ઉપરાંત srp અને રેપિડ એકશન ફોર્સ સહિત સેન્ટ્રલ રેપિડ પેરામિલિટ્રી ફોર્સ ના અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી પોલીસ કમિશ્નરે ગણેશ વિસર્જન દરમ્યાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે જરૂરી સૂચના આપી શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા પાર પડે તે દિશામાં પ્રયાસ કરવા આપી સૂચના સાથે અલગ અલગ વ્યવસ્થાઓ અંગેની પણ સમીક્ષા કરવામાં આવી ગણેશ વિસર્જનના રૂટ,ટ્રાફિક વ્યવસ્થા,સહિતની તૈયારીઓની કરવામાં આવી સમીક્ષા સંવેદનશીલ વિસ્તારો અંગે પણ બેઠકમાં ચર્ચા
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 30, 2025 17:02:26
Surat, Gujarat:
સુરત... આગામી ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ સુરત પોલીસ એક્શનમાં સંવેદનશીલ વિસ્તારોની પોલીસ કમિશ્નરે જાતે કરી મુલાકાત શહેર sog,ક્રાઈમ બ્રાન્ચ,સ્થાનિક પોલીસની ત્રણ અલગ અલગ ટીમો સાથે ફ્લેગ માર્ચ રેપિડ એકશન ફોર્સ અને સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ સલાબતપુરા,મહિધરપુરા,લાલગેટ સહિત અઠવા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ પોલીસના પાંચસો માણસો સાથે.પો.કમી.જાતે પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કર્યું અલગ અલગ ગણેશ પંડાલોમાં ભગવાન ગણેશ ની કરી આરતી પણ કરી સુરત પોલીસ કમી.અનુપમસિંહ.ગેહલોત નું નિવેદન શહેરના પાંચ સંવેદનશીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું પાંચસો માણસોને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કરાયું ક્રાઈમ બ્રાન્ચ,sog ,સ્થાનિક પોલીસ સહિત બે કંપની ને સાથે રાખી વિસ્તારોની મુલાકાત કરવામાં આવી, અલગ અલગ ગણેશ પંડાલો ની પણ મુલાકાત કરી નાની મોટી કોઈ પણ ઘટના બને તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપી, શહેરમાં શાંતિપૂર્ણ રીતે લોકો તહેવાર ઉજવે તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે લોકોની સુરક્ષા અને સલામતી પોલીસની પ્રાથમિકતા છે, મુસ્લિમ સમાજના લોકો જોડે પણ મુલાકાત કરી કોઈ અફવા ફેલાવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપી લોકો હળીમળી ને તહેવાર ઉજવે તેવી અપીલ બાઈટ :અનુપમસિંહ ગેહલોત (સુરત પો.કમી.)
14
comment0
Report
SBShilu Bhagvanji
Aug 30, 2025 15:04:41
Porbandar, Gujarat:
એન્કર- પોરબંદર શહેરના પેરેડાઈઝ સિનેમાના બોગસ ફાયર એનઓસી આપવા મામલે ભારે ગુંચવણ ઉભી થઈ છે. મનપા કચેરી ખાતે સમગ્ર મામલે પેરેડાઈઝ સિનેમા દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે જે ફાઈલ મુકવામાં આવી હતી તેને શોધવામાં આવી રહી છે તેવુ મનપા કમિશ્નરનો દાવો છે. ફાઈલ મળ્યા પછી તમામ પ્રકારની કાર્યવાહી આગળ હાથ ધરાશે તેવુ કમિશ્નર હાલ જણાવી રહ્યા છે. ટોકીઝને ક્યા હેતુ માટે બાંધકામ પરમિશન આપવામાં આવી હતી તે અંગે જ્યારે પોરબંદર મનપાના કમિશનરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતુ કે હાલ આ ફાઈલ ઉપલબ્ધ થયા બાદ અભ્યાસ કરાવામાં આવશે અને પરમિશન કોણે આપી છે અને સહી કોણે કરી છે તે અંગે ફાયર વિભાગનો ખુલાસો માંગવામા આવશે.સા થે જ બિલ્ડીંગમાં નકશા મુજબનું બાંધકામ તેમજ ફાયર સિસ્ટમની મંજૂરી કઈ રીતે આપવામાં આવી હતી તે અંગે પણ ફાઈલ મળ્યા બાદ અભ્યાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પેરેડાઈઝ સેનિમાને મનપા દ્વારા બીયુ પરમિશન પણ આપી દેવામાં આવી હતી પરંતુ કોઇ કારણોસર શંકા જતા ફાયર એનઓસી ખરાઈ માટે રાજકોટ રીજીયોનલ કચેરી ખાતે મોકલાવતા આ સર્ટિફિકેટ બોગસ હોવાનો ખુલાસો થતા આખો ભાડા ફોડ થયો છે. બાઈટ-1 એચ.જે.પ્રજાપતિ મનપા કમિશનર,પોરબંદર
14
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 30, 2025 14:33:52
Modasa, Gujarat:
અરવલ્લી ભિલોડા નગરમાં ધોધમાર બરસાદ દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી પાણી પાણી ગોવિંદ નગર,પરમાર ફળી,વાઘેલા ફળીમાં પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી ભિલોડા હિંમતનગર હાઇવે પર પાણી ભરાયા
14
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 30, 2025 14:17:30
Modasa, Gujarat:
અરવલ્લી શામળાજી માં ભારે વરસાદના કારણે ડુંગર પરથી ભુસ્ખલન ની ઘટના શામળાજીના બસ સ્ટેશન ઓવરબ્રિજની પાસેની ઘટના ભુસ્ખલનના કારણે ત્રણ કિલોમીટર હાઇવે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી
14
comment0
Report
DPDhaval Parekh
Aug 30, 2025 14:15:56
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : સ્ટોરી આઇડિયા સ્લગ : NVS VOTE CHORI PRESS નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 30 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : ભારતમાં બોગસ મતદારો થકી વોટ ચોરી થતી હોવાનો મુદ્દો કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે આંદોલનમાં ફેરવ્યા બાદ હવે જિલ્લા સ્તરે વોટ ચોરીના આક્ષેપો સાથે મતદાર યાદી ચકાસવા સાથે જન અધિકાર સંમેલન કરવાની રણનીતિ બનાવી છે. ત્યારે ભાજપે કોંગ્રેસ પાસે કાર્યકર્તા નથી કે કોઈ મુદ્દો તેથી લોકોને ભ્રમિત કરવાના પ્રયાસો કરી રહી છે. વી/ઓ : ભારતમાં થતી ચુંટણીઓમાં બોગસ મતદારો ઉભા કરીને વોટ ચોરી થતી હોવાના આક્ષેપો લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઉઠાવ્યા બાદ તેને આક્રમક રીતે આંદોલનમાં બદલવાનો પ્રયાસ થયો છે. ત્યારે રાષ્ટ્રીય કક્ષાના આ આંદોલનને હવે કોંગ્રેસ રાજ્ય અને જિલ્લા સ્ટાર સુધી ચલાવવાની તૈયારી કરી ચુકી છે. ત્યારે આજે નસવારીના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જિલા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જિલ્લામાં દરેક બુથ ઉપર કોંગી કાર્યકરો આગામી 2 મહિનામાં મતદાર યાદીની ચકાસણી કરશેની માહિતી આપી હતી. પટેલે આક્ષેપ કર્યા કે, દરેક ચુંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 50 ટકા આસપાસ મતદાન હોય છે અને છેલ્લા એક કલાકમાં લોકોએ લાંબી કતારો લગાવી જેવા બહાના હેઠળ 10 થી 15 ટકા વધુ મતદાન ચુંટણી પંચ બતાવી દે છે. ત્યારે મતદાનના આ છેલ્લા કલાકમાં પણ મતોની ચોરી થતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. જેની સાથે જ આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ જન અધિકાર સંમેલન થકી લોકો સમક્ષ વોટ ચોરીની વાત મુકશે. બાઈટ : શૈલેષ પટેલ, પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ, નવસારી વી/ઓ : કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપો સામે ભાજપે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જો વોટ ચોરી થતી હોય, તો અમારા કાર્યકર્તાઓએ ચુંટણી સમયે કે અન્ય સમયે લોકો વચ્ચે જઈને મહેનત કરવાની જરૂર જ ન રહે. પરંતુ એવુ નથી, અમારા કાર્યકર્તાઓ લોકોને ચુંટણી સમયે તેમજ અન્ય કામાઓમાં મદદરૂપ થતા હોય છે. સાથે જ ચુંટણી પંચ સ્વતંત્ર સંસ્થા છે. મતદાર યાદીમાં નામ રાખવા કે કાઢવા એ ચુંટણી પંચની યોગ્ય વ્યવસ્થા છે. ત્યારે પારદર્શી કાર્ય હોય, ત્યાં આવા વોટ ચોરીના આક્ષેપો બેજવાબદારી પૂર્વકના છે. હકીકતમાં કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી અને લોકો સમક્ષ જવા માટે કોઈ મુદ્દો નથી જેથી આવી વાતો ઉપજાવીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. બાઈટ : ભુરાલાલ શાહ, પ્રમુખ જિલ્લા ભાજપ, નવસારી વી/ઓ : એક તરફ કોંગ્રેસે વોટ ચોરીના આક્ષેપ સાથે બુથ અનુસાર મતદાર યાદી ચકાસણીની તૈયારી કરી છે, ત્યારે સામે ભાજપે કોંગ્રેસ પાસે મુદ્દો ન હોવાથી લોકોને ભ્રમિત કરવાની વાત કરી છે, ત્યારે મતદારો કયા પક્ષને સમર્થન આપશે એ તો આવનાર સમય જ બતાવશે.
14
comment0
Report
DRDarshal Raval
Aug 30, 2025 14:03:20
Ahmedabad, Gujarat:
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો માટે સરકારી નોકરીઓમાં 4 ટકા અનામત જગ્યા હોવા છતાં, નોકરી ઇચ્છુક દિવ્યાંગોને રોજગારી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે દિવ્યાંગોએ ગુજરાત હાઇકોર્ટનો સહારો લીધો, જેના પરિણામે 2023માં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની કન્ડક્ટર ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગો માટે નોકરીની તકો ખુલી.દિવ્યાંગોએ રાજ્યના દિવ્યાંગ કમિશનર વિજય રાજપૂતને આ માટે અરજી કરી હતી, પરંતુ એસટી વિભાગે હાઇકોર્ટના આદેશનું પાલન ન કર્યું હોવાનો આક્ષેપ દિવ્યાંગોએ કર્યો. આથી તેઓ વકીલ રાજેન્દ્ર શુકલાની મદદથી હાઇકોર્ટ પહોંચ્યા. જજ નિખિલ કેરિયલના આદેશ બાદ 8 સપ્ટેમ્બર, 2023ની GSRTC કન્ડક્ટર ભરતી પ્રક્રિયા શરૂ થઈ. આ ભરતીમાં કુલ 2320 જગ્યાઓમાંથી 4 ટકા અનામત મુજબ 92 જગ્યાઓ દિવ્યાંગો માટે હતી.પ્રથમ ભરતી પ્રક્રિયામાં ઓછા ફોર્મ ભરાતાં હાઇકોર્ટના આદેશ બાદ એક મહિનામાં ફરી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ. જોકે, A (લો વિઝન/સંપૂર્ણ અંધ), B (બધિર/બોલવામાં અસમર્થ), D (માનસિક અસ્થિરતા), અને E (બહુવિધ વિકલાંગતા) કેટેગરીના ઉમેદવારો ન મળતાં, C કેટેગરી (એક અથવા બંને હાથ/પગની ખામી, સેરેબ્રલ પાલસી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સ્પાઇનલ ઇજા, એસિડ હુમલાના શિકાર, લેપ્રોસી-ક્યોર્ડ)ના ઉમેદવારોને પ્રાથમિકતા મળી. આ પ્રક્રિયામાં C કેટેગરીમાંથી 50 દિવ્યાંગોને ભરૂચ, સુરત, વલસાડ, અમરેલી, જામનગર અને ભુજમાં નોકરી મળી.ભરૂચમાં 6માંથી 5 દિવ્યાંગોને મેડિકલ તપાસ બાદ નોકરી મળી, જ્યારે એક ઉમેદવારની રિ-મેડિકલ તપાસ ચાલુ છે. સુરત અને વલસાડમાં મેડિકલ તપાસ પૂર્ણ થયાને એક મહિનો થયો છે, પરંતુ જામનગર, ભુજ અને અમરેલીમાં મેડિકલ તપાસની પ્રક્રિયા અંગે હજુ અસમંજસ છે. દિવ્યાંગોએ આ નોકરીઓ માટે હાઇકોર્ટ, દિવ્યાંગ કમિશનર અને વકીલ રાજેન્દ્ર શુકલાનો આભાર માન્યો, સાથે જ ઝડપી મેડિકલ પ્રક્રિયા અને હેરાનગતિ વિના નોકરી મળે તેવી આશા વ્યક્ત કરી.રાજેન્દ્ર શુકલા, વકીલ: "સરકારી સિસ્ટમમાં સુધારો થવો જોઈએ જેથી દિવ્યાંગોને તેમનો હક સરળતાથી મળે. હાઇકોર્ટના આદેશે દિવ્યાંગોને ન્યાય અપાવ્યો, પરંતુ ભરતી પ્રક્રિયામાં C કેટેગરીમાં માત્ર એસિડ હુમલાના શિકાર અને લેપ્રોસી-ક્યોર્ડ ઉમેદવારોને જ મંજૂરી હતી. બાકીની કેટેગરીના દિવ્યાંગોને પણ તક મળે તે માટે અમે લડત ચાલુ રાખીશું."જતાપરા પ્રવીણ, બોટાદ: "અમને નોકરી મળી તે માટે હાઇકોર્ટ અને વકીલ રાજેન્દ્ર શુકલાનો આભાર. પરંતુ મેડિકલ પ્રક્રિયા ઝડપથી થાય અને હેરાનગતિ ન થાય તેવી અમારી માંગ છે."નિતા પંચાલ, લડત આપનાર: "આ લડત અમારા હક માટે હતી. હાઇકોર્ટના આદેશે અમને ન્યાય અપાવ્યો, પરંતુ બધી કેટેગરીના દિવ્યાંગોને તક મળે તે માટે હજુ પણ સંઘર્ષ ચાલુ રહેશે."વાસુદેવ સોનગીરી, સુરત: "નોકરી મળવાથી અમારું જીવન બદલાશે. હાઇકોર્ટ અને વકીલની મદદથી આ શક્ય બન્યું. હવે મેડિકલ પ્રક્રિયા ઝડપથી પૂરી થાય એવી આશા છે."
14
comment0
Report
RTRAJENDRA THACKER
Aug 30, 2025 14:01:26
Sadhara, Gujarat:
કચ્છના ભૂજમાં ગાયને 'રાજ્ય માતા' જાહેર કરવાની માંગણીએ જોર પકડ્યું છે. એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ અને અન્ય સાધુ-સંતો આ માંગને લઈને ભૂજની કલેક્ટર ઓફિસની સામે અનશન પર બેઠા છે. આ આંદોલનને ટેકો આપવા ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશના પ્રમુખ જગમાલભાઈ આર્યએ યોગી દેવનાથ બાપુની મુલાકાત લીધી અને સરકાર સમક્ષ આ માંગ ઉઠાવવાની ખાતરી આપી.જગમાલભાઈ આર્યએ Zee મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, "ગાય આપણી માતા છે, પણ આજે આપણે તેનું વૈદિક મહત્વ ભૂલી ગયા છીએ. સરકારને ગાયની ઉપયોગીતા અને માનવ જીવન સાથેના તેના જોડાણની ખબર નથી. ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે, તો બેરોજગારી દૂર થશે, કારણ કે ગાય દેશની અર્થવ્યવસ્થાનો આધાર બની શકે છે. તેનું મહત્વ ખેતીથી પણ વધારે છે."યોગી દેવનાથ બાપુએ પણ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી. તેમણે કહ્યું, "જો સરકાર આ માંગને ગંભીરતાથી નહીં લે, તો ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે લોકો રસ્તા પર ઊતરશે. આની જવાબદારી સરકારની જ રહેશે." તેમણે વધુમાં જણાવ્યું કે દરરોજ મોટી સંખ્યામાં લોકો અનશન સ્થળે આવી રહ્યા છે અને આ આંદોલનને ટેકો જાહેર કરી રહ્યા છે.આ આંદોલનથી ગુજરાતભરમાં ગાયના મહત્વ અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે બધાની નજર સરકારના પ્રતિસાદ પર છે, જે આ માંગણીને કેવી રીતે સંબોધે છે તેના પર આગળનો માર્ગ નક્કી થશે.બાઈટ: જગમાલભાઈ આર્ય, પ્રમુખ, ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશ યોગી દેવનાથ બાપુ, મહંત, એકલધામ મંદિર, અગ્રણી સાધુ સમાજ
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top