Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383430

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી કડિયાદરા ગામમાં પાણી ભરાયા!

SHAILESH CHAUHAN
Jul 03, 2025 07:06:33
Idar, Gujarat
એપૃવલ વિશાલભાઈ ગઢવી એન્કર સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે થી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જેમાં ઇડર ખેડબ્રહ્મા વડાલી સાહિતના પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો જોકે ઇડર તાલુકાના કડિયાદરા ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાના કારણે કડિયાદરા ગામના રામનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા અહીંયા રહેતા સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા જોકે કડીયાદરા ગામના રામનગર વિસ્તારના ઘરોમાં પણ ઢીંચણ સમા પાણી ભરાયા હતા જેને લઇને ઘરવખરી સહિત અનાજનો જથ્થો પણ ભીંજાઈ ચૂક્યો હતો જેને લઇને હાલ તો સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્રણ ત્રણ વાર આ રીતે પાણી ભરવાના કારણે મુશ્કેલીનો સામનો કરી ચૂક્યા છે છતાં પણ તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે વારંવાર સ્થાનિકો દ્વારા સ્થાનિક પંચાયત થી લઈ તાલુકા કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિકાલ આવ્યો ન હોવાના કારણે સ્થાનિકો હાલ તો તંત્ર પર રોષ ઠાલવી રહયા છે. વોક થ્રુ-શૈલેષ ચૌહાણ વોક થ્રુ વીથ ટિક ટેક -શૈલેષ ચૌહાણ
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement