Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

कच्छ के अबडासाणा में दो समूहों की मारपीट, मौत की पुष्टि

RTRAJENDRA THACKER
Sept 23, 2025 08:06:47
Sadhara, Gujarat
કચ્છ અબડાસાના બાયવારીવાંઢ માં બે જૂથ વચ્ચે મારામારીનો મામલો સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું બેગમામદ જત નામના વ્યક્તિનું ભુજની ખાનગી હોસ્પિટલમાં મોત સમગ્ર બનાવ હત્યામાં પલટાયો અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી પોલીસે બંને જૂથના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Sept 23, 2025 10:04:47
Surat, Gujarat:2309ZK_SRT_WHEAL_MACHHALI એન્કર :સુરતમાંથી ફરી એક વખત ફ્લોટિંગ ગોલ્ડ સાથે ત્રણ આરોપીઓને શહેર SOG એ ઝડપી પાડ્યા છે.આંતરાષ્ટ્રીય બજારમાં એ ફ્લોટિંગ ગોલ્ડ ની કિંમત કરોડો માં આંકવામાં આવી રહી છે.જ્યાં રૂપિયા પાંચ કરોડથી વધુની કિંમતના ફ્લોટિંગ ગોલ્ડ (સ્પર્મ વહેલ માછલીની ઉલટી) કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીઓમાં બે વેરાવળ ના વતની છે, જે લોકોને વેરાવળ ના દરિયા કાંઠેથી આ ગોલ્ડ ફ્લોટિંગ મળ્યું હતું.જ્યારે ત્રીજો આરોપી નવસારી નો વતની છે.જે સુરત વેચવા આવતા શહેર sog એ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વી ઓ 1 :આજકાલ સ્પર્મ વહેલ માછલી ની ઊલટી ની બજારમાં કરોડો ની કિંમત આંકવામાં આવે છે.જે કારણ છે કે કેટલાક તત્વો સ્પર્મ વહેલ માછલી ની ઊલટી વેચી રોકડી કરવાના ઇરાદા સાથે ગ્રાહકોની શોધમાં ફરતા હોય છે.આવું જ કંઈક જોવા મળ્યું છે ડાયમંડ સિટી સુરતમાં.જ્યાં ફરી એક વખત શહેર sog એ કરોડોની કિંમતની સ્પર્મ વહેલ માછલી ની ઊલટી સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.જેમાં બે આરોપીઓ મૂળ વેરાવળ ના વતની છે. સુરત sog ની માહિતી મળી હતી કે મૂળ વેરાવળ થી સ્પર્મ વહેલ માછલીની ઉલટી (ફ્લોટિંગ ગોલ્ડ) વેચવા ત્રણ શખ્સો અડાજણ ના પાલ વિસ્તારમાં ફરી રહ્યા છે.જે માહિતીના આધારે sog ની ટીમે વોચ ગોઠવી મૂળ વેરાવળના વતની મોઇનુદ્દીન મન્સૂરી અને વસીમ મુલાઉ સહિત નવસારી મરોલીના ઉસામાં ખાન પઠાણ ને ઝડપી પાડ્યા હતા.જે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તલાશી લેતા સ્પર્મ વહેલ માછલી ની ઊલટી મળી આવી હતી.fsl અને વન વિભાગને સાથે રાખી તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ આ પદાર્થ સ્પર્મ વહેલ માછલીની ઉલટી ( ગોલ્ડ ફ્લોટિંગ )હોવાનું સામે આવ્યું હતું.જેની આંતરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત 5 કરોડથી વધુની હોવાનું સામે આવ્યું હતું. સ્પર્મ વહેલી માછલી ની ઊલટી વેચવા આવેલા ત્રણેય સખાઓ ને ઝડપી પાડી શહેર sog એ વધુ પૂછપરછ હાથ ધરી હતી.જ્યાં આરોપી મોઇનુદ્દીન મન્સૂરી અને વસીમ મુલાઉ ને આ ઉલટી વેરાવળ ના દરિયા કાંઠેથી મળી હોવાની કબુલાત કરી હતી.વેરાવળ.માં કોઈ ગ્રાહક ન મળતા નવસારી રહેતા આરોપી ઉસામાં ખાન પઠાણ નો સંપર્ક કર્યો હતો.જે આરોપીએ સુરત ખાતે ગ્રાહક કરી ઊલટી વેચી આપવાનું કહેતા બંને વેરાવળ થી સુરત આવ્યા હતા.જ્યાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ શહેર sog એ હાથ ધરી હતી. બાઈટ :રાજદીપસિંહ નકુમ (ડીસીપી સુરત sog ) વી ઓ 2 સ્પર્મ વહેલ માછલી ની ઊલટી ની ગેરકાયદે તસ્કરી મામલે સુરત sog દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં આ બીજો ગુન્હો દાખલ કરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમ હમણાં સુધી દસ કરોડથી વધુ ની કિંમત ધરાવતી સ્પર્મ વહેલ માછલીની ઉલટી (ગોલ્ડ ફ્લોટિંગ )કબ્જે કરવામાં આવી છે.જેની તસ્કરી કરવી વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ કાયદેસરનો ગુન્હો બને છે.જેમાં સાત વર્ષથી વધુની સજાની જોગવાઈ છે.ભારતમાં સ્પર્મ વહેલ માછલીની તસ્કરી અને વેચાણ પર પ્રતિબંધ છે.જેના કારણે શહેર sog દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.આ સાથે જ sog દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જો આવી કોઈ તસ્કરી લોકો કરતા હોય તો સામેથી આવી પોલીસને જાણ કરે.અન્યથા પોલીસ આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. સુરત બ્રેકિંગ સુરત એસોજીને મળી મોટી સફળતા વેલ માછલી ની ઉલટી (એબરગ્રીસ ) ઝડપી પાડવામાં આવ્યું SOG પોલીસે પાલ વિસ્તાર માંથી 3 લોકો કરી ધરપકડ પોલીસે 5 કિલો અદાજીલ 5 કરોડ મુદ્દામાલ કર્યો કબ્જે આરોપી આ એબરગ્રીસ વેરાવળ લઇને સુરત વેચવા આવ્યા આ સમગ્ર ઘટના પોલીસ કમિશનર તેમના બાતમીદર બાતમી આપી હતી અને પોલીસ કમિશનર sog પોલીસ રેડ કરી આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા બાઈટ.. રાજદીપ સિંહ નકુમ. ડીસીપી
0
comment0
Report
MDMustak Dal
Sept 23, 2025 10:02:48
Jamnagar, Gujarat:તા.23-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : શાળાઓની તાનાશાહી Slug : 2309 ZK JMR SCHOOL VIVAD ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : જામનગર શહેરમાં એક ખાનગી અને એક સરકારી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે તાનાશાહી કરી હોય તેવી ઘટના સામે આવી છે. જેના પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે. જામનગર નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના સ્પોટ ટીચરે તેમજ નવાનગર હાઇસ્કુલના શિક્ષકે વિદ્યાર્થીના શિસ્ત ભંગના પગલે માથાના વાળ કાપી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. વિઓ : 01 જામનગર નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યું છે ત્યારે જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરની તાનાશાહીના પગલે શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વાળમાં તેલ નહીં નાખવાના શિસ્ત ભંગના કારણે સ્પોર્ટ શિક્ષક ધનંજયે એ બ્લેડથી વાળ કાપ્યા નાખ્યા હતા. વિઓ : 02 જ્યારે આ સમગ્ર ઘટનાના પગલે વિદ્યાર્થીના વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી અને આ મામલે વિદ્યાર્થીના વાલીઓ દ્વારા જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી શાળાના શિક્ષક અને સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. જોકે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓએ મીડિયા સમક્ષ આવવા માટે ઇન્કાર કર્યો હતો. વિઓ : 03 જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ વાલીઓની ફરિયાદના આગલે આ સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ કરવાનું આશ્વવાસન આપ્યું છે અને જે રીતે શિક્ષકો દ્વારા શિષ્ત ભંગના પગલે વિદ્યાર્થીઓને માથાના વાળ કાપી નાખવા સહિતની જે સજા આપવામાં આવી છે તેની નિંદા કરી હતી અને આ મામલે વિદ્યાર્થીઓ અને તેના વાલીને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વિઓ : 04 જામનગરનું સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. Zee 24 કલાક દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ માં સરેઆમ વિદ્યાર્થીઓને ચોરી કરવામાં આવતી હોવાની ઘટનાને ઉજાગર કરવામાં આવી હતી. જોકે આ વખતે પણ ચોથા ધોરણમાં અભ્યાસ કરતા એક બાળક સાથે શિક્ષકે તાનાશાહી કરતા સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલના સ્કૂલના ડાયરેક્ટર સસીબેન દાસે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે જે સ્પોટ શિક્ષકે વિદ્યાર્થી સાથે આ પ્રકારનું કાર્ય કર્યું છે તેને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને અન્ય શિક્ષકો સાથે પણ મિટિંગ યોજી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ઘટના ન થાય તેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. બાઈટ : વિપુલ મહેતા, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જામનગર બાઈટ : શશીબેન દાસ, ડાયરેક્ટ ઓફ એજયુકેશન, સ્વામીનારાયણ ગુરુકુળ, જામનગર
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 23, 2025 09:07:29
Ahmedabad, Gujarat:અમદાવાદ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બહાર પાળેલા જાહેરનામાનો મામલો અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન ન ઉપાડવા મામલે કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા 30 વર્ષથી ભાજપનું અહંકાર વાળું નિષ્ફ્ળ સાશન છે પોલિસી પેરાલીસીસના કારણે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી સરકારે કરેલો આ પરિપત્ર ભાજપના સાશનની નિષ્ફ્ળતા દર્શાવે છે સરકારે આપેલા નમ્બર પર ફોન રિસીવ નહીં કરે પણ ખાનગી નમ્બર પર તમામ વ્યવહાર થાય છે રેવન્યુ વિભાગ એ ભ્રષ્ટ વિભાગો પૈકિનું એક છે દરેક કામ માટેના ચોક્કસ ભાવ નક્કી કરાયેલા છે સેવાસદનો મેવાસદનો બની ગયા છે - કોંગ્રેસ ભુપેન્દ્ર પટેલ સરકારે આ મામલે જવાબ આપવો જોઈએ બાઈટ : ડો મનીષ દોશી, પ્રવક્તા - ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
KBKETAN BAGDA
Sept 23, 2025 09:07:20
Amreli, Gujarat:સ્લગ - પ્રતાપ દુધાત હુમલો લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારિખ - 23/9/25 એન્કર...... અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર આંતરી હુમલાનો પ્રયાસ થતા ખળભળાટ મચી ગયો છે.. સોમવારે મોડી રાત્રે ધારી તાલુકાના દુધાળા ગામ નજીક ઘટના બનતા પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના આગેવાનો અમરેલી જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ મળી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. વિઓ - 1 સોમવારે મોડીરાત્રે સોમનાથથી પરત ફરી રહેલા અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ધારી તાલુકાના દુધાળા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક 15 થી 20 લોકો ના ટોળા એ પ્રતાપ દુધાત ની ગાડી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.. જોકે ડ્રાયવર ની સમયસુચકતા ના કારણે તનો આબાદ બચાવ થયો હતો. પરંતુ કેટલાક અસામાજિક તત્વો એ પ્રતાપ દુધાત ની કાર ને નુકશાન પહોચાડ્યુ હતુ.. આ સમગ્ર ઘટના થી અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.. સમગ્ર મામલે પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડા ને જાણ કરી છે.. સાથે જ તેમણે અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ ખાડે ગઈ હોવાના આરોપ પણ લગાવ્યા હતા. બાઈટ - 1 -પ્રતાપ દુધાત - પ્રમુખ, અમરેલી જિલ્લા કોંગ્રેસ વિઓ - 2 સમગ્ર ઘટનાની ગંભીરતા લઈને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.. સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત એ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં આ ઘટના બની છે તે પ્રવાસીઓ ની અવર જવર નો વિસ્તાર છે.. આ પ્રકારની કોઈ ઘટના ચલાવી લેવામાં આવશે નહીં. બાઈટ - 2 - સંજય ખરાત - એસ.પી. અમરેલી ફાઇનલ વિઓ....... પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના આક્રમક નેતા ની કાર પર હુમલો થવો એ ખુબ ગંભીર બાબત ગણવામાં આવે છે.. આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 23, 2025 09:07:09
Surat, Gujarat: સુરત બ્રેકિંગ... બળાત્કાર કેસના આરોપી આસારામના ફોટાની પૂજા અને આરતી સરકારી પ્રીમાઈસીસમાં કરવામાં આવી પૂજા અને આરતી નવી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ જીગીશા પાટડીયા પણ રહ્યા હતા ઉપસ્થિત વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં નવી સિવિલ હોસ્પિટલ પ્રશાસન આવ્યું હરકતમાં સુરતના નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક એ ઘટનાને ગણાવી ગંભીર આ ઘટનાને અમે કોઈ પણ સમર્થન આપતા નથી ઘટના ધ્યાને આવતા જ સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ફ્રુટ વિતરણને લઈ પરવાનગી માંગવામાં આવી હતી જે ફ્રુટ વિતરણની પરવાનગીની આડમાં ફોટો મૂકી પૂજા આરતી કરવામાં આવી જે બિલકુલ પણ યોગ્ય નથી જીગીશા પાટડીયા હાજર રહ્યા હતા તે પહેલું નોરતું હોવાના કારણે તેઓએ હાજરી આપી હતી પરંતુ તેમ છતાં ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે વન ટુ વન કેતન નાયક (rmo સુરત નવી સિવિલ હોસ્પિટલ)
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 23, 2025 09:06:52
Surat, Gujarat:સુરત ::- સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે. સિવિલ હોસ્પિટલમાં તવધુ એકવાર વિવાદમાં આવી છે. બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામ બાપુનો સિવિલ હોસ્પિટલમાં ફોટો મુકાયો. સ્ટેમ સેલ બિલ્ડીંગ ના ગેટ પર ફોટો મૂકીને આરતી કરી વિવાદ ઉભો કર્યો આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને કંઈ પણ જાણ ન હતી કોઈ પણ પ્રકારની પરમિશન પણ લેવામાં આવી ન હતી. આસારામ બાપુના ભક્તોના એક જૂથે તેમનો ફોટો તેમ છેલ બિલ્ડીંગના ગેટ પર મૂકીને આરતીનું આયોજન કર્યું હતું. આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પરન અધિકારી સાથે જ તે હાજર સિક્યુરિટીના જવાનો પણ આરતીમાં જોડાયા હતા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. વિડીયો સોસીયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Sept 23, 2025 09:06:40
Gandhinagar, Gujarat:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા IFFCO દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી વાવોલ ખાતે એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે IFFCO દ્વારા "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ સવારે 10:05 કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમ વાવોલ-ઉવારસદ રોડ, શ્રી હરિ ફલેટ 142 પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દીલીપ સંઘાણી,વાઈસ ચેરમેન બિપિન ગોતા ,ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને શહેરીજાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report
GDGaurav Dave
Sept 23, 2025 08:15:31
Rajkot, Gujarat:SLUG - 2309ZK_LIVE_RJT_MAGFALI REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 & 2C એન્કર - રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક નોંધાઇ છે. આજે 30000 ગુણી મગફળીની આવક નોંધાઇ હતી. સૌરાષ્ટ્રમાં મગફળીનું ચાલુ વર્ષે મબલક ઉત્પાદન થવાની શકયતા રહેલી છે. જોકે ગઈકાલ થી નવી મગફળીની આવક શરૂ થતાં ખેડૂતો વેંચવા માટે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1452 રૂપિયા જાહેર કર્યા છે. પરંતુ મગફળીનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતો દ્વારા હાલ મગફળી માર્કેટિંગ યાર્ડમાં વેંચવામાં આવી રહી છે. ત્યારે આજ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ન્યૂનતમ 750 તેમજ મહત્તમ 1250 રૂપિયા સુધીના ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે. આમ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ન્યૂનતમ 200 રૂપિયા તેમજ મહત્તમ 500 રૂપિયા ઓછા મળી રહ્યા છે. શિયાળા પાકનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને હાલ પૈસાની જરૂરિયાત તેમજ દિવાળીનો તહેવાર માથે હોવાના કારણે યાર્ડમાં મગફળી ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેંચી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સામાન્ય રીતે લાભ પાચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થાય છે. તેની જગ્યાએ જો નવરાત્રી થી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે તો ખેડૂતોએ મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ સરકારને વેચી શકે છે. તો સાથે જ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યા બાદ પણ ખેડૂતોના ખાતામાં બે થી અઢી મહિને પૈસા આવતા હોવાના કારણે ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચવા માટે હાલ મજબૂર બન્યા છે. બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, લાભ પાંચમથી ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સરકાર દ્વારા ચાલુ વર્ષે 1452 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. હાલ ઓપન માર્કેટમાં ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે. તેથી હાલ ઓપન માર્કેટમાં મગફળી ન વેચવા અપીલ પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડમાં 30000 ગુણી મગફળીની આવક થવા પામી છે. તેમજ સોમવારના રોજ 22,000 થી પણ વધુ મગફળીની ગુણની આવક થવા પામી હતી. બાઈટ - મેહુલસિંહ ભાટિયા, ખેડૂત બાઈટ - જયેશ બોઘરા, ચેરમેન, બેડી માર્કેટિંગ યાર્ડ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 23, 2025 08:06:58
Surat, Gujarat:એકર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લોભામણી લાલચ આપી નાના વરાછાના ડોક્ટર સહિત તેમના પરિવાર-મિત્રોને ૪.૨૩ કરોડનો ચૂનો ચોપડવાના કેસમાં ઈકો સેલે કચ્છ-અંજારના ભાદાણી દંપતીની ધરપકડ કરી હતી. વિઓ.1 નાના વરાછામાં ગંગાજમના સોસાયટી પાસે માતૃછાયા સોસાયટીમાં રહેતા વિકાસ વલ્લભ કાકડિયા હોમિયોપેથિક ડોક્ટર છે. કચ્છમાં રહેતા મિત્ર હસ્તક જયેશ પટેલ સાથે પરિચય થયો હતો. જયેશ પટેલે મોટાપાયે દેશભરમાં પરફ્યુમનો બિઝનેસ કરતો હોવાની પણ વાત કરી હતી. જયેશે બહારથી ૨૦૦૦-૨૫૦૦માં પરફ્યુમ મંગાવી ૧૦-૧૨ હજારમાં વેચે છે એવી પણ પણ ડંફાશ મારી હતી. તેઓની KKP Ring ટ્રેડર્સ નામની કંપની છે. જેમાં ક્રિપ્ટો ટ્રેડિંગનો મોટો બિઝનેસ ચાલે છે. રોકાણ કરશો તો દર મહિને ૪થી ૫ મહિને નફો મળશે એવી લાલચ આપી હતી. ડો. કાકડિયાએ પરિવારના સભ્યો અને મિત્રોના નાણાં જયેશના પત્ની દીપા પટેલ અને માતા કસ્તુરબેન પટેલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કુલ ૮૫ સ્લીપ થકી ૩.૭૮ કરોડ રોકડા અને ઓનલાઈન બેંક મારફતે ૨.૭૧ કરોડ મળી જયેશ પટેલને ૬.૫૦ કરોડ રોકાણ પેટે આપ્યા હતા. જેમાંથી પ્રોફિટના ૨.૩૧ કરોડ આપ્યા હતા બાકીના ૪.૨૩ કરોડ ચૂકવવામાં આનાકાની કરાઈ હતી. જયેશે એમઆઈ કંપનીનો ફોન આપી ઓફલાઈન બિટકોઈન વોલેટમાં ૫ બિટકોઈન સિક્યોરિટી પેટે આપ્યા હોવાનો ઝાંસો આપ્યો હતો. જે એપ ચેક કરાવતા ફેક હોવાનું માલૂમ પડયું હતું. ગત વર્ષે નવરાત્રિમાં જયેશના ઘરે જઈ ઉઘરાણી કરી તો જયેશ, તેની માતા અને પત્નીએ એલફેલ બોલી ધાક-ધમકી આપી તેઓને તગેડી મૂક્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા ડો. કાકડિયાએ ક્રાઈમ બાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં જયેશ પટેલ, તેની પત્ની દીપા અને માતા કસ્તુરબેન સામે રૂપિયા ૪.૨૩ કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. જે કેસમાં ઈકો સેલે ગતરોજ જયેશ હસમુખ પટેલ (ભાદાણી) અને તેની પત્ની દીપાની ધરપકડ કરી હતી.
1
comment0
Report
GPGaurav Patel
Sept 23, 2025 08:06:31
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેક દુર કરવાની ઉઠી માગ શહેરના કોટ વિસ્તારમાં બીઆરટીએસના પગલે થાય છે ટ્રાફીક જામની સમસ્યા સારંગપુર ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી વિક્ટોરિયા ગાર્ડન સુધીનો બીઆરટીએસ ટ્રેક દુર કરવા માંગ જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલએ મ્યુનિસિપલ કમિશનરને સંકલન સમિતિમાં કરી રજુઆત બીઆરટીએસ ટ્રેકમાં ત્રીસ થી ચાલીસ બસ દોડે છે અને પછી ટ્રેક ખાલી હોય છે જ્યાકે ટ્રેકની બેંને બાજુ સેંકડો વાહન ચાલકો ટ્રાફીકમાં ફસાયેલ રહે છે ટ્રાફીકમાં રહેલા વાહનોનું અઢળક રૂપિયાની પેટ્રોલ અને ડિઝલ વેડફાય છે આ વિસ્તારમાં અનેક ટ્રાન્સપોર્ટ કંપની , મોટા કાપડ બજાર હોવાથી મોટા વાહનોની અવરજવર મોટા વાહનોની અવર જવર ના પગલે આખો દિવસ વિસ્તાર ટ્રાફીક થી ઘેરાયેલો લોકોને પડતી હાલાકી દુર થાય માટે બીઆરટીએસ ટ્રેક હટાવવાની રજુઆત બાઇટ ઇમરાન ખેડાવાલા , ધારાસભ્ય જમાલપુર ખાડીયા વિધાનસભા ઇશાખ ભાઇ, રીક્ષા ચાલક મુસ્તાક એહમદ, રીક્ષા ચાલક
3
comment0
Report
AKArpan Kaydawala
Sept 23, 2025 07:47:16
2
comment0
Report
Advertisement
Back to top