Back
ओलपाड के किसान: केनाल 45 दिन में बंद, नहीं तो बड़ा आंदोलन
SVSANDEEP VASAVA
Sept 12, 2025 14:15:34
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- ઓલપાડ
સ્લગ :-1209ZK_KHEDUT_RELLY_2
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
૯૦ દીવસ નહેર બંધ કરવાના નિર્ણય ને લઇ ખેડૂતો આકરા પાણી એ , સિંચાઈ વિભાગ ના નિર્ણય ને તુઘલખી નિર્ણય ખેડૂતો એ ગણાવ્યો , નિર્ણય પાછો નહિ ખેંચવામાં તો આવનારા દિવસો માં સિંચાઈ વિભાગ નો ખેડૂતો કરશે ઘેરાવ , આજરોજ ઓલપાડ ખાતે મળેલી ખેડૂતો ની મીટીંગ માં લેવાયો નિર્ણય , વીજ ટ્રાન્સમિશન લાઈન મુદ્દે પણ લેવાયો નિર્ણય એક વીજ ટાવર દીઠ ૨ કરોડ રૂપિયા ચુકવવાની કરી માંગ , ૨૮ તારીખ કામરેજના ગાયપગલા ખાતે મળશે ૧૦ હજાર ખેડૂતો ની મીટીંગ , દેશના ખેડૂત નેતા આપશે હાજરી.
વીઓ...
સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં જ એક મીટીંગ બોલાવી એક નિર્ણય લેવામાં આવ્યો હતો , આ મળેલી મીટીંગ માં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ની હાજરી માં ૧ ડીસેમ્બર થી ૨૮ ફેબ સુધી કાકરાપાર જમના કાંઠા કેનાલ ને રીપેરીંગ અર્થે બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો , જોકે આ નિર્ણય લેવાતા જ ખેડૂતો માં આક્રોશ ફાટી નીકળ્યો છે જેનું કારણ છે કે ખેડૂતો છેલ્લા ચાર વર્ષ થી કુદરતનો માર સહન કરી રહ્યા છે , કમોસમી વરસાદ , વાવાઝોડા ના કારણે ખેડૂતો ને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયું છે ,દક્ષિણ ગુજરાત ના ખેડૂતો કરાપર જમના કાંઠા અને ડાબા કાંઠા ની કેનાલ ના પાણી થી સિંચાઈ કરે છે , શેરડી ની વાવણી ઓક્ટોબર થી શરુ થાય છે અને માર્ચ સુધી ચાલે છે બીજી તરફ શિયાળુ ડાંગર ની રોપણી પણ જાન્યુઆરી થી શરુ થઇ જાય છે , અને સિંચાઈ વિભાગ દ્વારા જે સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇ ખેડૂતો પાયમાલ થવાનો વારો આવી શકે એમ છે , ખેડૂતો ની માંગ છે કે
૯૦ દિવસ ની જગ્યા એ 45 દિવસ કેનાલ બંધ રાખવામાં આવે ,જેથી કરી ખેડૂતો સમય સર ખેતી કરી શકે ,
બાઈટ :- બાઈટ - વલ્લભ પટેલ - ખેડૂત આગેવાન હાંસોટ
વીઓ...
દક્ષીણ ગુજરાત માં આશરે ૩ લાખ જેટલા ખેડૂત પરિવારો છે અને ખેતી પર નભે છે , સરકાર ધ્વારા ૯૦ દિવસ કેનાલ બંધ રાખી આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ને આ કેનાલ ની નવીનીકરણ કરી રહી છે , જોકે એકતરફ સરકાનો ૨૦૦ કરોડ ની ખર્ચ થઇ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતો ને ૧૦૦૦ કરોડ નું નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે , જોકે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે માત્ર ઉદ્યોગોને પાણી પહોંચાડવા માટે આ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કારણે કે આજ કેનાલ થી આટલીજ કેપેસીટી થી છેલ્લા ૨૫ વર્ષ થી તમામ ખેડૂતો ને પાણી પહોંચી રહ્યું છે તો પછી કેપેસીટી વધારવાની ક્યાં જરૂર છે ? ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા વ્હાઈટ આઆઈ પર નાખવામાં આવેલી ૨૦ ટકા એક્સપોર્ટ ડ્યુટી ના કારણે સરકાર ખેડૂતો ને ડાંગર બનવા દેવા માંગતી નથી અને જેને લઇ કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બાઈટ :- સંદીપ માંગરોળ - ઉપ પ્રમુખ - વટારીયા સુગર મિલ
વીઓ...
જોકે ફરી એકવાર ખેડૂતો ની વહારે ખેડૂત સમાજ આવ્યો છે અને ખેડૂતો ના પ્રશ્નો ને લઇ આજરોજ ઓલપાડ તાલુકા મથક ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું , મોટી સંખ્યામાં દક્ષીણ ગુજરાતના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો એ આ મીટીંગ માં ભાગ લીધો હતો , ખેડૂત સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કેનાલ નું રોટેશન ૯૦ દિવસ ની જગ્યા એ 45 દિવસ નહિ કરવામાં આવે તો સુરત ખાતે આવેલી સિંચાઈ ભવન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજી સિંચાઈ ભવન નો ઘેરાવ કરવામાં આવશે , ઉપરાંત વીજ ટ્રાન્સમિશન લાઈન મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર જમીન સંપાદન ના કાયદા માં સુધાર કરે અને જ્યાં સુધી વધારો નહીં થાય ત્યાં સુધી વીજ પોલ ઉભા કરવા હોય તો એક વીજપોલ દીઠ ૨ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવે ,જોકે સરકાર દ્વારા ખેડૂતોની માંગ પૂરી નહિ કરવામાં આવે તો આવનારા દિવસો માં સંસદ , ધારાસભ્ય ને ગામડા માં જતા ખેડૂતો દ્વારા અટકાવવામાં આવશે , અને સમગ્ર મામલે દેશના વડા પ્રધાન ને પણ સમગ્ર મામલે ખેડૂત સમાજ ધ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે , મીટીંગ બાદ તમામ ખેડૂતો એ મીટીંગ સ્થળ થી મામલતદાર કચેરી ઓલપાડ સુધી એક રેલી કાઢી હતી અને સમગ્ર મામલે ઓલપાડ મામલતદાર ને પણ આવેદન પાઠવ્યું હતું.
બાઈટ :- જયેશ પટેલ - પ્રમુખ - ખેડૂત સમાજ ગુજરાત
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 16:45:173
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:361
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:291
Report
LJLakhani Jaydeep
FollowSept 12, 2025 16:15:546
Report
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 15:00:5913
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:46:4014
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 14:20:5614
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 14:07:5814
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:5514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:4514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:45:3513
Report
NBNARESH BHALIYA
FollowSept 12, 2025 13:38:1713
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 13:19:0213
Report
PDPRASHANT DHIVRE
FollowSept 12, 2025 13:03:459
Report