Back
वराछा में ऑटो रिक्षा गैंग का चौंकाने वाला खुलासा: 30 हजार लूट, दो गिरफ्तार
CPCHETAN PATEL
Sept 12, 2025 13:19:02
Surat, Gujarat
એન્કર :
શહેરમાં એકલ દોકલ દેખાતા પેસેન્જરોને ઓટોરિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ તેઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કીમતી ચીજ વસ્તુઓની લૂંટ ચલાવતી ગેંગના બે આરોપીઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓ ની પૂછપરછમાં વરાછા પોલીસ ચોપડે નોંધાયેલા લુટ ના ગુનાઓ ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. જ્યાં આરોપીઓ પાસેથી ઓટો રીક્ષા, ઘાતક હથિયાર સહિત રોકડ રકમ જપ્ત કરી આગળની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.
વી ઓ 1 :સુરત શહેરમાં ઓટો રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ છે.ઓટો રીક્ષામાં પેસેન્જરો ને બેસાડી ચપ્પુની અણીએ લૂંટ કરતી ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.વરાછા પોલીસે આપેલી માહિતી મુજબ,વરાછા પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતો તે દરમ્યાન માહિતીના આધારે વરાછા ના કુબેરનગર ખાતેથી ઓટો રિક્ષામાં સવાર આરોપી મુસ્તુફા ખાન પઠાણ અને અરબાઝ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા.જે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને ઘાતક હથિયાર મળી આવ્યા હતા.આરોપીઓની પૂછપરછમાં ગત 10સપ્ટેમ્બરના રોજ વરાછા ઉમિયાધામ સર્કલ થી ખાંડ બજાર જવાના રસ્તે ઓટો રીક્ષામાં બેઠેલા પેસેન્જર પાસેથી ચપ્પુની અણીએ રૂપિયા 30 હજારની લૂંટ ચલાવવામાં આવી હતી.જે અંગે પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આરોપીઓ પાસેથી બચતની ઓટો રિક્ષા,મોબાઈલ સહિત અંદાજિત 70 હજારની મત્તા નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે,મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી મોહિતભાઈ દસલાણિયા વાહનોના સ્પરપાર્ટસ ના ધંધા સાથે સંકળાયેલા છે.દસ સપ્ટેમ્બરમાં રોજ તેઓ સુરતના વરાછા ખાતે કામ અર્થે આવ્યા હતા.વરાછા હીરાબાગ જવા તેઓ ઉમિયાધામ સર્કલ પાસે ઊભા હતા.જે વેળાએ એક ઓટો રીક્ષા ત્યાં આવી ચઢી હતી.જે ઓટો રીક્ષામાં પહેલાથી ચાલક સહિત અન્ય ત્રણ ઇસમો સવાર હતા.જે ઓટો રીક્ષામાં બેસી તેઓ ખાંડ બજાર તરફ જવાના રસ્તે થી હીરા બાગ જવા રવાના થયા હતા.જે વેળાએ ઓટો રીક્ષામાં બેઠેલા ત્રણ ઈસમોએ ઘાતક હથિયાર બતાવી તેઓ પાસે રહેલા રોકડા રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી હતી.
ઓટો રિક્ષા ગેંગ દ્વારા ચપ્પુની અણીએ મોહિતભાઈ પાસેથી રૂપિયા 30 હજાર પડાવી લીધા બાદ આ ગેંગ ફરાર થઈ ગઈ હતી.જે બાદ ઘટનાનો ભોગ બનેલા મોહિતભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ ના આધારે વરાછા ના કુબેરનગર ખાતેથી ગેંગના બે માણસોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
વરાછા પોલીસના હાથે ઝડપાયેલા ઓટો રિક્ષા ગેંગના સભ્યો મુસ્તુફા ખાન પઠાણ અને અરબાઝખાન પઠાણ બંને રીઢા આરોપીઓ છે.જે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ પંકાયેલો છે.પોલીસ તપાસમાં આરોપી મુસ્તુફા ખાન પઠાણ વિરુદ્ધ અગાઉ 16 જેટલા ગંભીર પ્રકારના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે.જ્યારે બે વખત પાસા હેઠળ સજા પણ ભોગવી આવ્યો છે.તેવી જ રીતે આરોપી અરબાઝ ખાન પઠાણ વિરુદ્ધ પણ હત્યા સહિત બાર જેટલા ગુન્હા પોલીસ ચોપડે અગાઉ રજીસ્ટર થઈ ચૂક્યા છે.જે ગુનામાં અગાઉ તેઓની ધરપકડ પણ થઈ ચૂકી છે.
આરોપીઓ પાસેથી મળી આવેલી ઓટો રિક્ષા પણ બચતની છે.જે ઓટો રિક્ષા બચત પર ફેરવવાના બહાને આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપે છે.આરોપીઓ એ ઓટો રિક્ષા લઈ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાંડ બજાર સ્થિત ગરનાળા પાસે ઊભા રહે છે.જ્યાં સુરત રેલ્વે સ્ટેશનથી બહાર આવતા પેસેન્જરો ને આરોપીઓ ટાર્ગેટ કરતા હતા.એકલ દોકલ દેખાતા પેસેન્જર ને ઓટો રીક્ષામાં બેસાડતા.ત્યારબાદ ચાલું રીક્ષામાં ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂપિયા સહિતની લૂંટ ચલાવતા હતા.
બાઈટ :આલોક કુમાર (ડીસીપી સુરત પોલીસ)
વી ઓ 2 :મહત્વની વાત છે કે શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓટો રિક્ષા ગેંગનો આતંક ચાલી આવ્યો છે.જે ગેંગ દ્વારા પેસેન્જરો ને ઓટો રીક્ષામાં બેસાડી નજર ચૂકવી અથવા ચપ્પુ ની અણીએ ધમકાવી લુંટ ચલાવતી આવી છે.ત્યારે હાલ ઝડપાયેલી ગેંગના બંને શખ્સો ની પૂછપરછ.માં વધુ ગુના ઉકેલાવાની શક્યતા ઓ રહેલી છે.જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.
સુરત બ્રેકિંગ
વરાછા વિસ્તારમાં રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ
વરાછા પોલીસે ભેસ્તાન આવાસના કાલીયા પઠાણ અને ગબ્બા પઠાણને ઝડપી પાડ્યા
વરાછાના વેપારીને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી આગળ લઇ જઈ ચપ્પુની અણીએ 30 હજાર ની લૂંટ ચલાવી હતી
પકડાયેલા આરોપી માંથી એક પર 17 ગંભીર ગુના તો બીજા પર 12 જેટલા ગંભીર ગુના
પોલીસે આરોપીઓ પાસેથી 29 હજાર થી વધુ ની મત્તા કબ્જે કરી
સુરત શહેરમાં આ ગેંગનો આંતક
બાઈટ - આલોક કુમાર ,DCP
8
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 15:00:590
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:46:403
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 14:20:561
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:15:346
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 14:07:5812
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:558
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:458
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:45:355
Report
NBNARESH BHALIYA
FollowSept 12, 2025 13:38:178
Report
PDPRASHANT DHIVRE
FollowSept 12, 2025 13:03:453
Report
ARAlkesh Rao
FollowSept 12, 2025 12:32:349
Report
NBNARESH BHALIYA
FollowSept 12, 2025 12:31:3512
Report
AKArpan Kaydawala
FollowSept 12, 2025 12:18:5314
Report
PDPRASHANT DHIVRE
FollowSept 12, 2025 12:18:1012
Report