Back
सुरेंद्रनगर के दुर्धरेज धाम में होली महोत्सव: दो लाख भक्तों के बीच शीतल गौशाला उद्घाटन
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 28, 2026 10:31:35
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર જિલ્લાનુ સુપ્રસિદ્ધ વડવાળા દુધરેજધામમાં આ વર્ષે હોળીના પવન દિવસે ઐતિહાસિક અને ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. માલધારી સમાજની આ ગુરુગાદી પર હોળી મહોત્સવ સાથે વડવાણા ધામના સ્થાપના દિવસની ઉજવણી તથા શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવશે. વડવાળા દુધરેજધામમાં સો એકર વિસ્તરે ભવ્ય ડોમ, વિશાળ રસોડું અને પ્રસાદી જમણવાર સહિત વિશેષ વ્યવસ્થાઓ ભી તૈયાર કરવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન લોક ડાયરો, ધાર્મિક વાણી, સંતવાણી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કીનીરામ બાપુની પ્રિય ગાય ‘શીતલ’ની પાવન સ્મૃતિમાં નિર્માણ પામેલી શીતલ ગૌશાળાનું લોકાર્પણ આ અવસરે કરવામાં આવશે. આ પ્રસંગે દેશવિખ્યાત કથાકાર મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. જાહેરાત મુજબ ભારતભરથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી અંદાજે 250 જેટલા મંડલેશ્વર, મહંતો અને સંતો કાર્યક્રમમાં હાજરી ઉમેરશે. આ મહોત્સવમાં અંદાજે બે લાખથી અઢી લાખ જેટલા હરિભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાંભળવામાં આવી રહેલ આ આયોજનને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળીના પાવન દિવસે ધાર્મિક શ્રદ્ધા, સંસ્કૃતિ અને સેવાભાવનો અનોખો સમન્વય સર્જાશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:06:370
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:300
Report
VPVasu Parmar
FollowFeb 28, 2026 12:06:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:030
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:05:310
Report
NRNidhiresh Raval
FollowFeb 28, 2026 12:05:240
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:34:130
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:350
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:270
Report
DRDarshal Raval
FollowFeb 28, 2026 10:48:230
Report
DRDarshal Raval
FollowFeb 28, 2026 10:46:550
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 10:46:440
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 10:16:240
Report
AKArpan Kaydawala
FollowFeb 28, 2026 10:00:530
Report
