હિંમતનગરમાં જૂની જીલ્લા પંચાયત શક્તિનગર યુવક મંડળ દ્વારા સતત 35મા વર્ષ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 10 ફૂટની गणેશજીની પ્રતિમા દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન કરવામાં આવી છે, જેને શુભમુહુર્તે પૂજન અને આરતી કરી સ્થાપિત કરવામાં આવ્યું. છાપરીયા વિસ્તારમાં વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરે સતત 28મા વર્ષ ગણેશ મહોત્સવ મનાવવામાં આવ્યો છે. 10 ફૂટની ગણેશજીની પ્રતિમાની શોભાયાત્રા બાદ પૂજન અને આરતી કરવામાં આવી. 7 થી 16 સપ્ટેમ્બર સુધી રાત્રે 9.30 કલાકે આરતી અને 10.30 કલાકે ગરબા યોજાશે.
હિંમતનગરમાં જૂની જિલ્લા પંચાયત ખાતે 35 માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રા યોજાઈ હતી.સાથે આર્યિકા માતાજી,સમાજના ભાઈઓ,બહેનો મહારાજ અને તપસ્વીઓ પણ જોડાયા હતા. દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર શરુ થયા હતા.અને મંગળવારેને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ મિચ્છામી દુકડમ સાથે બુધવારે સવારે મહાવીરનગર ચાર રસ્તે આવેલ શાંતિનાથ દિગંબર જૈન દેરાસરથી ભગવાનની શોભાયાત્રા શરુ થઇ હતી જેમાં આર્યિકા માતાજી, ભાઈઓ, બહેનો અને તપસ્વીઓ જોડાયા હતા.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા નાના અંબાજીમાં આજે મોડી સાંજે લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સાંસદએ માતાજીના દર્શન કર્યા હતા. સાબરકાંઠા પોલીસ વડા વિજય પટેલ,કલેકટર રતનકંવર ગઢવીચારણ જીલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પહોચ્યા હતા અને વાજતે ગાજતે 52 ગજની ધજા સાથે મંદિરે પહોચ્યા હતા જ્યાં પૂજન અર્ચન કરી ધજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરીને માતાજીના શિખર પર ધજા ચઢાવી હતી. તો અંબાજીથી દર્શન કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી ખેડબ્રહ્માની ખાનગી હોટલમાં ભોજન લીધું હતું.
સાબરકાંઠા જીલ્લામાં અસહ્ય બાફ વચ્ચે આજે મોડી સાંજે હિંમતનગરના ગાંભોઈ પંથકમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યા હતા તો પાકોને જરૂરી સમયે પાણી મળતા રાહત થઇ હતી. તો સૌથી વધુ વરસાદ પ્રાંતિજ તાલુકામાં 49 ઇંચ અને સૌથી ઓછો વડાલી તાલુકામાં 26 ઇંચ વરસાદ નોધાયો છે. છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે બીજી ભાદરવા માસમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના ગાંભોઈ સહિત ખેડ, રૂપાલ પંથકના ભાવપુર, સઢા, મનોરપુર।
ઇડરમાં બરવાવ શ્યામગોર વીર દાદાના આશીર્વાદ રૂપે દુધેલીના પાન મેળવે છે એક માન્યતા પ્રમાણે જે પશુપાલક પોતાના પશુ ગાય કે ભેંસ ને સ્થાનકની પહાડી પર ઉગતા દુધેલીના પાન ખવડાવે તો ગાયને વાછરડી અને ભેંસને પાડી આવે છે અને પોતાના પશુ નીરોગી રહે છે એવી શ્રદ્ધા ધરાવે છે તથા પશુઓની આરોગ્ય અને સુખકારી માટે માનેલી માનતાઓ અહી આવી પૂર્ણ કરે છે. ત્યારબાદ પશુપાલકો પોતાના ઘર પરિવાર સાથે બરવાવ ગામમા ભરતા મેળામાં જઈ ઘરવપરાશની ચીજવસ્તુઓની ખરીદી કરે છે.
ભારત ભરમાં ગણેશ મહોત્સવ ની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવ ની ઉજવણી કરાય છે ત્યારે હિંમતનગર ના ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યાં રોજ આરતી બાદ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવે છે.ત્યારે રવિવારે એક નાટક કે જેમાં બેટી બચાવો, પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓને લઈ કલાકારોએ અભિનય કર્યો હતો.
ઈડરના ટાવર ચોકમાં ઈડર નગર ઉત્સવ સમિતિ ધ્વારા 33 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જ્યાં રોજ રાત્રે આરતી બાદ ભજન અને ગરબા યોજાય છે.મોટી સંખ્યામાં ઈડરના નગરજનો ઉમટી પડે છે.તો આ અંગે નગર ઉત્સવ સમિતિના વિષ્ણુભાઈ સગરે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ઈડર નગર ઉત્સવ સમિતિ ઘ્વારા છેલ્લા 33 વર્ષથી ઈડરના ટાવર ચોક ખાતે ગણેશજીની દસ દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં લઇ નાળિયેરના છ ફૂટના ગણેશજીનું સ્થાપન કરવાવામાં આવે છે.