ઇડરની બારેલા તળાવ ઓવરફલો થયું
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
હિંમતનગર રેલવે સ્ટેશન પર આજે ઉદેપુર થી NWR ની OHE નિરીક્ષણ યાન અધિકારીઓ સાથે આવી હતી.શામળાજી થી હિંમતનગર સુધીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું. વેસ્ટર્ન રેલવે ના અમદાવાદ રેલવે વિભાગ દ્વારા ગઈ કાલે ઇલેક્ટ્રિકનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં અસારવા થી હિંમતનગર સુધી બીજો લોકો ટ્રાયલ કરવામાં આવ્યો હતો.ત્યારે બુધવારે ઉદેપુર થી OHE નિરીક્ષણ યાન અધિકારીઓ સાથે શામળાજી થી હિંમતનગર 55 કિમિ સુધીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરીનું નિરીક્ષણ કરવા આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં અલગ અલગ વિસ્તાર અને આસપાસના ગામોમાં ડુંગર પર દીપડાઓનો વસવાટ છે જેને લઈને વારંવાર દીપડા દેખા દેતા હોય છે. જે વિડિઓ સાચો છે તેવી પુષ્ટિ ઈડરના RFO ગોપાલભાઈ પટેલે કરી છે જેની જાણકારી ટેલિફોનિક વાતચીતમાં આપી હતી. ઇડર થી ભિલોડા ત્રણ રસ્તા તરફ જવાના માર્ગ પર ભાટિયા મિલ વિસ્તાર આવેલો છે જ્યાં બાજુમાં કોમ્પ્લેક્ષ પણ છે તો સોમવારની રાત્રિએ ભાટિયા મિલ રોડ પર રાત્રીના સમયે દીપડો લટાર મારતો હતો.અને બાજુમાં પાળીપર દીપડાએ છલાંગ લગાવીને ઉપર ચઢીને ડુંગર તરફ જતો રહ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના ઈડરના ભાણપુરમાં ગત રાત્રીએ ખેતરમાં અજગર જોવા મળ્યો હતો.જેને પકડીને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. આ અંગેની એવી છે કે,ભાણપુર ગામે મંગળવારે રાત્રે અજગર જોવા મળ્યો હતો જેને લઈને ખેતરમાં ગ્રામજનો બેટરીના સહારે સ્થાનિક જીવદયા પ્રેમીએ બિન્દાસ્ત અજગર પકડી લીધો હતો ત્યારબાદ અજગર ખેંચીને પોતાના વશમાં કરીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુક્યો હતો.તો અંદાજે 10 ફૂટનો 30 કિલો થી વધુ વજન ધરાવતા અજગરનું રેસ્ક્યુ સમયે એકવાર પકડાયા બાદ જીવદયા પ્રેમીના હાથે વીંટળાઈ ગયો હતો.
શહેરના હિંમતનગર સ્થિત ઇન્દ્રનગર સોસાયટીમાં બુધવારે રાધાઅષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને અષ્ટમીના દિવસે વિપુલભાઇ ભટ્ટ સીમાબેન ભટ્ટના ઘરે દર વર્ષની જેમ રાધા અષ્ટમીના દિવસે વેદી સર રાધારણીને શણગાર કરવામાં આવ્યો હતો. અને વૈદિક ઉપચાર મંત્રો સાથે માતાજીના ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય યજમાન સીમાબેન ભટ્ટે જણાવ્યું હતું કે બુધવાર રાધાજીનો આઠમો દિવસ છે, જેઓ ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત ગણાય છે અને આ દિવસ જન્માષ્ટમી જેટલો જ મહત્વનો છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ સ્વપચ ૠષિ મંદિરથી પુ.સ્વપચ ૠષિ બાપાનો 68 મો વરધોડો નિકળ્યો હતો.નગરમાં વિવિધ વિસ્તારમાં ફરીને પરત મંદિરે પહોચ્યો હતો દરમિયાન ભક્તોના ઘરે ઘરે પધરામણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે સ્વપચ ૠષિ સમાજ દ્રારા સામા પાચમએ ઋષિચમીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.રવિવાર નારોજ પ્રાંતિજમાં ગલેચી ભાગોળ ખાતે આવેલ સ્વપચ ૠષિ મંદિરથી બપોર બાદ ૠષિબાપાનો પાલખી સ્વરૂપે વરધોડો નીકળ્યો હતો.
વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.