Back
भुज में BSF की 61वीं स्थापना पर अमित शाह की उपस्थिति और ड्रोन प्रदर्शन
RTRAJENDRA THACKER
Nov 21, 2025 14:01:48
Sadhara, Gujarat
એકંકર : ભુજમાં બીએસએફના 61માં હિરક જયંતિ વર્ષની ઉજવણીમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ, ગૌરવશાળી શક્તિમા પ્રદર્શન યોજાયું
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની સ્થાપનાના 61મા સ્થાપના દિનને અનુલક્ષીને આજે ભુજમાં હરિપર કેમ્પ ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહના અતિથિ વિશેષ પદે રાષ્ટ્રીય કક્ષાના બીએસએફના સ્થાપના દિનના હિરક જયંતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બીએસએફના ડી.જી. દલજિતસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજનબંધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કડકડતી ઠંડડી હોય કે आग ઝરતી ગરમી આવી દરેક વિકટ સંજોગોમાં પગે દિવસ રાત સતત ખડેપગે રહેતા સીમા સુરક્ષા દળની સ્થાપનાના 61મા વર્ષની ઉજવણી ભુજમાં ભવ્ય રીતે થઇ રહી છે. આ ઉજવણીમાં 1 હજારથી વધુ જવાનોની પરેડ સાથે ગૌરવશાળી વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ભારતની સુરક્ષામાં મહત્વનો ફાળો આપતા ઉપલબ્ધિઓને સાક્ષાત કરતું શક્તિ પ્રદર્શન કરાયું.
આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં બીએસએફના ડી.જી. દલજિતસિંહ ચૌધરી, ગુજરાત ફ્રન્ટીયરના વડા અભિષક પાઠક ઉપરાંત વિવિધ ફ્રન્ટીયરના વડાઓ તથા અધિકારીઓનો કાફલો પ્રવૃત જોવા મળ્યો છે.
આ દરમિયાન રાષ્ટ્રીય એક્તાને પ્રેરિત કરવાના તેમજ યુવાઓમાં નશાની બદીને નાબૂદ કરવા સાથે રાષ્ટ્રની સીમા સુરક્ષામાં બીએસએફના યોગદાનને ઉજાગર કરવાના કાર્યક્રમો અપાયા છે.
સૌર્ય, શક્તિ અને સાહસ ધરાવતા સીમા સુરક્ષા બળના વીર જવાનો દ્વારા શિસ્તબંધ રીતે અને ચુસ્તપણે પરેડનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે. જાજરમાન પરેડ બાદ દુશ્મન દેશ પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશન શીંદુરમાં સહભાગી થનાર તોપખાના અને હથિયારોની ઝાંખી પણ રજૂ કરાઈ છે. બળના 7 જવાનોએ 6o૦૦ ફૂટની ઊંચાઈએથી પેરા ગ્લાઈડિંગ કરી કાર્યક્રમ સ્થળે સલફર ઉતરાણ કરી બતાવ્યું હતું. ત્યારબાદ દેશ સલામતીમાં મહત્વની હતી એવી ડ્રોન ટેકનોલોજીની વિવિધ ઉપલબ્ધિઓને પ્રસ્તુત કરવામાં આવી. તેમાં દુશ્મન દેશના ડ્રોનને ખાસ એન્ટી ડ્રોન સિસ્ટમ વેનમાં સવાર ઓપરેટર દ્વારા નિષ્ક્રિય કરવાના કાર્યને વાસ્તવિક રૂપે ત્રાદસ કરી બતાવ્યું હતું. દેશના સશક્ત ડ્રોન વડે છુપાયેલા દુશ્મનો ને શોધી કેવી રીતે બો્મ્બમારાથી ખાત્મો કરાય તેની પણ ઝલક બતાવવામાં આવી. આ દ્રષ્યો નિહાળી ઉપસ્થિત હજારો દેશના નાગરિકની છાતી ગજગજ ફૂલી ગઈ હતી.
દેશના ગૃહમંત્રી સન્મુખ બળની સ્ત્રી શક્તિના ઉદાહરણ પુરી પાડતી મહિલા બાઇક વિંગ દ્વારા બુલેટ ઉપર સાહસી કરતબો પણ રજૂ કરવામાં આવ્યા. એકજ બાઇકમાં બેથી વધુ મહિલા બાઈકરોએ તેમના કરતબ વડે જનસમુહના દિલ જીતી લીધા.
હવે દેશ સ્લામતીમાં યોગદાન આપતા તાલીમબંધ શ્વાનના કાર્ય ક્ષમતા દર્શવવામાં આવતા લોકો અભિભૂત થઈ ઉઠ્યા. જવાનના સહકાર વડે દેશી શ્વાન દ્વારા આચર્યજનક સાહસી કરતબો રજૂ કરવામાં આવ્યા. આચર્ય ચકિત કરતા દિલધડક પરાક્રમો નિહાળી ઉપસ્થિત જનસમુહે તાળીઓના ગડગડાટથી વધાવી તેમને લીધા. આખરમાં ભુજની વિવિધ સ્કૂલ કોલેજના 160 છાત્ર-છાત્રાઓએ ગુજરાતી ગરબાના તાલે રમાડું રાસ રજૂ કર્યો. આ તમામ પ્રયોગ, કરતબો અને કળા નિહાળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગદગદ થતા જોવા મળ્યા.
આ પૂર્વે નવમી નવેમ્બરે જમ્મુથી નીકળેલી એકતા બાઇક રેલી 1742 કિ.મી. નો પ્રવાસ કરીને ભુજ પહોંચી હતી. રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફના સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ કરતાં આ રેલીમાં પણ 60 બાઇકર મહિલા અને પુરુષ જવાન જોડાયા હતા. કચ્છ માટે ગૌરવની બાબત એ રહી કે, આ ચાર મહિલા જવાન પૈકી એક মহিলা જવાન માંડવીના કોડાયની જુણેજા હુરબાઈ મુહામ્મદ હુસેન પણ હતી. કચ્છની આ પ્રથમ મહિલા છે જે બીએસએફ સૈનિક તરીકે જોડાઈ છે.
અમિત શાહ સાઉન્ડ બાઈટ :
Bsf નાં પરિવારજનોના કલ્યાણ માટે שונים યોજનાઓ બહાર પાડવામાં આવશે
Bsf ને પાંચ વર્ષમાં વધુ મજબૂત બનાવવામાં આવશે
પ્રધાનમંત્રીનાં નેતૃત્વ હેઠળ દરેકનું કલ્યાણ થશે
પહેલગામના હુમલામાં દેશના જવાનોએ જવાબ આપ્યો છે
હવે એ દિવસ નજીક છે નકશલીઓને સાફ કરી દેશું
Bsf એ માઓવાદીઓનો ખાત્મો કર્યો છે
ઘુસણખોરી રોકવા bsf સજ્જ છે
એક એક ઘુસણખોરને શોભી શોધીને બહાર કાઢશું
Sir દેશને સુરક્ષિત કરશે
ચૂંટણીમાં બિહારની જનતાએ જવાબ આપ્યો છે
બોર્ડર ફેન્સીંગ સરકારે કર્યું છે
ઇ બોર્ડર સુરક્ષાની યોજના અમલીકરણ કરાશે
એક વર્ષમાં કામગીરી થશે
મને વિશ્વાશ છે આવનારા દિવસોમાં મરીન પોલીસને bsf ટ્રેન કરશે
સૈનિકોના કલ્યાણ માટે તમામ કામગીરી કરવામાં આવશે
https://youtube.com/live/M9RK0ZxJVnw?feature=share
114
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KBKETAN BAGDA
FollowNov 21, 2025 12:55:56163
Report
CJChirag Joshi
FollowNov 21, 2025 12:49:12184
Report
PAParakh Agarawal
FollowNov 21, 2025 12:45:16123
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 11:16:59122
Report
AKArpan Kaydawala
FollowNov 21, 2025 10:53:32124
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:53:15142
Report
CJChirag Joshi
FollowNov 21, 2025 10:53:02142
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:50:18151
Report
URUday Ranjan
FollowNov 21, 2025 10:18:39216
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:15163
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:01149
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:35167
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:17146
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:1891
Report