Back
हिंदी में कमजोर लोगों को डिजिटल अरेस्ट कर करोडों की ठगी: 76 वर्षीय बुजुर्ग सहित कई पीड़ित
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 11:16:59
Rajkot, Gujarat
એંકર : સાયબર માફિયાઓ દ્વારા વધુ એક વખત સિનિયર સિટીઝન તેમજ નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરીને તેમના પાસેથી એક કરોડથી વધુની રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી એક કરોડથી વધુની રકમ બળજબરીપૂર્વક પડાવી લેવામાં આવી હતી. વૃદ્ધને ચાઈલ્ડ પોર્નોગ્રાફી તેમજ સાઇબર ટેરેરિઝમમાં સંડોવણી ખુલી હોવાનું કહી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ વિદેશમાં વસવાટ કરી રહેલી બે પુત્રીઓને ત્યાંથી ડિપોર્ટ કરીને ભારત પરત લાવવામાં આવશે તે પ્રકારની ધમકી પણ આપવામાં આવી હતી.
રાજકોટ શહેરના જુના એરપોર્ટ રોડ પર રહેતા 76 વર્ષીય કુરબાન બદામી નામના વ્યક્તિ દ્વારા બુધવારે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 204, 205, 308 (7), 337, 61 (2) તેમજ આઇಟಿ એક્ટ સહિતની કલમ અંતર્ગત જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારક તેમજ જુદા જુદા મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ તપાસમાં ખુલ્લે પડેલા તમામ મુદ્દાઓ અંગે ગુના નોંધાવવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા મુંબઈ ક્રાઈક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકેની ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કરીને સુપ્રીમ કોર્ટ તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ખોટા દસ્તાવેજ મોકલી 1,14,55,000 રૂપિયા જેટલી રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાનું સામે આવ્યું હતું.
વિઓ _ 02
રાજકોટ શહેરના જુના એરપોર્ટ રોડ પર પોતાની પત્ની સાથે નિવૃત્ત જીવન ગાળી રહેલા કુરબાન બદામી નામના વ્યક્તિ દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 29 ઓક્ટોબર 2025 ના રોજ મને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મને જણાવ્યું હતું કે હું ટેલિકોમ કંપનીમાંથી બોલું છું. બે કલાકમાં તમારો ફોન બંધ થઈ જશે. તમારા ફોનનો ઉપયોગ તમે ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બ્લિંગ તેમજ સાઇબર ટેરેરિઝમમાં કરેલ છે. જેના કારણે અમે તમારી અટકણી કરીશું. ત્યારબાદ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ખુલાસો કરવા જવું પડશે. જેથી કુરબાન બદામીએ કહ્યું હતું કે, હું સિનિયર સિટીઝન છું. મુંબઈ ખાતે જઈ શકું તેમ નથી તેથી ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે હું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે તમારો સંપર્ક કરાવી આપીશ તમે તેમને ફોનમાં ખુલાસો કરી આપજો. થોડીવાર બાદ whatsapp પર વીડિયો કોલ આવ્યો હતો. વિડિયો કોલ કરનાર વ્યક્તિએ પોલીસની ભરતી પહેરી હતી તેમજ પોતાની ઓળખ પીએસઆઇ શંકર પાટીલ તરીકેની આપી હતી. શંકર પાટીલ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિએ મને મારા પરિવારની તમામ વિગતો પૂછી હતી. તેમજ આધાર કાર્ડ પણ માંગ્યા હતા. ત્યારબાદ મને જણાવવામાં આવ્યું હતું કે મારા આધાર કાર્ડ પરથી અલગ અલગ રાજ્યમાં બેંકે એકાઉન્ટ ખુલ્યા છે. જેમનો ઉપયોગ મની લોન્ડરિંગ તેમજ સાઇબર ક્રાઇમમાં થયો છે. તેમજ સાઇબર ટેરેરિઝમમાં આધાર કાર્ડનો ઉપયોગ પણ થયો છે. જે અંતર્ગત મને દસ વર્ષથી લઈ આજીવન કેદની શિક્ષા થઈ શકે છે તેવા ભાગમાં કહ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ વારંવાર વિડીયો કોલ આવતા હતા અને તમને જણાવવામાં આવ્યું હતું કે તમારી સંપત્તિ શંકાના દાયરામાં છે. તમારે તમારી પ્રોપર્ટીને લિક્વિટાઇઝ કરીને RBIમાં રોકડ રૂપિયા જમા કરાવવા પડશે. જે राशि કેસ પૂર્ણ થયા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવશે.
વિઓ _ 03
શંકર પાટીલ તરીકેની ઓળખાણ આપનાર વ્યક્તિએ whatsapp ઉપર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી. રબીશંકરની સહી વાળો લેટર મોકલી આપ્યો હતો. 3 નવેમ્બર 2025 થી લઈને 10 નવેમ્બર 2025 વચ્ચે કુરબાન બદામી તથા તેમની પત્ની દુરૈયા બદામીના ખાતામાંથી કુલ પાંચ વખત ટ્રાન્જેક્શન થકી 1,14,55,000 રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આટલી રકમ ટ્રાન્સફર કર્યા બાદ પણ ફોન કરનાર વ્યક્તિઓ દ્વારા વધુ 10 લાખ રૂપિયા માંગ્યા હતા. તેમજ રકમ નહીં આપો તો ફિઝિકલ અરેસ્ટ કરવામાં આવશે. તેમજ તમારી વિદેશ રહેલી દીકરીઓને ભારત પરત લાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેથી અમે канેડા ખાતે રહેલી નાની દીકરી ઈસરત પાસેથી રૂપિયા માંગતા ઈસારતે જણાવ્યું હતું કે આ એક ફ્રોડ છે. તેથી અમે તાત્કાલિક જવાબમાં 1930 પર ફરિયાદ નોંધાવી હતી.
વિઓ _ 04
રાજકોટ શહેર સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બદામી દંપત્તિના ખાતામાંથી કુલ પાંચ જેટલા ટ્રાન્જેક્શન થયા હતા. જે અંતર્ગત આરોપીઓ દ્વારા કુલ 3 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ત્રણ એકાઉન્ટમાં ભારતના જુદા જુદા રાજ્યમાંથી કુલ 13 જેટલી ફરિયાદો એનસીઆરપી પોર્ટલ પર નોંધાઈ હતી. રાજકોટ રૂરલના જેટપુર ખાતે રહેનાર સુજલ લાખાણી નામના વ્યકિતના બેંક એકાઉન્ટમાં 4.97 લાખ રૂપિયા જમા થયા હતા. જે રકમ તેને 10,000 રૂપિયાના કમિશન મેળવીને બાકીની રકમ અન્ય આરોપીને આપી હોવાને કારણે આ માહિતીbarefacts સWays.
વિઓ _ 05
ત્યારે સાઇબર ક્રાઇમ પોલિસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા 4.87 લાખ મળી રહેલા માણસ સહિત મુખ્ય આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે. સાથે राजस्थान, ઉત્તર પ્રદેશ અને હરિયાણોધી રાજ્યોમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવીrota.
122
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowNov 21, 2025 10:53:32124
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:53:15142
Report
CJChirag Joshi
FollowNov 21, 2025 10:53:02142
Report
CPCHETAN PATEL
FollowNov 21, 2025 10:50:18151
Report
URUday Ranjan
FollowNov 21, 2025 10:18:39216
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:15163
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:18:01149
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:35167
Report
MDMustak Dal
FollowNov 21, 2025 10:17:17146
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:1891
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:46:0970
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 21, 2025 08:45:16118
Report
URUday Ranjan
FollowNov 21, 2025 08:16:32119
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 21, 2025 08:16:2167
Report