Back
CSR से सरकारी अस्पतालों को 2.42 करोड़ के उपकरण मिले
DPDhaval Parekh
Sept 13, 2025 10:04:13
Navsari, Gujarat
એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા
સ્લગ : NVS MEDICAL SAHAY
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 13 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : ખાનગી કરતાં સરકારી હોસ્પિટલોમાં દાતાઓના સહયોગ થકી અત્યાધુનિક સાધનો આપવામાં આવ્યા છે. જેના થકી સરકારી આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ થઈ છે. ત્યારે આજે નવસારીના આદિવાસી પંથકની 4 સરકારી હોસ્પિટલો તેમજ વલસાડની 1 ચેરીટેબલ હોસ્પિટલને દહેજની GCPL કંપની દ્વારા CSR ફંડ હેઠળ 2.42 કરોડ રૂપિયાના મેડિકલ ઉપકરણોની સહાય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે આપવામાં આવી હતી.
વી/ઓ : નવસારી જિલ્લાના આદિવાસી પંથકમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં યોગ્ય મેડિકલ ઉપકરણોના અભાવે ઘણીવાર દર્દીને નવસારી અથવા સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આવા સંજોગોમાં ઘણીવાર દર્દીએ જીવ પણ ગુમાવવા પડે એવી સ્થિતિ બની જાય છે. સરકારી હોસ્પિટલોમાં ગ્રાન્ટના અભાવે ઉપકરણો મેળવવામાં મોડું થાય થાય છે, ત્યારે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના પ્રયાસોથી આદિવાસી પંથકના લોકોને પણ ઘર બેઠા અત્યાધુનિક સુવિધાઓ સાથેની આરોગ્ય સારવાર મળી રહે એવા ઉમદા હેતુથી દહેજની ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ (GCPL) કંપનીના કંપની સોશ્યલ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટ અંતર્ગત કુલ 2.42 કરોડ રૂપિયાના વિવિધ મેડિકલ ઉપકરણોની સહાય કરવામાં આવી હતી. ચીખલી ખાતે દિનકર ભવનમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે વાંસદા કોટેજ હોસ્પિટલને 30 લાખના ખર્ચે ડીજીટલ એક્ષરે મશીન અને લેબોરેટરી માટે સાધનો, ચીખલી રેફરલ હોસ્પિટલને 1.30 કરોડના ખર્ચે વિવિધ વિભાગો માટે ઉપકરણો, નવસારી સિવિલ હોસ્પિટલને 25 લાખના કહેછે આંખના ઓપરેશન માટે અત્યાધુનિક ઉપકરણ તેમજ વલસાડની RNC ફ્રી આઈ હોસ્પિટલને 57 લાખના મેડિકલ ઉપકરણો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ખાનગી કરતા સરકારી હોસ્પિટલોની સુવિધાઓ અત્યાધુનિક મેડિકલ ઉપકરણોથી સજ્જ થઈ હોવાની વાત સાથે તેમની પત્નીનું પણ સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાનું ઉદાહરણ આપ્યું હતુ. સાથે જ આગામી 17 સપ્ટેમ્બર થી શરૂ થતા સેવા પખવાડિયા દરમિયાન નવસારી જિલ્લા અને સંસદીય ક્ષેત્રમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવા સાથે શહેર અને ગામડાઓમાં ખૂટતી સુવિધાઓની યાદી તૈયાર કરી, સંબંધિત અધિકારીઓને જાણ કરવા અપીલ કરી હતી. જેથી ગામડાઓમાં પણ સુવિધાઓ ઊભી કરી શકાય. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ઘરના મોભીની જેમ " કંઈ પણ ખૂટે તો કહેજો હું બેઠો છું " કહી સ્થાનિક આગેવાનોને તમામ પ્રકારે મદદરૂપ થવાનું આશ્વાસન આપ્યું હતું. સાથે જ નવસારી સંસદીય વિસ્તારની મહિલાઓને દિવાળી બાદ અયોધ્યા ખાતે શ્રી રામજીના દર્શન કરાવવાની પણ તૈયારી બતાવી હતી.
બાઈટ : સી. આર. પાટીલ, જળ શક્તિ મંત્રી, ભારત સરકાર
વી/ઓ : સરકાર નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે તમામ સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ તેની સાથે લોકનેતાઓના પ્રયાસોથી CSR હેઠળ જરૂરી મેડિકલ ઉપકરણો આરોગ્ય સંસ્થાનોને મળી રહે એવા પ્રયાસો, નાગરિકોને ઘર બેઠા અત્યાધુનિક આરોગ્ય સેવાઓ નિ:શુલ્ક મેળવી આપશે.
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 13, 2025 12:21:530
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 12:16:400
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 12:01:270
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 12:01:210
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 11:46:200
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 11:30:410
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:17:535
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:05:013
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:51:591
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:023
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:034
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:544
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:322
Report