Back
पोरबंदर महेर गरबा: सोने के दागीनों के साथ नवरात्रि की मिसाल
SBShilu Bhagvanji
Sept 27, 2025 02:01:28
Porbandar, Gujarat
2709 ZK PBR MER
FORMAT-PKG
DATE-27-09-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર
શેરી ગરબીઓે અને થોડી ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રીના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા મળે છે ત્યારે પોરબંદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની આગવી પરંપરાને જાળવી રાખી છે.અહી મહિલાઓ પારંપરિક વસ્ત્રોની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મહેરનો ટ્રેડિશનલ પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિની ઝાંખી અહીં જરુર થતી જોવા મળે છે.
વીઓ-1
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 24 વર્ષથી પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે મહેર સમાજના લોકો માટે નવરાત્રીનુ સુંદર આયોજન કરવામાં આવી રહ્યુ છે.આજે જ્યારે નવરાત્રીમાં પણ આધુનિકતા ભળી હોય એમ ગરબાનુ સ્થાન ડિસ્કો ડાન્સ લઈ રહ્યું છે અને ગરબીઓનુ મ્યુઝિક પણ પાર્ટીમય બની ચુક્યુ છે ત્યારે મહેર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પોરબંદરમાં પાંચમા નોરતે મહેર સમાજના પારંપરિક પોશાક પહેરીને જ મહિલા અને પુરુષો રમે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે.અહી
પાંચમાં નોરતે આ વખતે પણ આપણા પરંપરાગત જે જુના ગરબાઓ છે તેની ઝલક જોઈ શકાય છે.મેર સમાજની મહિલાઓ અને પુરુષો રાસ લે છે ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે.મહિલાઓ પારંપરિક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલા લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી,આંગણી અને પાઘડી પહેરી મણિયારો રાસ રમે છે.
બાઈટ-1
વિમલજી ઓડેદરા
પ્રમુખ,શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ
બાઈટ-2
ભોજા આગઠ
આગેવાન,મહેર સમાજ,પોરબંદર
વીઓ-2
ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે જેમાં એક છે મણીયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે.આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચૂક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે..મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી,ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે તો પારંપરિક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો,કાપડુ,ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરે છે.આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનુ લેવાનુ પણ ટાળતા હોય છે.ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ લાખો રુપિયાના ઘરેણાં પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાય છે.
બાઈટ-3
રમા ભુતિયા
ખેલૈયા
બાઈટ-4
ખેલૈયા
બાઇટ-5
ખૈલેાયા
વીઓ-3
પોરબંદરમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ પાંચમાં નોરતે જ્યારે પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવું અવશ્ય કહી શકાય કે,મહેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે.આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની અનુભૂતિ અહીં જરૂરથી સૌ કોઈને થાય છે.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowSept 27, 2025 02:01:092
Report
RTRAJENDRA THACKER
FollowSept 27, 2025 02:00:290
Report
RRRakesh Ranjan
FollowSept 26, 2025 18:48:1814
Report
VSVISHAL SINGH
FollowSept 26, 2025 18:48:0914
Report
AKAshok Kumar
FollowSept 26, 2025 18:47:5914
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 18:00:185
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:396
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:273
Report
SBShilu Bhagvanji
FollowSept 26, 2025 17:00:156
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:095
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:20:028
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:407
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:146
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:314
Report