Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
अहमदाबाद नगर निगम ने APMC को फटकारा; बड़ा जुर्माना लगा
AKArpan Kaydawala
Sept 16, 2025 14:01:25
Ahmedabad, Gujarat
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વાસણા apmc ન ફટકાર્યો મોટો દંડ Apmc ના કચરાનો નિકાલ કરતી ખાનગી એજન્સીને રૂ 1 લાખનો દંડ સૂઝા લાઈફ સાયન્સ બાયગેસ પ્લાન્ટને ફટકાર્યો દંડ Apmc માં એકત્ર થતા કચરાનું યોગ્ય પ્રોસેસ ન થતા કરાઈ કાર્યવાહી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Sept 16, 2025 15:04:55
Rajkot, Gujarat:SLUG - 1609ZK_LIVE_RJT_MADARI_GANG REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 & WHATSAPP એંકર - રાજકોટ શહેરમાં વૃદ્ધોને વાતોમાં વળગાવી લૂંટ આચરતી મદારી ગેંગના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. જેમાંથી એક વાંકાનેરનો બહાદુર દાસ સુરમનાથ પરમાર અને બીજો દેહગામનો દેવાનાથ અજાનાથ બામણિયા હોવાનું સામે આવ્યું છે. આ મદારી ગેંગ સફેદ કલરની વેગનઆર કારમાં આવી વૃદ્ધોને વાતોમાં વળગાડી લૂંટ આચરતી હતી. બે વૃદ્ધો પાસેથી રોકડ, દાગીના ઘડિયાળ, મોબાઈલની લૂંટ ચલાવનાર આ ગેંગનાં બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.... વીઓ - 1 સમગ્ર મામલા પર એક નજર કરવામાં આવે તો અયોધ્યા ચોક પાસે આવેલ ડાયમંડ પાર્કમાં રહેતા 63 વર્ષીય પ્રફુલભાઈ નટવરલાલ વસાણી સવારે આઠેક વાગ્યાની આસપાસ વોકિંગ કરવા માટે નીકળ્યા હતા. ત્યારે ઘરથી થોડે આગળ પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી. જે કારમાં સાધુ જેવા લાગતા ત્રણ શખ્સો બેસેલા હતા. જેઓએ પ્રફુલભાઈને અટકાવીને હિન્દી ભાષામાં વાત કરતા પૂછ્યું હતું કે, હમ લોગ પ્રયાગરાજ કી ઓર સે આ રહે હે, ઓર હમે નજદીક મે કહી પે આશ્રમ હો તો વહા વિશ્રામ કરના હૈ, જેથી પ્રફુલભાઈ જણાવ્યું હતું કે, અહીં આશ્રમ તો નથી પણ માધાપર ચોકડી નજીક જામનગર રોડ પર એક ગૌશાળા આવેલ છે, પરંતુ તે સાધુ જેવા લાગતા શખ્સોએ કહ્યું હતું કે, હમે તો આશ્રમ પે હી જાના હૈ, જે વાતચીત દરમિયાન સાધુઓએ તેમનો ખરાબ ઈરાદો પાર પાડવા પ્રફુલભાઈ સાથે થોડી અંગત વાતો ચાલુ કરી હતી... બાઈટ - ભરત બસીયા, ACP, ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ વીઓ - 2 પોલીસ સુત્રોનું કહેવું છે કે, સાધુઓએ કહ્યું હતું કે, તુમ અચ્છે આદમી લગતે હો. તુમે સંતાનમે એક બેટા હૈ, જેથી પ્રફુલભાઈ ચકિત થઈ ગયા હતા. કેમ કે તેમને સંતાનમાં એક પુત્ર છે. જેથી તેઓ તેમની વાતમાં આવી ગયા હતા. જે બાદ સાધુએ કહ્યું કે, લો એ પાંચસો રૂપિયે રખો ઓર ગાયો કો ચારા ડાલ દેના ઔર જો બચ્ચે પૈસે તુમ્હારે પાસ રખના ક્યુ કી તુમ બહોત હી ભાગ્યશાળી વ્યક્તિ હો. જેથી પ્રફુલભાઈ તેની વાતમાં આવી ગયા હતા...જે બાદ સાધુએ તેમની પાસે પ્રથમ ઘડિયાળ બાદમાં મોબાઈલ માંગતા તેઓએ ઘડિયાળ અને મોબાઈલ આપી હતી. જેમાં સાધુઓએ તેમને પહેરે સોનાનો ચેન અને વીંટી જોવા માટે માંગ્યા હતા. જે પણ પ્રફુલભાઈ આપતા તેઓએ તે દાગીના પોતાના હાથમાં આવતા જ આરોપીઓએ પોતાની ગાડી ભગાડી મૂકી હતી જે બાદ પ્રફુલભાઈ તુરંત જ ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી બનાવની જાણ કરી હતી. ભોગ બનનાર વૃધ્ધ એસપી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં અને છેલ્લે તેઓ એસપીના પીએ તરીકે નિવૃત થયાં હતાં... બાઈટ - ભરત બસીયા, ACP, ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ આવો જ બીજો બનાવ જંકશન પોલીસ ચોકી પાસે આવેલ ઓમ સુઝુકીના શોરૂમ પાસે બન્યો હતો. જેમાં રેલનગરમાં આવેલ શિવમ પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા 62 વર્ષીય પ્રીતમદાસ લાલચંદ ઘઘાડી વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે તેઓ જંકશન પોલીસ ચોકી પાસે પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી. જેમાં બેસેલ ત્રણ હિન્દી ભાષી શખ્સોએ તેમને આજીડેમ ચોકડી કઈ તરફ આવી હોવાનું પૂછ્યું હતું. જે અંગે વૃદ્ધે તેમને સરનામું બતાવ્યું હતું. જે બાદ તે કારમાં રહેલ શખ્સોએ તેમને પ્રથમ રૂ.500 આપી તુમ બહુત બડે ભાગ્યશાલી વ્યક્તિ હો ઉસકા ગાય કો ચારા ડાલ દેના કહી ફસાવ્યા હતા. અને બાદમાં તેમને પહેરેલ ચાર ગ્રામની વીંટી જોવા માટે માંગી હતી. જે બાદ વૃધે તે વીંટી આરોપીઓને આપતા જ તે શખ્સો વીંટી લઈ નાસી છૂટ્યા હતા.... બાઈટ - ભરત બસીયા - ACP ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ વશીકરણના બનાવ અંગે ગાંધીગ્રામ અને પ્ર. નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જે અંગે પોલીસે જુદી-જુદી ટીમો સાથે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે મદારી ગેંગના બે સાગરીતોને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં એક શખ્સ વાંકાનેરનો બહાદુર દાસ સુરમનાથ પરમાર અને બીજો દેહગામનો દેવાનાથ અજાનાથ બામણિયા હોવાનું સામે આવ્યું છે.... બાઈટ - ભરત બસીયા, ACP, ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ વીઓ - 3 ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સોનાની બે વીંટી, સોનાનો ચેઇન અને વેગનઆર કાર સહિત રૂ. 2.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને પ્રનગર તેમજ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલા બંને ગુણનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય ક્યાં ક્યાં આવી રીતે વશીકરણ કરીને લોકોને લૂંટ્યા છે તેની તપાસ શરૂ કરાઈ છે... ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
comment0
Report
HBHimanshu Bhatt
Sept 16, 2025 15:04:48
Morbi, Gujarat:Slug 1609ZK_MRB_PANI_JAMM Format PKG Reporter HIMANSHU BHATT Feed 1609ZK_MRB_PANI_JAMM Date 16/9/25 Location MORBI APPROVAL: TAPANBHAI એન્કર મોરબીની મહેન્દ્રનગર ચોકડી તથા મહેન્દ્રનગર ગામ પાસે જુદી જુદી સોસાયટીઓના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને રોડ તથા પાણીના જે પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે તેની રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલવામાં આવતો ન હતો જેથી રોષે ભરાયેલ મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી નાખવામાં આવતા વાહનોના થપ્પા લાગી ગયા હતા અને પોલીસ દોડતી થઈ ગઈ હતી વીઓ મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારમાં જે નવી સોસાયટીઓ બને છે ત્યાં બિલ્ડરો દ્વારા બાંધકામ કરવામાં આવે છે જો કે, મોટાભાગની જગ્યાઓમાં રોડ રસ્તા, લાઈટ, પાણી, ગટરની જે પ્રાથમિક સુવિધાઓ બિલ્ડરો દ્વારા લોકોને આપવાની હોય છે તે આપવામાં આવતી નથી અને ત્યારબાદ લોકો દ્વારા પ્રાથમિક સુવિધાની માંગ સાથે રસ્તો ઉપર આવીને રસ્તા ચક્કાજામ કરવામાં આવતા હોય છે તેવા ઘટનાક્રમો સમગ્ર ગુજરાતમાં જુદા જુદા વિસ્તારની અંદર જોવા મળે છે તેવી જ રીતે બે દિવસ પહેલા મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામકો સોસાયટીના લોકો દ્વારા પ્રાથમિક સુવિધા માટે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આજે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ક્રાંતિજ્યોત સોસાયટીના રહેવાસી મહિલા સહિતના લોકો દ્વારા તેમજ મહેન્દ્રનગર ચોકડીએ નીલકંઠ પાર્ક સોસાયટીના મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો જુદી જુદી બે જગ્યા ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા અને કલાકો સુધી વાહનોની અવરજવર બંધ રહેવાના કારણે સ્કૂલેથી ઘરે જઈ રહેલા વિદ્યાર્થીઓ સહિતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ક્રાંતિજ્યોત સોસાયટી તથા નીલકંઠ પાર્ક સોસાયટીના લોકોના કહેવા પ્રમાણે તેઓને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવતું નથી અને આ બાબતે અગાઉ ગ્રામ પંચાયત હતી ત્યારે મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં તથા હવે મહેન્દ્રનગરનો સમાવેશ મહાપાલિકામાં થયો હોવાથી મહાપાલિકા કચેરી ખાતે જઈને રજૂઆતો કરી છે તેમ છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપવામાં આવે છે પરંતુ નક્કર કામગીરી કોઈ કરવામાં આવતી નથી જેથી કરીને રોષે ભરાયેલ લોકો દ્વારા પાણીનો પ્રશ્ન ઉકેલાય તેના માટે થઈને રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને અંદાજે બે થી અઢી કલાક સુધી રસ્તો બંધ રહેવાના કારણે મહેન્દ્રનગર ગામ પાસે ચારેય બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો જેથી કરીને બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરવા માટે થઈને કવાયત શરૂ કરી હતી. બાઈટ 1: બીનાબેન, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર બાઈટ 2: રુક્ષ્મણીબેન, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર બાઈટ 3: સરસ્વતીબેન, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર બાઈટ 4: શ્રદ્ધાબેન પટેલ, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર બાઈટ 5: વિજયભાઈ, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર બાઈટ 6: વિનુબેન, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર બાઈટ 7: પિયુષભાઇ મકવાણા, એન્જીનીયર, મહાનગરપાલિકા, મોરબી
2
comment0
Report
DPDhaval Parekh
Sept 16, 2025 14:33:46
Navsari, Gujarat:એપ્રુવડ બાય : હમીમ સર સ્લગ : NVS CHAIN SNECHER નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 16 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નેશનલ હાઈવે પર વેસ્મા પેટ્રોલ પંપ પરથી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને ભાગી છૂટેલા મહારાષ્ટ્રના બે રીઢા સ્નેચરોને નવસારી પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરી ગણદેવીના ખારેલ પાસે રોક્યા હતા. જેમાં એકને પોલીસે દબોચ્યો, જ્યારે એક ભાગીને ગટરમાં સંતાયો હતો. પરંતુ પગથી છબછબીયા થતા પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. મકોકા હેઠળ સજા કાપી ચૂકેલા આરોપીઓ સામે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર મળી કુલ 46 ગુનાઓ નોંધાયા છે. વી/ઓ : નવસારીના જલાલપોર તાલુકાના નેશનલ હાઈવે નં. 48 ને અડીને આવેલા વેસ્મા ગામના સાલેજી પેટ્રોલ પંપ ઉપર આજે સવારે પોણા દસ વાગ્યાના સુમારે એક મહિલા પેટ્રોલ ભરાવી રહી હતી. દરમિયાન એક કાળા રંગની સ્પોર્ટ્સ બાઈક ઉપર હેલ્મેટ પહેરી આવેલા બે બદમાશો, મહિલાના ગળામાંથી 80 હજાર રૂપિયાનું તોલા સોનાનું મંગળસૂત્ર તોડીને ધૂમ સ્ટાઈલમાં નવસારી તરફ ભાગી છૂટ્યા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા પેટ્રોલ પંપ ઉપર ઉભેલા લોકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક વેસ્મા આઉટ પોસ્ટની પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ એક્શનમાં આવેલી પોલીસે તાત્કાલિક નાકાબંધીનો મેસેજ છોડ્યો અને નવસારી LCB, SOG સહિત જિલ્લાની પોલીસ એલર્ટ થઈ હતી. બીજી તરફ આરોપીઓ મુંબઈ તરફ ભાગી છૂટવાની ફિરાકમાં હતા. ત્યારે ગણદેવી પોલીસે આરોપીઓને શોધી તેમને પકડવા પીછો કર્યો હતો. જેમાં કારમાં પીછો ગણદેવી કરી રહેલી ગણદેવી પોલીસે આરોપીઓની બાઈકને ટક્કર મારી અટકાવ્યા હતા. જેમાં એક આરોપી પોલીસના હાથે લાગી ગયો હતો. જ્યારે અન્ય એક આરોપી નજીકની વાડીમાં ભાગી છૂટ્યો હતો. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. અને આરોપી નજીકમાં આવેલી ગટરમાં સંતાઈ ગયો હતો. દરમિયાન આરોપી ગટરના પાણીમાં પગ પછાડતા છબછબીયા થતા પોલીસની નજર ગઈ અને બીજો આરોપી પણ પકડાઈ ગયો હતો. પોલીસે મહારાષ્ટ્રના મુંબઈના મલાડ સ્થિત મલવાનીમાં રહેતા અતિક ઉર્ફે મેન્ટલ મુબીન અન્સારી અને મહારાષ્ટ્રના વેસ્ટ મુંબઈના બાંદ્રા સ્થિત મૌલાના લાઈનમાં રહેતા સાજીદ ઉર્ફે બડા સાજીદ અબ્દુલ શેખની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે સોનાના મંગળસૂત્ર સહિત બાઈક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી તપાસ આરંભી છે. બાઈટ : એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી વી/ઓ : પોલીસે પકડેલા બંને આરોપીઓ અતિક ઉર્ફે મેન્ટલ અન્સારી અને સાજિદ ઉર્ફે બડા સાજીદ શેખ ચોરી, લૂટ, ચેઇન સ્નેચીંગ જેવા ગુનાઓમાં માહિર છે. આરોપીઓ મકોકા એક્ટ હેઠળ જેલની સજા કાપી રહ્યા હતા અને ગત 19 ઓગસ્ટ, 2025 ના રોજ જેલમાંથી છૂટ્યા હતા. જેલમાંથી છૂટતા સાથે જ અતિક અને સાજિદ બંને ચેઈન સ્નેચિંગ કરવા નીકળી પડ્યા હતા. પોલીસની તપાસમાં બંને આરોપીઓમાંથી અતિક સામે 46 ગુનાઓ અને સાજિદ સામે 24 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આરોપીઓએ ગુનાઓને અંજામ આપ્યો હોવાની આશંકાએ નવસારી પોલીસે તપાસને વેગ આપ્યો છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 14:33:01
Surat, Gujarat:સુરત બ્રેકીંગ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી એક ટેક્સટાઇલના વેપારીએ કાપડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોટ્રેટ અને તિરંગો ધ્વજ તૈયાર કર્યો વિશ્વનો સૌથી મોટો તિરંગો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું 105 * 60 ફૂટ કાપડમાં આ તિરંગો અને 105 * 90 ફુટ કાપડમાંથી પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યો 35 x 20 મીટરનો તિરંગો અને 35 × 30 મીટરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોર્ટ્રેટ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું પ્રવીણ ગુપ્તા નામના વેપારી દ્વારા આ તિરંગો અને પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું તિરંગા ને મહિલા વર્લ્ડ કપની ટીમને અર્પણ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોટેટ અને તિરંગો બનાવવા માટે ૧૫ દિવસની મહેનત હતી અને સતત 20 કારીગરો દ્વારા તેમના પર કામ કરવામાં આવ્યું આ ઉપરાંત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ 75 કિલોની 75 ઇંચ લંબાઈની એક એક પણ તૈયાર કરવામાં આવી છે બાઈટ..પ્રવીણ ગુપ્તા બાઈટ..દિનેશ લાઠી
0
comment0
Report
GDGaurav Dave
Sept 16, 2025 14:32:52
Rajkot, Gujarat:SLUG - 1609ZK_RJT_SOP_NAVRATRI REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એંકર -- 22 તારીખથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે...ત્યારે રાજકોટમાં નવરાત્રિ SOPને લઈને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી...નવરાત્રિના આયોજનમાં એક હજાર પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવશે...તેમજ રાજકોટમાં ૩૨અર્વાચીન, ૭૩ પ્રાચીન અને ૫૦૦થી શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે...બહેનો દીકરીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સી ટીમ તૈનાત રહેશે...દરેક આયોજકોએ સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા પડશે...અર્વાચીન દાંડિયાના આયોજનમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખવો પડશે...બીજી તરફ આયોજકોએ પોતાના સ્વયંસેવકો રાખવાના રહેશે...કોઈપણ દાંડિયાના આયોજનમાં પાર્કિંગની અવ્યવસ્થા કે ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તેની જવાબદારી આયોજકની રહેશે...હાઇકોર્ટના નિયમ મુજબ સમયસર સ્પીકર બંધ કરવાના રહેશે...લોકોની અવર જવર ઓછી હોય તેવી જગ્યા ઉપર પોલીસનું પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે... બાઈટ - જગદીશ બાંગરવા - DCP ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ
0
comment0
Report
GPGaurav Patel
Sept 16, 2025 13:49:30
Ahmedabad, Gujarat:ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામને લઈ કોંગ્રેસના મોટા આક્ષેપ રાજ્ય સરકારની હોસ્પિટલ દ્વારા કરતા પ્રોગ્રામને ખાનગી સંસ્થાને પધરાવી દેવામાં આવ્યા ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ આરોગ્ય વિભાગે 14 સેન્ટર ખાનગી સંસ્થાને પધરાવી દીધા જગ્યા, મશીનરી અને ડોક્ટર સરકારના અને નફો મળતિયાઓ કરશે:પાર્થિવરાજ સિંમબાયોસિસ હેલ્થ કેર સંસ્થાને 14 ડાયાલિસિસ સેન્ટર નફો કરવા આપી દેવામાં આવ્યા ડાયાલિસિસ દીઠ 2200 રૂપિયા સરકાર સંસ્થાને આપે છે તેનાથી 300 રૂપિયા દર્દી ને મળે છે 1900 રૂપિયાનો નફો ખાનગી સંસ્થાને સીધો થાય છે સિમબાયોસિસ હેલ્થ કેર નામના સંસ્થાને સેન્ટર આપી દેવામાં આવ્યા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કૌભાંડ સામે આવ્યું છે કૌભાંડ પર યોગ્ય તપાસ થયા તેવી કોંગ્રેસની માગ છે: પાર્થિવરાજ બાઇટ પાર્થિવરાજ કઠવાડીયા પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
4
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 16, 2025 13:49:22
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કુડસદ જી.આઈ.ડી.સી (ઓલપાડ ) સ્લગ :-1609ZK_GPCB_NARK_1 ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર - ઝી ૨૪ કલાક ના અહેવાલ ની અસર થઇ છે, ગઈકાલે ઝી ૨૪ કલાક ધ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો , ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આવેલી જી આઈ ડી સી વિસ્તારમાં જવાના રસ્તા પર સતત મિલ માંથી નીકળતા કેમિકલ યુક્ત ગંદા પાણી ભરાઈ રહેતા કોઈ અજાણ્યા ઈસમ દ્વારા નર્ક ગલી મેં આપકા સ્વાગત હૈ નું બોર્ડ લગાવવામાં આવ્યું હતું , જોકે ગઈકાલે જ મોડી રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ બોર્ડ ફાડી નાખવામાં આવ્યું હતું , પરંતુ અહેવાલ પ્રસારિત થતા નિંદ્રાધીન તંત્ર હરકત માં આવ્યું છે અને દોડતું થયું છે , આજે બપોર ના સમયે ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ ની ટીમ કુડસદ જી આઈ ડી સી ના નર્ક ની ગલીમાં પહોચી હતી અને ગલીમાં આવેલા ડાઈંગ અને વોટર જેટ ની મિલો માંથી સેમ્પલ એકત્રિત એકત્રિત કર્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી. બાઈટ :- સંદીપ વસાવા (કુડસદ જી.આઈ.ડી.સી - ઓલપાડ) વિઓ... જોકે સમગ્ર મામલે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ પણ પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યું હતું કે ઘટના ની જાણ થતાજ GPCB ની ટીમે ને કાર્યવાહી કરવા માટે મોકલી આપી છે અને આ રીત ની મિલ માલિકો ની લાપરવાહી ક્યારેય ચલાવી લેવામાં નહિ આવે ,આવા કૃત્યો કરતી મિલો ને ક્લોઝર આપવામાં આવશે અને બંધ કરવામાં આવશે. બાઈટ :- મુકેશ પટેલ - (વન પર્યાવરણ મંત્રી ગુજરાત)
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 13:49:02
Surat, Gujarat:સુરત બ્રેક નવરાત્રિને લઈ સુરત પોલીસનું સુરક્ષા કવચ 15 જેટલા ગરબા ના મોટા આયોજન કરવામાં આવ્યા છે 1 હજારથી વધુ નાની શેરીઓમાં આયોજન કરવામાં આવ્યું છે બોડી વોર્ન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે દરેક મોટા ગરબાના ડોમ પર એ.આઈ ટેકનોલોજીથી બાજ નજર રાખવામાં આવશે પોલીસ કંટ્રોલ રૂમથી બાજ નજર રાખવામાં આવશે ગરબા આયોજકો, પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠકનું આયોજન હાથ ધરાયુ અવાવરું જગ્યા સાફ કરી ત્યાં લાઈટ લગાડવામાં આવશે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે ક્રાઇમબ્રાંચ, પીસીબી અને એસઓજી સતત પેટ્રોલીગ કરતું રહેશે વિધર્મીને લઈ પોલીસ કમિસનરનું મહત્વનુંનિવેદન જ્યાં પણ વિધર્મીને લઈ કોઈ સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરવામાં આવે કાયદા મુજબ જે સમય હશે ત્યાં સુધી ગરબા રમાડવામાં આવશે બાઈટ..અનુપમસિંહ ગહેલોત..પોલીસ કમિશનર સુરત
4
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 16, 2025 13:02:29
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA 2C APPROVED_VISHALBHAI BYTE_1 એંકર નવરાત્રી નજીક આવતા મોબાઈલ એપ્લિકેશનમાં સોંગ પ્લે કરો, તો એની રીધમ પર લાઇટિંગ ડાન્સ કરે તેવા ગરબા બજારમાં આવ્યા છે. ગરબાની લાઈટોને પણ જુદી-જુદી ઇફેક્ટ આપી શકાય નવરાત્રીનો પર્વ એટલે માતાજીની ભક્તિ - આરાધના કરવાનો પર્વ. વિઓ ૧ ગુજરાતના દરેક શહેર જિલ્લા ગામ સહિત મહોલ્લા અને શેરીઓ આષો મહિનાની નવરાત્રીના નવ દિવસ લોકો માતાજીની ભક્તિ અને આરાધનામાં લિન થઇ જતા હોય છે. ખાસ કરીને માતાજીની આરાધના માટે લોકો ખાસ ગરબો પોતાના ઘરે લાવતા હોય છે ત્યારે દિવસે દિવસે વધતી જતી હરીફાઈના યુગમાં ગરબાને કલાત્મક રીતે આકર્ષિત બનાવવા માટે પણ કારીગરો મહેનત કરતા હોય છે. સાદા ગરબાની સાથે સાથે આ વખતે રાજકોટની બજારમાં લાઇટિંગ વાળા ડીજીટલ ગરબાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં મોબાઈલની એપ્લિકેશનમાં સોંગ પ્લે કરો, તો એની રીધમ પર લાઇટિંગ ડાન્સ કરે છે. ગરબાની લાઈટોને જુદી-જુદી ઇફેક્ટ પણ આપી શકાય છે. હરીફાઈના યુગમાં લોકોને નવું અને અલગ આપવા માટે કારીગરો 3-4 મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને પોતાની કલા મુજબ અવનવી રીતે ગરબાને પણ શણગાર કરતા હોય છે. જેમાં આ વર્ષે ડીજીટલ ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. મોબાઈલ એપની સાથે કનેક્ટ આ ગરબામાં કલરફુલ લાઇટિંગ હોય જ છે. મોબાઈલમાં સોંગ પ્લે કરતાની સાથે જ આ લાઇટિંગમાં પણ એ જ રિધમ મુજબની મુવમેન્ટ જોવા મળે છે. આ ઉપરાંત સ્ટોન વાળા, અમેરિકન ડાયમંડ વાળા અને ખાસ ફરતા ગરબાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વિઓ ૨ ગરબાના વેપારી નિલેશ બૂંદેલાએ જણાવ્યું હતું કે, મારી શોપ રાજકોટમાં એસ્ટ્રોન ચોકમાં નવરંગ સીઝન સ્ટોર છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે ગરબા જાતે બનાવીએ છીએ અને અમારી શોપ પર સેલ આઉટ કરીએ છીએ. અમે હંમેશા દરેક કસ્ટમરોને દરેક વર્ષે કંઈક નવું આપવા માટે તત્પર હોઈએ છીએ. દર વર્ષે કંઈક નવું બનાવતા રહીએ છીએ. આ વખતે અમે સાવ નવી વસ્તુઓ લાવ્યા છીએ. જે ડિજિટલ ગરબા છે. ડીજીટલ ગરબા માટે મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે. એપ્લિકેશનની અંદર આપ સોંગ પ્લે કરો, તો એની રીધમ પર લાઇટિંગ ડાન્સ કરે છે. ઉપરાંત, એમાં ઘણા બધા વેરિએશન આવે છે. જેનાથી તમે લાઇટની અલગ-અલગ ઇફેક્ટો આપી શકો છો. માઇક સિસ્ટમ પણ હોય છે. જેથી તમારી ક્લેપિંગ કે વોઇસ પર પણ લાઇટ ડાન્સ કરતી જોવા મળે છે. હાલ આવા ગરબાનો ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમારા ગરબાની ખાસિયત ડાયમંડવાળા, અમેરિકન ડાયમંડવાળા, સ્ટોનવર્કવાળા, મિરરવર્કવાળા, રાજસ્થાની, પાટણ અને બોમ્બેના ગરબા હોય છે. ઘણી બધી પ્રકારની ગરબાની વેરાયટીઓ બનાવીએ છીએ. નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમારો એડવાન્સ બુકિંગનો દોર પણ ખૂબ સરસ ચાલી રહ્યો છે અમારો દરેક ગરબો માત્ર 1 પીસમાં હોય છે. જે સિંગલ ડિઝાઇન અને સિંગલ કલર હોય છે અને જે રિપીટમાં હોતો નથી. એટલે પોતાનો મનપસંદ ગરબો બુક કરાવવા માટે કસ્ટમર 15-20 દિવસ અગાઉ જ બુકિંગ કરાવીને પહેલા નોરતે ગરબો લઇ જાય છે. અત્યારે કમસે કમ 600 થી 700 ગરબાનું બુકિંગ થઈ ગયું છે અને અમે ટોટલ 2200 થી 2500 ગરબા હેન્ડમેડ બનાવીએ છીએ. છતાંય સ્ટોક પૂરો પડતો નથી. કિંમત અંગે જણાવતા તેમણે કહ્યું કે, અમારા ગરબા રૂ. 160થી લઈને રૂ. 4,000 સુધીમાં અવેલેબલ હોય છે. બહારના ઘણા બધા ઓર્ડર આવે છે. ગુજરાતની અંદર, ગુજરાત બહાર, ઇન્ડિયા લેવલે અને ઇન્ડિયાની બહાર પણ હોય છે. જોકે અમે કુરિયરથી મોકલાવી શકતા નથી. પણ જેના રિલેટિવ અહીં હોય તે આવીને કે કે અમારે આ રીતે વિદેશ મોકલવાનો છે. તો તે પ્રમાણે અમે મજબૂત અને સરસ પાર્સલ પેકિંગ કરી આપીએ છીએ. બાઈટ_નિલેશ બુંદેલા ગરબા વેચનાર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં અન્ય કોઈ જગ્યાએ લાઇટિંગ કે ફરતો ગરબો ભાગ્યે જ જોવા મળે છે. તેને પણ ડીજીટલ બનાવતા હવે આ ખાસ ડીજીટલ ગરબો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બાઈટ_નિલેશ બુંદેલા WT
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 13:00:41
0
comment0
Report
RMRaghuvir Makwana
Sept 16, 2025 12:46:57
Botad, Gujarat:DATE-16-09-2025 SLUG-1609 ZK BTD AAVEDANPATRA FORMET-AVB SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-TAPANBHAI બોટાદ ગઢડા તાલુકાનાં મોટી કુંડળ ગામના લોકોએ શાળાનાં આચાર્ય વિરુધ આપ્યું આવેદનપત્ર.. મોટી કુંડળ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય જયદિપભાઈ જોગરાણા વિરૂધ્ધ ટીડીઓ ને આપ્યું આવેદનપત્ર.. મોટી કુંડળ ગામના લોકો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત પહોચી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. મોટી કુંડળ પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ ખાડે ગયું છે અને જિલ્લામા છેલ્લા નંબરનું શિક્ષણ હોવાનું ગામલોકોએ કર્યા આક્ષેપો.. આચાર્ય દ્વારા શિક્ષણ મા ધ્યાન આપતા નથી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેની તાત્કાલિક તપાસ કરી આચાર્ય ની બદલી કરવા ગામલોકોએ માંગ કરી.. જો તંત્ર દ્વારા આચાર્ય વિરુધ કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગામલોકોએ ચીમકી ઉચ્ચારી. બાઈટ-ચંદ્રસિંહ જાળિયા-
2
comment0
Report
RMRaghuvir Makwana
Sept 16, 2025 12:22:31
Botad, Gujarat:DATE-16-09-2025 SLUG-1609 ZK BTD BHIMNATH JAMIN VIVAD FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHAL BHAI એન્કર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની ૬૮ વીઘા જમીન પર અતિક્રમણ થયાનો મોટો વિવાદ ઊભો થયો છે. ટ્રસ્ટના મહંત આશુતોષગીરી બાપુએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે ભીમનાથ અને પોલાલપુર ગામમાં આવેલી ટ્રસ્ટની આ જમીન પર સ્થાનિક ગ્રામ પંચાયતે ગેરકાયદેસર રીતે ૧૨૦ જેટલા મકાનો બનાવી દીધા છે અને જમીન પચાવી પાડી છે. વિઓ ​મહંતના આક્ષેપો અને વિગતો: ​મહંત આશુતોષગીરી બાપુના જણાવ્યા અનુસાર, પોલાલપુર ગ્રામ પંચાયતે ૨૦૧૫ પહેલાં ટ્રસ્ટની જમીન પર લોકોને મકાનો બનાવવા માટે ફાળવી દીધી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે આ જમીન પર ૫૦૦ ચોરસ વાર અને ૩૦૦ ચોરસ વારના ૧૨૦ મકાનો બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૪૦ જેટલા પ્લોટમાં ઈન્દિરા અને સરદાર આવાસ યોજના હેઠળ પણ મકાનો બનાવવામાં આવ્યા છે. ​મહંતે વધુમાં જણાવ્યું કે આ અતિક્રમણ બાબતે છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને ટ્રસ્ટને તેની જમીનનું વળતર મળે તેવી માંગ કરી છે. ​ બાઈટ-આશુતોષ ગિરી મહંત-ભીમનાથ મહાદેવ વિઓ ​બીજી તરફ, આ મામલે ગ્રામ પંચાયત અને સ્થાનિક રહીશોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેમને ગ્રામ પંચાયત દ્વારા જ મકાન બનાવવા માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, અને આ ફાળવણીના તમામ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે. ​બાઈટ-ભુપત ભાઈ મકાન ધારક બાઈટ-મથુરભાઈ મકાન ધારક વિઓ ​આ સમગ્ર વિવાદ અંગે બરવાળા તાલુકા વિકાસ અધિકારી કે.બી. પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મામલાની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જે પણ તથ્યો સામે આવશે, તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાઈટ-કે.બી.પટેલ-તાલુકા વિકાસ અધિકારી
2
comment0
Report
Advertisement
Back to top