Back
राजकोट में वृद्धों को लूटने वाली मदारि गैंग के दो आरोपी गिरफ्तार
GDGaurav Dave
Sept 16, 2025 15:04:55
Rajkot, Gujarat
SLUG - 1609ZK_LIVE_RJT_MADARI_GANG
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75 & WHATSAPP
એંકર - રાજકોટ શહેરમાં વૃદ્ધોને વાતોમાં વળગાવી લૂંટ આચરતી મદારી ગેંગના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. જેમાંથી એક વાંકાનેરનો બહાદુર દાસ સુરમનાથ પરમાર અને બીજો દેહગામનો દેવાનાથ અજાનાથ બામણિયા હોવાનું સામે આવ્યું છે. આ મદારી ગેંગ સફેદ કલરની વેગનઆર કારમાં આવી વૃદ્ધોને વાતોમાં વળગાડી લૂંટ આચરતી હતી. બે વૃદ્ધો પાસેથી રોકડ, દાગીના ઘડિયાળ, મોબાઈલની લૂંટ ચલાવનાર આ ગેંગનાં બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....
વીઓ - 1
સમગ્ર મામલા પર એક નજર કરવામાં આવે તો અયોધ્યા ચોક પાસે આવેલ ડાયમંડ પાર્કમાં રહેતા 63 વર્ષીય પ્રફુલભાઈ નટવરલાલ વસાણી સવારે આઠેક વાગ્યાની આસપાસ વોકિંગ કરવા માટે નીકળ્યા હતા. ત્યારે ઘરથી થોડે આગળ પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી. જે કારમાં સાધુ જેવા લાગતા ત્રણ શખ્સો બેસેલા હતા. જેઓએ પ્રફુલભાઈને અટકાવીને હિન્દી ભાષામાં વાત કરતા પૂછ્યું હતું કે, હમ લોગ પ્રયાગરાજ કી ઓર સે આ રહે હે, ઓર હમે નજદીક મે કહી પે આશ્રમ હો તો વહા વિશ્રામ કરના હૈ, જેથી પ્રફુલભાઈ જણાવ્યું હતું કે, અહીં આશ્રમ તો નથી પણ માધાપર ચોકડી નજીક જામનગર રોડ પર એક ગૌશાળા આવેલ છે, પરંતુ તે સાધુ જેવા લાગતા શખ્સોએ કહ્યું હતું કે, હમે તો આશ્રમ પે હી જાના હૈ, જે વાતચીત દરમિયાન સાધુઓએ તેમનો ખરાબ ઈરાદો પાર પાડવા પ્રફુલભાઈ સાથે થોડી અંગત વાતો ચાલુ કરી હતી...
બાઈટ - ભરત બસીયા, ACP, ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ
વીઓ - 2
પોલીસ સુત્રોનું કહેવું છે કે, સાધુઓએ કહ્યું હતું કે, તુમ અચ્છે આદમી લગતે હો. તુમે સંતાનમે એક બેટા હૈ, જેથી પ્રફુલભાઈ ચકિત થઈ ગયા હતા. કેમ કે તેમને સંતાનમાં એક પુત્ર છે. જેથી તેઓ તેમની વાતમાં આવી ગયા હતા. જે બાદ સાધુએ કહ્યું કે, લો એ પાંચસો રૂપિયે રખો ઓર ગાયો કો ચારા ડાલ દેના ઔર જો બચ્ચે પૈસે તુમ્હારે પાસ રખના ક્યુ કી તુમ બહોત હી ભાગ્યશાળી વ્યક્તિ હો. જેથી પ્રફુલભાઈ તેની વાતમાં આવી ગયા હતા...જે બાદ સાધુએ તેમની પાસે પ્રથમ ઘડિયાળ બાદમાં મોબાઈલ માંગતા તેઓએ ઘડિયાળ અને મોબાઈલ આપી હતી. જેમાં સાધુઓએ તેમને પહેરે સોનાનો ચેન અને વીંટી જોવા માટે માંગ્યા હતા. જે પણ પ્રફુલભાઈ આપતા તેઓએ તે દાગીના પોતાના હાથમાં આવતા જ આરોપીઓએ પોતાની ગાડી ભગાડી મૂકી હતી જે બાદ પ્રફુલભાઈ તુરંત જ ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી બનાવની જાણ કરી હતી. ભોગ બનનાર વૃધ્ધ એસપી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં અને છેલ્લે તેઓ એસપીના પીએ તરીકે નિવૃત થયાં હતાં...
બાઈટ - ભરત બસીયા, ACP, ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ
આવો જ બીજો બનાવ જંકશન પોલીસ ચોકી પાસે આવેલ ઓમ સુઝુકીના શોરૂમ પાસે બન્યો હતો. જેમાં રેલનગરમાં આવેલ શિવમ પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા 62 વર્ષીય પ્રીતમદાસ લાલચંદ ઘઘાડી વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે તેઓ જંકશન પોલીસ ચોકી પાસે પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી. જેમાં બેસેલ ત્રણ હિન્દી ભાષી શખ્સોએ તેમને આજીડેમ ચોકડી કઈ તરફ આવી હોવાનું પૂછ્યું હતું. જે અંગે વૃદ્ધે તેમને સરનામું બતાવ્યું હતું. જે બાદ તે કારમાં રહેલ શખ્સોએ તેમને પ્રથમ રૂ.500 આપી તુમ બહુત બડે ભાગ્યશાલી વ્યક્તિ હો ઉસકા ગાય કો ચારા ડાલ દેના કહી ફસાવ્યા હતા. અને બાદમાં તેમને પહેરેલ ચાર ગ્રામની વીંટી જોવા માટે માંગી હતી. જે બાદ વૃધે તે વીંટી આરોપીઓને આપતા જ તે શખ્સો વીંટી લઈ નાસી છૂટ્યા હતા....
બાઈટ - ભરત બસીયા - ACP ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ
વશીકરણના બનાવ અંગે ગાંધીગ્રામ અને પ્ર. નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જે અંગે પોલીસે જુદી-જુદી ટીમો સાથે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે મદારી ગેંગના બે સાગરીતોને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં એક શખ્સ વાંકાનેરનો બહાદુર દાસ સુરમનાથ પરમાર અને બીજો દેહગામનો દેવાનાથ અજાનાથ બામણિયા હોવાનું સામે આવ્યું છે....
બાઈટ - ભરત બસીયા, ACP, ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ
વીઓ - 3
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સોનાની બે વીંટી, સોનાનો ચેઇન અને વેગનઆર કાર સહિત રૂ. 2.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને પ્રનગર તેમજ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલા બંને ગુણનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય ક્યાં ક્યાં આવી રીતે વશીકરણ કરીને લોકોને લૂંટ્યા છે તેની તપાસ શરૂ કરાઈ છે...
ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowSept 16, 2025 16:31:460
Report
NJNILESH JOSHI
FollowSept 16, 2025 16:31:370
Report
NJNILESH JOSHI
FollowSept 16, 2025 16:31:310
Report
HBHimanshu Bhatt
FollowSept 16, 2025 15:04:482
Report
DPDhaval Parekh
FollowSept 16, 2025 14:33:460
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 14:33:010
Report
GDGaurav Dave
FollowSept 16, 2025 14:32:520
Report
AKArpan Kaydawala
FollowSept 16, 2025 14:01:250
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:362
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:304
Report
SVSANDEEP VASAVA
FollowSept 16, 2025 13:49:221
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:49:024
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 16, 2025 13:02:291
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:00:410
Report