Back
नवरात्री में डिजिटल गरबा: गीत के साथ लाइटिंग डांस ने हलचल मचाई
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 16, 2025 13:02:29
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA
FEED_VIA 2C
APPROVED_VISHALBHAI
BYTE_1
એંકર
નવરાત્રી નજીક આવતા મોબાઈલ એપ્લિકેશનમાં સોંગ પ્લે કરો, તો એની રીધમ પર લાઇટિંગ ડાન્સ કરે તેવા ગરબા બજારમાં આવ્યા છે. ગરબાની લાઈટોને પણ જુદી-જુદી ઇફેક્ટ આપી શકાય નવરાત્રીનો પર્વ એટલે માતાજીની ભક્તિ - આરાધના કરવાનો પર્વ.
વિઓ ૧
ગુજરાતના દરેક શહેર જિલ્લા ગામ સહિત મહોલ્લા અને શેરીઓ આષો મહિનાની નવરાત્રીના નવ દિવસ લોકો માતાજીની ભક્તિ અને આરાધનામાં લિન થઇ જતા હોય છે. ખાસ કરીને માતાજીની આરાધના માટે લોકો ખાસ ગરબો પોતાના ઘરે લાવતા હોય છે ત્યારે દિવસે દિવસે વધતી જતી હરીફાઈના યુગમાં ગરબાને કલાત્મક રીતે આકર્ષિત બનાવવા માટે પણ કારીગરો મહેનત કરતા હોય છે. સાદા ગરબાની સાથે સાથે આ વખતે રાજકોટની બજારમાં લાઇટિંગ વાળા ડીજીટલ ગરબાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં મોબાઈલની એપ્લિકેશનમાં સોંગ પ્લે કરો, તો એની રીધમ પર લાઇટિંગ ડાન્સ કરે છે. ગરબાની લાઈટોને જુદી-જુદી ઇફેક્ટ પણ આપી શકાય છે. હરીફાઈના યુગમાં લોકોને નવું અને અલગ આપવા માટે કારીગરો 3-4 મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને પોતાની કલા મુજબ અવનવી રીતે ગરબાને પણ શણગાર કરતા હોય છે. જેમાં આ વર્ષે ડીજીટલ ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. મોબાઈલ એપની સાથે કનેક્ટ આ ગરબામાં કલરફુલ લાઇટિંગ હોય જ છે. મોબાઈલમાં સોંગ પ્લે કરતાની સાથે જ આ લાઇટિંગમાં પણ એ જ રિધમ મુજબની મુવમેન્ટ જોવા મળે છે. આ ઉપરાંત સ્ટોન વાળા, અમેરિકન ડાયમંડ વાળા અને ખાસ ફરતા ગરબાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
વિઓ ૨
ગરબાના વેપારી નિલેશ બૂંદેલાએ જણાવ્યું હતું કે, મારી શોપ રાજકોટમાં એસ્ટ્રોન ચોકમાં નવરંગ સીઝન સ્ટોર છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે ગરબા જાતે બનાવીએ છીએ અને અમારી શોપ પર સેલ આઉટ કરીએ છીએ. અમે હંમેશા દરેક કસ્ટમરોને દરેક વર્ષે કંઈક નવું આપવા માટે તત્પર હોઈએ છીએ. દર વર્ષે કંઈક નવું બનાવતા રહીએ છીએ. આ વખતે અમે સાવ નવી વસ્તુઓ લાવ્યા છીએ. જે ડિજિટલ ગરબા છે. ડીજીટલ ગરબા માટે મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે. એપ્લિકેશનની અંદર આપ સોંગ પ્લે કરો, તો એની રીધમ પર લાઇટિંગ ડાન્સ કરે છે. ઉપરાંત, એમાં ઘણા બધા વેરિએશન આવે છે. જેનાથી તમે લાઇટની અલગ-અલગ ઇફેક્ટો આપી શકો છો. માઇક સિસ્ટમ પણ હોય છે. જેથી તમારી ક્લેપિંગ કે વોઇસ પર પણ લાઇટ ડાન્સ કરતી જોવા મળે છે. હાલ આવા ગરબાનો ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમારા ગરબાની ખાસિયત ડાયમંડવાળા, અમેરિકન ડાયમંડવાળા, સ્ટોનવર્કવાળા, મિરરવર્કવાળા, રાજસ્થાની, પાટણ અને બોમ્બેના ગરબા હોય છે. ઘણી બધી પ્રકારની ગરબાની વેરાયટીઓ બનાવીએ છીએ.
નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમારો એડવાન્સ બુકિંગનો દોર પણ ખૂબ સરસ ચાલી રહ્યો છે અમારો દરેક ગરબો માત્ર 1 પીસમાં હોય છે. જે સિંગલ ડિઝાઇન અને સિંગલ કલર હોય છે અને જે રિપીટમાં હોતો નથી. એટલે પોતાનો મનપસંદ ગરબો બુક કરાવવા માટે કસ્ટમર 15-20 દિવસ અગાઉ જ બુકિંગ કરાવીને પહેલા નોરતે ગરબો લઇ જાય છે. અત્યારે કમસે કમ 600 થી 700 ગરબાનું બુકિંગ થઈ ગયું છે અને અમે ટોટલ 2200 થી 2500 ગરબા હેન્ડમેડ બનાવીએ છીએ. છતાંય સ્ટોક પૂરો પડતો નથી. કિંમત અંગે જણાવતા તેમણે કહ્યું કે, અમારા ગરબા રૂ. 160થી લઈને રૂ. 4,000 સુધીમાં અવેલેબલ હોય છે. બહારના ઘણા બધા ઓર્ડર આવે છે. ગુજરાતની અંદર, ગુજરાત બહાર, ઇન્ડિયા લેવલે અને ઇન્ડિયાની બહાર પણ હોય છે. જોકે અમે કુરિયરથી મોકલાવી શકતા નથી. પણ જેના રિલેટિવ અહીં હોય તે આવીને કે કે અમારે આ રીતે વિદેશ મોકલવાનો છે. તો તે પ્રમાણે અમે મજબૂત અને સરસ પાર્સલ પેકિંગ કરી આપીએ છીએ.
બાઈટ_નિલેશ બુંદેલા ગરબા વેચનાર
સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં અન્ય કોઈ જગ્યાએ લાઇટિંગ કે ફરતો ગરબો ભાગ્યે જ જોવા મળે છે. તેને પણ ડીજીટલ બનાવતા હવે આ ખાસ ડીજીટલ ગરબો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
બાઈટ_નિલેશ બુંદેલા
WT
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowSept 16, 2025 15:04:550
Report
HBHimanshu Bhatt
FollowSept 16, 2025 15:04:482
Report
DPDhaval Parekh
FollowSept 16, 2025 14:33:460
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 14:33:010
Report
GDGaurav Dave
FollowSept 16, 2025 14:32:520
Report
AKArpan Kaydawala
FollowSept 16, 2025 14:01:250
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:362
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:304
Report
SVSANDEEP VASAVA
FollowSept 16, 2025 13:49:221
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:49:024
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:00:410
Report
RMRaghuvir Makwana
FollowSept 16, 2025 12:46:572
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 16, 2025 12:22:532
Report
RMRaghuvir Makwana
FollowSept 16, 2025 12:22:312
Report