Back
मोरबी में पानी की मांग पर सड़क जाम: घंटों ट्रैफिक और छात्र परेशान
HBHimanshu Bhatt
Sept 16, 2025 15:04:48
Morbi, Gujarat
Slug 1609ZK_MRB_PANI_JAMM
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1609ZK_MRB_PANI_JAMM
Date 16/9/25
Location MORBI
APPROVAL: TAPANBHAI
એન્કર
મોરબીની મહેન્દ્રનગર ચોકડી તથા મહેન્દ્રનગર ગામ પાસે જુદી જુદી સોસાયટીઓના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને રોડ તથા પાણીના જે પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે તેની રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલવામાં આવતો ન હતો જેથી રોષે ભરાયેલ મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી નાખવામાં આવતા વાહનોના થપ્પા લાગી ગયા હતા અને પોલીસ દોડતી થઈ ગઈ હતી
વીઓ
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારમાં જે નવી સોસાયટીઓ બને છે ત્યાં બિલ્ડરો દ્વારા બાંધકામ કરવામાં આવે છે જો કે, મોટાભાગની જગ્યાઓમાં રોડ રસ્તા, લાઈટ, પાણી, ગટરની જે પ્રાથમિક સુવિધાઓ બિલ્ડરો દ્વારા લોકોને આપવાની હોય છે તે આપવામાં આવતી નથી અને ત્યારબાદ લોકો દ્વારા પ્રાથમિક સુવિધાની માંગ સાથે રસ્તો ઉપર આવીને રસ્તા ચક્કાજામ કરવામાં આવતા હોય છે તેવા ઘટનાક્રમો સમગ્ર ગુજરાતમાં જુદા જુદા વિસ્તારની અંદર જોવા મળે છે તેવી જ રીતે બે દિવસ પહેલા મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામકો સોસાયટીના લોકો દ્વારા પ્રાથમિક સુવિધા માટે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આજે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ક્રાંતિજ્યોત સોસાયટીના રહેવાસી મહિલા સહિતના લોકો દ્વારા તેમજ મહેન્દ્રનગર ચોકડીએ નીલકંઠ પાર્ક સોસાયટીના મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો જુદી જુદી બે જગ્યા ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા અને કલાકો સુધી વાહનોની અવરજવર બંધ રહેવાના કારણે સ્કૂલેથી ઘરે જઈ રહેલા વિદ્યાર્થીઓ સહિતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ક્રાંતિજ્યોત સોસાયટી તથા નીલકંઠ પાર્ક સોસાયટીના લોકોના કહેવા પ્રમાણે તેઓને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવતું નથી અને આ બાબતે અગાઉ ગ્રામ પંચાયત હતી ત્યારે મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં તથા હવે મહેન્દ્રનગરનો સમાવેશ મહાપાલિકામાં થયો હોવાથી મહાપાલિકા કચેરી ખાતે જઈને રજૂઆતો કરી છે તેમ છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપવામાં આવે છે પરંતુ નક્કર કામગીરી કોઈ કરવામાં આવતી નથી જેથી કરીને રોષે ભરાયેલ લોકો દ્વારા પાણીનો પ્રશ્ન ઉકેલાય તેના માટે થઈને રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને અંદાજે બે થી અઢી કલાક સુધી રસ્તો બંધ રહેવાના કારણે મહેન્દ્રનગર ગામ પાસે ચારેય બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો જેથી કરીને બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરવા માટે થઈને કવાયત શરૂ કરી હતી.
બાઈટ 1: બીનાબેન, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર
બાઈટ 2: રુક્ષ્મણીબેન, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર
બાઈટ 3: સરસ્વતીબેન, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર
બાઈટ 4: શ્રદ્ધાબેન પટેલ, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર
બાઈટ 5: વિજયભાઈ, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર
બાઈટ 6: વિનુબેન, સ્થાનિક રહેવાસી, મહેન્દ્રનગર
બાઈટ 7: પિયુષભાઇ મકવાણા, એન્જીનીયર, મહાનગરપાલિકા, મોરબી
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowSept 16, 2025 16:31:460
Report
NJNILESH JOSHI
FollowSept 16, 2025 16:31:370
Report
NJNILESH JOSHI
FollowSept 16, 2025 16:31:310
Report
GDGaurav Dave
FollowSept 16, 2025 15:04:550
Report
DPDhaval Parekh
FollowSept 16, 2025 14:33:460
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 14:33:010
Report
GDGaurav Dave
FollowSept 16, 2025 14:32:520
Report
AKArpan Kaydawala
FollowSept 16, 2025 14:01:250
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:362
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:304
Report
SVSANDEEP VASAVA
FollowSept 16, 2025 13:49:221
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:49:024
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 16, 2025 13:02:291
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:00:410
Report