Back
भीमनाथ मंदिर जमीन पर अतिक्रमण बड़ा विवाद, 120 मकान सामने
RMRaghuvir Makwana
Sept 16, 2025 12:22:31
Botad, Gujarat
DATE-16-09-2025
SLUG-1609 ZK BTD BHIMNATH JAMIN VIVAD
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-VISHAL BHAI
એન્કર
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની ૬૮ વીઘા જમીન પર અતિક્રમણ થયાનો મોટો વિવાદ ઊભો થયો છે. ટ્રસ્ટના મહંત આશુતોષગીરી બાપુએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે ભીમનાથ અને પોલાલપુર ગામમાં આવેલી ટ્રસ્ટની આ જમીન પર સ્થાનિક ગ્રામ પંચાયતે ગેરકાયદેસર રીતે ૧૨૦ જેટલા મકાનો બનાવી દીધા છે અને જમીન પચાવી પાડી છે.
વિઓ
મહંતના આક્ષેપો અને વિગતો:
મહંત આશુતોષગીરી બાપુના જણાવ્યા અનુસાર, પોલાલપુર ગ્રામ પંચાયતે ૨૦૧૫ પહેલાં ટ્રસ્ટની જમીન પર લોકોને મકાનો બનાવવા માટે ફાળવી દીધી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે આ જમીન પર ૫૦૦ ચોરસ વાર અને ૩૦૦ ચોરસ વારના ૧૨૦ મકાનો બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૪૦ જેટલા પ્લોટમાં ઈન્દિરા અને સરદાર આવાસ યોજના હેઠળ પણ મકાનો બનાવવામાં આવ્યા છે.
મહંતે વધુમાં જણાવ્યું કે આ અતિક્રમણ બાબતે છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને ટ્રસ્ટને તેની જમીનનું વળતર મળે તેવી માંગ કરી છે.
બાઈટ-આશુતોષ ગિરી મહંત-ભીમનાથ મહાદેવ
વિઓ
બીજી તરફ, આ મામલે ગ્રામ પંચાયત અને સ્થાનિક રહીશોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેમને ગ્રામ પંચાયત દ્વારા જ મકાન બનાવવા માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, અને આ ફાળવણીના તમામ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે.
બાઈટ-ભુપત ભાઈ મકાન ધારક
બાઈટ-મથુરભાઈ મકાન ધારક
વિઓ
આ સમગ્ર વિવાદ અંગે બરવાળા તાલુકા વિકાસ અધિકારી કે.બી. પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મામલાની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જે પણ તથ્યો સામે આવશે, તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બાઈટ-કે.બી.પટેલ-તાલુકા વિકાસ અધિકારી
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowSept 16, 2025 14:33:460
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 14:33:010
Report
GDGaurav Dave
FollowSept 16, 2025 14:32:520
Report
AKArpan Kaydawala
FollowSept 16, 2025 14:01:250
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:362
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:304
Report
SVSANDEEP VASAVA
FollowSept 16, 2025 13:49:221
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:49:024
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 16, 2025 13:02:290
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:00:410
Report
RMRaghuvir Makwana
FollowSept 16, 2025 12:46:570
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 16, 2025 12:22:532
Report
BPBurhan pathan
FollowSept 16, 2025 12:07:242
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 12:03:120
Report