Back
वलसाड में बाइक चोर गैंग गिरफ्तार, नकली RC किताब बनाकर ग्राहकों को ठगा
UPUMESH PATEL
Feb 05, 2026 09:30:49
Valsad, Gujarat
ANELએન્કર : વલસાડ જિલ્લામાં સતત વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓએ પોલીસની ઉંઘ હરામ કરી દીધી હતી. ત્યાં વલસાડ સીટી પોલીસે એક હાઈ ટેક અને શાતિર ટોળકી ઝડપી પાડી છે, જેની મોડસઓપરેન્ડી જાણી ને તમે ચોંકી જશો. આ ટોળકી માત્ર બાઈક ચોરી જ નહોતી કરતી, પણ અસલી જેવી જ નકલી RC બુક બનાવીને ગ્રાહકોની આંખમાં ધૂળ નાખતી હતી. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ કેવી રીતે થયો હતો?
વિઓ 01 : જાન્યુઆરીથી, જ્યારે વલસાડ સીટી પોલીસમાં એક બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ. ડુંગરિ પોલીસને સફળતા મળી અને એક શખસ ઝડપાયો. આ શખસને જ્યારે વલસાડ સીટી પોલીસને સોંપવામાં આવ્યો, ત્યારે પ્રાથમિક પૂછપરછમાં ગંધ આવી કે આ કોઈ છૂટક ચોરી નથી, પણ एक આખું સિન્ડિકેટ છે. પોલીસના ઊંડાણપૂર્વકના ઇન્ટરોગેશનમાં બહાર આવ્યું કે સુરતના સલાબતપુરામાં બેઠેલા શખ્સો આખા નેટવર્કનું સંચાલન કરી રહ્યા હતા.
બાઈટ : ભાર્ગવ પંડ્યા HQ DYSP
વિઓ 02 : આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ પ્રોફેશનલ હતી. પહેલો આરોપી સરફરાઝ ઉર્ફે ઉસ્માન પંડોલિયા ભૂીડભાડા વિસ્તારોમાંથી બાઈકની ઉઠાંતરી કરતો. ત્યારબાદ તે બાઈક મુહમ્મદ ઈસ્માઈલને સોંપતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ બાઈક ડાયરેક્ટ વેચવાને બદલે તેઓ અજય રાણા નામના/shખ્સ પાસે મોકલતા. આ અજય રાણા બાઈકના ચેસિસ નંબર મુજબની આબેહૂબ ડુપ્લિકેટ RC બુક તૈયાર કરતો. જેના કારણે ખરીદનાર ગ્રાહક ક્યારેય શંકા ન કરે કે તે ચોરીનું વાહન ખરીદી રહ્યો છે. વડોદરા, નવસારી, ભરૂચ અને વલસાડ જેવા ચાર મોટા જિલ્લાઓમાં આ ટોળકીએ અનેક લોકોને છેતર્યા છે.
બાઈટ : ભાર્ગવ પંડ્યા HQ DYSP
વિઓ 03 : વલસાડ સીટી પોલીસે હાલ બે મુખ્ય આરોપીઓને સરફરાઝ અને મોહમ્મદ ઈસ્માઈલની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી અલગ-અલગ કંપનીની કુલ 10 મોટરસાઇકલ કબજે કરવામાં આવી છે. જેની કિંમત 3 લાખ 70 હજાર રૂપિયા આંકવામાં આવી છે. હમણાં પોલીસ માનવી રહી છે કે આ તો માત્ર હિમશિલાની ટોચ છે. આ ટોળકીમાં હજુ પણ કેટલાક લોકો સામેલ છે. જેમ કે ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર અજય રાણાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં વધુ કેટલી ચોરીના ગુનાઓ ઉકેલાશે તે જોવું રહ્યું..ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
TDTEJAS DAVE
FollowFeb 10, 2026 11:50:130
Report
SBShilu Bhagvanji
FollowFeb 10, 2026 11:16:270
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 10:50:030
Report
NBNARESH BHALIYA
FollowFeb 10, 2026 10:49:520
Report
VPVasu Parmar
FollowFeb 10, 2026 10:49:380
Report
GPGaurav Patel
FollowFeb 10, 2026 10:49:150
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 10:49:010
Report
SVSANDEEP VASAVA
FollowFeb 10, 2026 10:47:290
Report
ARAlkesh Rao
FollowFeb 10, 2026 10:46:550
Report
VPVasu Parmar
FollowFeb 10, 2026 10:46:250
Report
UPUMESH PATEL
FollowFeb 10, 2026 10:32:240
Report
MDMustak Dal
FollowFeb 10, 2026 09:49:460
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 09:49:360
Report
DPDhaval Parekh
FollowFeb 10, 2026 08:50:420
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 07:50:300
Report