Back
भूपेंद्र पटेल ने लईवा विवाह महोत्सव में प्राकृतिक खेती और जल संरक्षण का आह्वान किया
PTPremal Trivedi
Feb 05, 2026 11:31:20
Patan, Gujarat
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે આજે લેઆવા પાટીદાર સમાજની એકતા અને સાદગીનાં દર્શન થયા. 27 લેઆવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30માં સમૂહ લગ્ન મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. મુખ્યમંત્રી એ અહીં 22 નવદંપતીઓને લગ્નજીવનના આશીર્વાદ પાઠવ્યા હતા અને વર્તમાન સમયની જરૂરિયાત મુજબ પર્યાવરણ જતન તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા સમાજને અનુરોધ કર્યો હતો.
હારીજનું અડિયા ગામ આજે મંગળ ગીતો અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. નિમિત્ત હતું 27 લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30માં સમૂહ લગ્ન મહોત્સવનું. આ પ્રસંગે કુલ 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ મંગલ અવસરે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનમાંથી સમાજને સંબોધતા મુખ્યમંત્રીએ નવદંપતીઓને સુખી દાંપત્યજીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર હંમેશા સમાજની પડખે ઉભી છે. CMએ ગ્લોબલ વર્મિંગની ગંભીરતા સમજાવતા પર્યાવરણના જતન માટે હાકલ કરી હતી. વધતા આવતા કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ મેળવવા પાટીદાર સમાજને પ્રાકૃતિક ખેતી અપનાવવા આાહવાન કર્યો હતો.
વધુમાં, 'જળ એ જ જીવન છે' સૂત્રને સાર્થक કરવા માટે તેમણે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સમજણ આપી હતી. સ્વચ્છતાના આગ્રહી બનવાની સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પણ તેમણે અપીલ કરી હતી. સામાજિક એકતાના આ અવસરે મુખ્યમંત્રીની ઉપસ્થિતીએ સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 13:22:280
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 05, 2026 12:31:330
Report
VPVasu Parmar
FollowFeb 05, 2026 12:31:200
Report
RMRaghuvir Makwana
FollowFeb 05, 2026 12:31:090
Report
DPDhaval Parekh
FollowFeb 05, 2026 11:49:380
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:420
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:310
Report
VPVasu Parmar
FollowFeb 05, 2026 11:34:170
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:020
Report
MDMustak Dal
FollowFeb 05, 2026 11:33:280
Report
PAParakh Agarawal
FollowFeb 05, 2026 11:32:190
Report
MMMitesh Mali
FollowFeb 05, 2026 10:30:430
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 05, 2026 09:36:000
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 09:33:450
Report