Back
गोत्री रोड पर पेव ब्लॉक के विरोध के बीच पुरानी ड्रेनेज लाइन बदले बिना निर्माण पर सवाल
JSJayanti solanki
Feb 12, 2026 10:35:46
Vadodara, Gujarat
એન્કર
વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલ કંચનલાલ ભઠ્ઠા વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે 35થી 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન बदले વગર જ પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ સર્જાશે. એક તરફ સ્થાનિકો પાલિકા અને કોર્પોરેટર સામે આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપની મહિલા કોર્પોરેટરે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. સમગ્ર મામલે ગોત્રી વિસ્તારમાં ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગોત્રી રોડ પર આવેલા કંચનલાલ ભઠ્ઠા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોએ પેવર બ્લોકની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમા 35થી 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન છે. જે वारंવાર ઊભરાય છે અને ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે. આવી સ્થિતિમાં ડ્રેનેજ લાઈન બદले વગર પેવર બ્લોક નાખવામાં આવશે તો થોડા સમય બાદ ફરી ખોદકામ કરવું પડશે. સ્થળાનિકોએ ડ્રેનેજની કામગીરી પહેલા કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા અને વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.સ્થાનિકોના આક્ષેપ છે કે જ્યારે તેમણે ડ્રેનેજ અંગે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે સ્થાનિક મહિલા કોર્પોરેટર દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી. “સત્તામાં ભાજપ છે. અમે મનમાની કરીશું” તેમજ “મીડિયાનો પણ ડર નથી” જેવા શબ્દો કહ્યાનો ગંભીર આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.આ ઘટના પગલે વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષ ફેલાયો છે.
આ સમગ્ર મામલે કોંગ્રેસના વોર્ડ 10ના પ્રમુખ હાર્દિક આમોદીયાએ પણ સ્થાનિકોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, પાલિકા દ્વારા પાયાની સુવિધાઓ પૂરી પાડ્યા વગર વિકાસના કામ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે.
બીજી તરફ, આક્ષેપો અંગે ભાજપની મહિલા કોર્પોરેટર લીલાબેન મકવાણાાએ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે વિષેત્રમાં ડ્રેનેજની કોઈ સમસ્યા નથી અને તેઓએ જાતે સ્થળ પર જઈ તપાસ કરી છે. તેમણે જણાવ્યું કે સાંસદની ગ્રાન્ટમાંથી પાલિકાના પ્લોટ પર પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે. સ્થાનિકોએ પાલિકાના પ્લોટ પર દબાણ કરેલું હોવાથી ખોટા આક્ષેપો કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
એક તરફlocals ડ્રેનેજની ગંભીર સમસ્યાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ કોર્પોરેટર દ્વારા આક્ષેપો નકારવામાં આવી રહ્યા છે. હવે જોવું રહ્યું છે કે પાલિકા તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેના આ વિવાદમાં સ્થાનિકોની પાયાની સમસ્યાનું ક્યારે અને કેવી રીતે નિરાકરણ આવે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 12:36:060
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 12:16:500
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 12, 2026 12:06:560
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 12, 2026 11:48:320
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 11:35:020
Report
SVSANDEEP VASAVA
FollowFeb 12, 2026 10:36:130
Report
AKAshok Kumar
FollowFeb 12, 2026 10:35:560
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:34:300
Report
LJLakhani Jaydeep
FollowFeb 12, 2026 10:16:500
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:16:120
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 10:00:150
Report
MDMustak Dal
FollowFeb 12, 2026 08:34:410
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 08:02:460
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 08:02:140
Report