Back
आहमदाबाद में क्षेत्रीय क्राइम कॉन्फ्रेंस: ट्रैफिक, साइबर क्राइम और नशे पर चर्चा
URUday Ranjan
Feb 12, 2026 10:00:15
Ahmedabad, Gujarat
અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે મહત્વપૂર્ણ પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અમદાવાદ અને ગાંધીનગર રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, એટીએસ, સીઆઇડી ક્રાઈમ, સાઇબર એક્સેલન્સ સહિતની વિવિધ એજન્સીઓના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્યત્વે ટ્રાફિક, સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ ક્ષેત્ર અંગે ચર્ચા કરવામાં આવી અને આ મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યાં. આ ઉપરાંત કોન્ફરન્સમાં અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને Gandhinagar રેન્જમાં થયેલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ 2025ના ક્રાઈમ પ્રોફાઈલનું એનાલિસિસ કરવામાં આવ્યો. સિનિયર સિટીઝન સાયબર ક્રાઈમના ભોગ બને છે તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને તેના નિવારણ માટેના ઉપાયો પર વિચારણા કરવામાં આવી હતી. SG હાઈવે પર ટ્રાફિક નિવારણ અંગે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ નોંધ્યું કે મોટાભાગે ક્રાઈમ નિયંત્રણમાં છે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં વધુ સક્રિયતાની જરૂર છે. પોલીસ દળમાં ભરતી અને પ્રમોશન અંગે પણ મહત્વની જાણકારી રાજ્ય પોલીસ વડા એ આપી. ભરતી કેલેન્ડર પ્રમાણે 9 હજારથી વધુ ભરતી થઈ છે, અને તેમાંથી શહેરને પણ પોલીસ ફાળવવામાં આવશે. ટૂંક સમયમાં PSI થી PI પ્રમોશન પામેલા અધિકારીઓના ઓર્ડર પણ કરવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 11:35:020
Report
SVSANDEEP VASAVA
FollowFeb 12, 2026 10:36:130
Report
AKAshok Kumar
FollowFeb 12, 2026 10:35:560
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 10:35:460
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:34:300
Report
LJLakhani Jaydeep
FollowFeb 12, 2026 10:16:500
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:16:120
Report
MDMustak Dal
FollowFeb 12, 2026 08:34:410
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 08:02:460
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 08:02:140
Report
GPGaurav Patel
FollowFeb 12, 2026 08:01:580
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 07:35:020
Report
GPGaurav Patel
FollowFeb 12, 2026 07:34:490
Report
GPGaurav Patel
FollowFeb 12, 2026 07:34:380
Report