Back
वडोदरा के वडसर ब्रिज पर डंपर ने साइकिल सवार की मौत, ट्रैफिक में भारी हंगामा
JSJayanti solanki
Jan 21, 2026 17:01:54
Vadodara, Gujarat
એન્કર વિકાસવાસ થી વડોદરા શહેરમાં ફરી એકવાર લોહિયાળ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વડસર બ્રિજ પાસે આજે સવારે એક સાયકલ ચાલકનું કરુણ મોત નિપજ્યું છે. કોર્પોરેશનના ડમ્પર નીચે આવી જતાં સાયકલ ચાલક ఘటనાસ્થળે જ મોતને ભેટ્યો હતો. વ્યસ્ત માર્ગ પર બનેલા આ અકસ્માતથી અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સતત બની રહેલા આવા અકસ્માતો વચ્ચે હવે મહાનગર પાલિકાની વાહન વ્યવસ્થા અને સલામતી વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે આજે સવારે કોર્પોરેશનના ડમ્પર અને એક સાયકલ ચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સાયકલ લઈને પસાર થઈ રહેલા વ્યક્તિ પર અચાનક કોર્પોરેશનનો ભારે ડમ્પર ચડી ગયો હતો. જેના કારણે સાયકલ ચાલકનું घटनાસ્થળે જ કરુણ મોત નિપજ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર લોહિયાળ દૃશ્યો સર્જાયા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ঘটনાસ્થળે ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલકની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને deadbodyને પોસ્ટમાર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના કારણે બ્રિજ અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પર ભારે અસર પડી હતી અને લાંબા સમય સુધી વાહનચાલકો અટવાયા હતા. મહત્વની બાબત એ છે કે શહેરમાં કોર્પોરેશનના ભારે વાહનો બેફામ રીતે દોડતા હોવાના આરોપો અગાઉ પણ લાગી ચૂક્યા છે. આવા ગંભીર અકસ્માતો પછી પણ જો કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા રહેશે, તેવો રોષ હવે સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowJan 21, 2026 17:33:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:200
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:050
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:170
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:400
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:190
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:090
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:570
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:450
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:270
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:100
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:48:020
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:430
Report