Back
उत्तरायण से पहले शराब तस्करों की साजिश ध्वस्त, वडोदरा पुलिस ने भारी शराब पकड़ी
JSJayanti solanki
Jan 21, 2026 17:00:45
Vadodara, Gujarat
એન્કર ઉત્તરાયણ પહેલા બુટલેગરો ફરી એકવાર દારૂ ઘુસાડવાના મનસૂબા સાથે સક્રિય થયા હતા, પરંતુ વડોદરા પોલીસની સતર્કતાએ તેમના તમામ પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે. ખાખીની ચારે દિશામાં બાજ નજર રાખી રહી છે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. એક્સપ્રેસ વે ટોલનાકા પાસેથી બંધ બોડીના ટ્રકના પકડી પાડીને દારૂની વિશાળ હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને બુટલેગરો દ્વારા ફરી એકવાર રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વડોદરા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની તેજ નજરને કારણે આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. LCBએ એક્સપ્રેસ વેના ટોલનાકા પાસે શંકાસ્પદ રીતે Journey કરવાના એક બંધ બોડીના ટ્રકને અટકાવી તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગરો દ્વારા કુલરના ફાયબરના જૂના બોક્સની આડમાં શરાબની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જ્યારે ટ્રકના આગળના ભાગમાં ખાસ બનાવેલા ચોર ખાનામાંથી પણ વિપુલ માત્રામાં દારૂ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 285 પેટી અને 7 હજારથી વધુ બોટલો મળી આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે રાજસ્થાનના દેવારામ જાટની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો સપ્લાયર પવન માલવ ઉર્ફે મહેન્દ્રને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઈમ 브ાન્ચે આ પ્રક્રિયામાં અંદાજે 46.89 लाख રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉત્તરાયણ પૂર્વે કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે વડોદરા પોલીસની કામગીરીને લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowJan 21, 2026 17:33:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:200
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:050
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:170
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:540
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:400
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:190
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:090
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:570
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:270
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:100
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:48:020
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:430
Report